કરોડો ની સંપત્તિ ના માલિક છે ‘કોમેડી ના બાદશાહ’ રાજૂ શ્રીવાસ્તવ, જાણો કેટલી છે તેમની કુલ સંપત્તિ

બોલિવુડ

રાજુ શ્રીવાસ્તવ કોમેડીની દુનિયામાં એક મોટું નામ છે. તેણે ઘણા સ્ટેજ શો અને ટીવી શોમાં કામ કર્યું છે. સાથે જ ઘણી હિંદી ફિલ્મોમાં પણ તેની દમદાર કોમેડીના તડકા જોવા મળ્યા છે. પોતાની શ્રેષ્ઠ કોમેડીથી દર્શકોને હસાવી હસાવીને રાજુ લોટપોટ કરી દે છે. એક કોમેડિયન હોવાની સાથે જ તે એક અભિનેતા અને રાજકારણી પણ છે.

57 વર્ષના થઈ ચૂકેલા રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963 ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. તે એક મધ્યમ વર્ગના પરિવારમાં જનમ્યા હતા. જો કે આજે રાજુ એક લક્ઝરી જીવન જીવે છે. તેની પાસે જરૂરતની દરેક ચીજ હાજર છે. દેશ દુનિયામાં તેનું નામ છે અને તે અવારનવાર કોઈને કોઈ કારણથી હેડલાઈન્સમાં બની રહે છે. રાજુ શ્રીવાસ્તવના પિતા એક કવિ હતા જેનું નામ રમેશચંદ્ર શ્રીવાસ્તવ હતું. તે બલાઈ કાકા તરીકે પણ જાણીતા હતા.

પિતા કવિ હોવાને કારણે રાજુમાં પણ આગળ જઈને તેના ગુણો જોવા મળ્યા. કહેવાય છે કે બાળપણમાં તે સારી મિમિક્રી કરી લેતા હતા. આવી સ્થિતિમાં તેણે બાળપણથી જ કોમેડિયન બનવાનું સપનું જોયું હતું. તેણે પોતાના આ સ્વપ્નને જીવ્યું અને આગળ જઈને તે ભારતના સૌથી શ્રેષ્ઠ કોમેડિયનમાંથી એક કહેવાયા.

ભારતમાં ઘણા સ્ટેજ શો કરવાની સાથે જ રાજુ પોતાને વિદેશમાં પણ સાબિત કરી ચૂક્યા છે. તેણે ઓડિયો કેસેટ અને વિડીયો સીડીની એક સીરિઝ પણ લોંચ કરી છે. સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની નકલ કરીને રાજુએ દુનિયાભરમાં ઘણું નામ કમાવ્યું. અમિતાભ બચ્ચનની મિમિક્રીમાં તે લોકોને ખૂબ પસંદ આવ્યા.

રાજુ શ્રીવાસ્તવ હિંદી સિનેમાની ઘણી ફિલ્મોમાં પણ નાની મોટી ભૂમિકાઓ નિભાવી ચૂક્યા છે. તે ચાહકોને બોલીવુડ ફિલ્મો મૈને પ્યાર કિયા, બાઝીગર અને બોમ્બે ટુ ગોવા, તેઝાબ, વાહ તેરા ક્યા કહેના, બિગ બ્રધર, મૈં પ્રેમ કી દિવાની હું અલગ અલગ ફિલ્મોમાં જોવા મળ્યા છે. સાથે જ રાજુ ફિલ્મ ‘આમદાની અઠાની ​​ખર્ચા રૂપૈયા’ માં એક અભિનેતા અને કોમેડિયન તરીકે જોવા મળ્યા હતા.

રાજુ શ્રીવાસ્તવ ટીવીના પ્રખ્યાત અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસમાં એક કંટેસ્ટેંટ તરીકે શામેલ થઈ ચૂક્યા છે. આ શો પછી તે વધારે પ્રખ્યાત થઈ ગયા. જણાવી દઈએ કે રાજુ બિગ બોસની ત્રીજી સીઝનમાં જોવા મળ્યા હતા.

રાજુની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેના લગ્ન 1 જુલાઈ, 1993 ના રોજ શિખા શ્રીવાસ્તવ સાથે થયા હતા. બંનેને બે બાળકો છે. પુત્રનું નામ આયુષ્માન શ્રીવાસ્તવ અને પુત્રીનું નામ અંતરા શ્રીવાસ્તવ છે.

હવે વાત કરીએ રાજુની નેટવર્થ એટલે કે સંપતિ વિશે. કહેવાય છે કે રાજુની કમાણી એક કોમેડિયન તરીકે ટીવી અને ફિલ્મોમાંથી થતી રહે છે. સાથે જ તેની કમાણીનું સાધન વર્લ્ડ ટૂર કોમેડી શો, એવોર્ડ હોસ્ટ અને જાહેરાત વગેરે પણ છે. એક રિપોર્ટ અનુસાર તે લગભગ 15 થી 20 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.