રાજુ શ્રીવાસ્તવનો પરિવાર સાથેનો છેલ્લો વીડિયો આવ્યો સામે, ગાઈ રહ્યા હતા- ‘હમે તુમસે પ્યાર કિતના’ ગીત, જુવો તેમનો આ વીડિયો

બોલિવુડ

પ્રખ્યાત કોમેડિયન અને ફિલ્મ અભિનેતા રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. તેમને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી તેમને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ગઈકાલે (બુધવારે) અંતિમ શ્વાસ લીધો. તેમના અવસાન પછી સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ હતી, તેમના લાખો ચાહકોએ તેમને યાદ કર્યા. હવે રાજુ શ્રીવાસ્તવનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક ફેમિલી ફંક્શનમાં હસતા અને ગાતા જોવા મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, રાજુ શ્રીવાસ્તવનો આ વીડિયો એમ્સમાં દાખલ થયાના 15 દિવસ પહેલાનો છે. તેમની તબિયત બગડવાના 15 દિવસ પહેલા, તેઓ લખનૌના રાજાજીપુરમમાં તેમના સંબંધીના ઘરે લગ્નમાં શામેલ થયા હતા. આ દરમિયાન તે પરિવાર સાથે હસતા જોવા મળ્યા હતા. રાજુ શ્રીવાસ્તવે કેટલાક ગીત પણ ગાયા હતા, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વર્કઆઉટ દરમિયાન આવ્યો હતો હાર્ટ એટેક: નોંધપાત્ર છે કે, 10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવ જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. પછી ટ્રેડમિલ પર એક્સરસાઈઝ કરતી વખતે તેમને છાતીમાં દુખાવો થયો અને તે નીચે પડી ગયા. ત્યાર પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેમને કાર્ડિયાક એટેક આવ્યો છે. 1 મહિનાથી વધુ ચાલેલી સારવાર પછી ગઈકાલે દિલ્હીના AIIMSમાં તેમનું અવસાન થયું.

ઘણી ફિલ્મોમાં કરી ચુક્યા છે કામ: મનોરંજન જગતમાં 1980ના દાયકાના અંતથી એક્ટિવ રાજુ શ્રીવાસ્તવને 2005માં સ્ટેન્ડ-અપ કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સીઝનમાં ભાગ લીધા પછી ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. તેમણે ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’ (રિમેક) અને ‘આમદની અઠની ખર્ચા રૂપૈયા’ જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી. તે ‘બિગ બોસ’ સીઝન ત્રણમાં જોવા મળ્યા હતા. રાજુ થોડા સમય સુધી સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા રહ્યા પછી 2014માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.