પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ એક મહિનાથી વધુ સમય સુધી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં જીવનની લડાઈ લડતા-લડતા હારી ગયા. 58 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધો. AIIMSના ડોક્ટરો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા કે તેમને હોંશમાં લાવવામાં આવે, પરંતુ એવું બની શક્યું નહીં. આખો દેશ તેમના નિધન પર શોકમાં ડૂબેલો છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણી મોટી હસ્તીઓ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહી છે. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો અને તેના એક દિવસ પહેલા એટલે કે 9 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
રાજુ શ્રીવાસ્તવનો છેલ્લો ઈન્સ્ટાગ્રામ વીડિયો: જો તમે રાજુ શ્રીવાસ્તવની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ચેક કરશો, તો તેમણે પોતાનો છેલ્લો ઇન્સ્ટાગ્રામ વિડિયો હોસ્પિટલમાં દાખલ થયાના એક દિવસ પહેલા પોસ્ટ કર્યો હતો, કારણ કે તેમને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાર પછી તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, રાજુ શ્રીવાસ્તવે કોરોના બચાવના સંદેશને લઈને બોલિવૂડના દિગ્ગજ કલાકારોની મિમિક્રી કરી હતી. તેમણે વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, ‘કોરોના કોલર-ટ્યુન યાદ હૈ #RajuSrivastav Latest Comedy’. તે પોતાના વીડિયો યુટ્યુબ પર પણ પોસ્ટ કરતા હતા.
View this post on Instagram
વીડિયોમાં કરી હતી વિનોદ ખન્ના અને શશિ કપૂરની મિમિક્રી: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે વીડિયોમાં કોરોનાના બચાવ સંદેશમાં અમિતાભ બચ્ચનની જગ્યાએ દિગ્ગઝ અભિનેતા શશિ કપૂર અને વિનોદ ખન્નાની મિમિક્રી કરી હતી. આ વીડિયોમાં તેમણે ખૂબ જ સુંદર રીતે એક્ટિંગ કરી છે. આ વીડિયોને 14 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. જણાવી દઈએ કે 10 ઓગસ્ટના રોજ વર્કઆઉટ દરમિયાન રાજુ શ્રીવાસ્તવ બેભાન થઈને પડી ગયા હતા, ત્યાર પછી તેમને દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. AIIMSમાં દાખલ થયા પછી રાજુ શ્રીવાસ્તવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, પરંતુ ત્યાર પછી પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો ન હતો.
રાજુ શ્રીવાસ્તવનું મગજ કામ કરતું બંધ થઈ ગયું અને તેમને સતત લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા. જોકે, થોડા દિવસો પહેલા રાજુ શ્રીવાસ્તવના હાથ-પગમાં હલચલ જોવા મળી હતી, પરંતુ રાજુ શ્રીવાસ્તવ જીવનની લડાઈ હારી ગયા. રાજુ શ્રીવાસ્તવના નિધન પર ઘણી મોટી હસ્તીઓ શોક વ્યક્ત કરી રહી છે.