અમિતાભને માનતા હતા ભગવાન, પોતાના ઘરમાં સાચવીને રાખ્યા હતા તેમના હસ્તાક્ષર, કંઈક આવો હતો રાજૂનો બિગ બી સાથે સંબંધ

બોલિવુડ

58 વર્ષની ઉંમરમાં લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું બુધવારે સવારે દિલ્હીની એમ્સમાં નિધન થઈ ગયું. હાર્ટ એટેક આવ્યા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 42 દિવસ સુધી રાજુ શ્રીવાસ્તવ જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરતા રહ્યા. 21 સપ્ટેમ્બરની સવારે રાજુએ દુનિયાને અલવિદા કહી દીધું.

રાજુ શ્રીવાસ્તવનું નાની ઉંમરમાં અવસાન થવાથી ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. દરેકને હસાવનાર રાજુ દરેકને રડાવીને ચાલ્યા ગયા. તેમના અવસાન પર ચાહકો ઉદાસ છે. સિને જગત અને કોમેડી જગત સાથે જોડાયેલા કલાકારો પણ શોકમાં છે. રાજુને ચાહકો અને સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

રાજુ શ્રીવાસ્તવે બોલિવૂડમાં પણ કામ કર્યું હતું. તેમની કારકિર્દીની શરૂઆત બોલિવૂડથી થઈ હતી. બોલિવૂડમાં રાજુ ‘સદીના મેગાસ્ટાર’ અમિતાભ બચ્ચન ખૂબ જ પસંદ કરતા હતા. રાજુ માટે અમિતાભ બચ્ચન ભગવાન સમાન હતા. રાજુ બિગ બીના ખૂબ મોટા ફેન હતા.

જ્યારે હોસ્પિટલમાં દાખલ હતા અમિતાભ, એક ઝલક મેળવવા માટે કાનપુરથી મુંબઈ આવી ગયા રાજુ: દિગ્ગઝ અભિનેતા અમિતાભ બચ્ચનના દેશ અને દુનિયામાં કરોડો ચાહકો ફેલાયેલા છે. બોલિવૂડના સૌથી મોટા હીરો અમિતાભના ચાહકો દરેક જગ્યાએ હાજર છે. પરંતુ બિગ બીના સૌથી મોટા અને ખાસ ચાહકોમાંથી એક રાજુ રહ્યા. રાજુ અમિતાભ બચ્ચનની એક ઝલક મેળવવા માટે પોતાના વતન કાનપુરથી મુંબઈ આવી ગયા હતા.

જણાવી દઈએ કે બિગ બીને 1982માં આવેલી તેમની ફિલ્મ ‘કુલી’ના શૂટિંગ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. અમિતાભ ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા. ડોક્ટરોએ પણ તેમની બચવાની આશા છોડી દીધી હતી. પોતાના ફેવરિટ હીરોને જોવા માટે 18 વર્ષીય રાજુ કાનપુરથી મુંબઈ આવી ગયા હતા. બિગ બીને ત્યારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને રાજુ ત્યાં તાક લગાવીને ભીડમાં શામેલ થઈ ગયા.

દરરોજ હોસ્પિટલની બહાર ઉભા રહીને અમિતાભ માટે કરતા હતા પ્રાર્થના: રાજુના ભાઈ દીપુ શ્રીવાસ્તવે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “રાજુભાઈ દરરોજ હોસ્પિટલની બહાર ઊભા રહેતા અને બચ્ચનજી માટે પ્રાર્થના કરતા હતા. તેઓ અમિતાભ બચ્ચનજીને જોવા આવતા હતા કારણ કે તે તેમને ભગવાન માનતા હતા. તે દાદર સ્ટેશનના પુલ અને પાર્કમાં સૂતા હતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. તે શહેરમાં થનારા કોમેડી શો વિશે જાણવા માટે સમાચારપત્રોની જાહેરાત શોધતા હતા.”

પછી મુંબઈમાં સ્થાયી થઈ ગયા રાજુ: રાજુ શ્રીવાસ્તવ મુંબઈમાં જ રહેવા લાગ્યા. અહીં શરૂઆતમાં તેમણે ઓટો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવ્યું. સાથે જ ફિલ્મી દુનિયામાં પણ કામ કર્યું અને કોમેડી શો પણ કરતા હતા. તે તેઝાબ, મૈને પ્યાર કિયા, બાઝીગર સહિત અન્ય ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા. પરંતુ તેઓ કોમેડિયન તરીકે જાણીતા બન્યા. રાજુએ ફર્શથી અર્શ સુધી સફર કરી હતી.

જ્યારે માતા એ અમિતાભ બચ્ચનના કારણે કરી હતી રાજુની પિટાઈ: રાજુ બિગ બીની ફિલ્મો જોઈને મોટા થયા હતા. તે બિગ બીની દરેક ફિલ્મ જોતા હતા. તેમના ભાઈએ જણાવ્યું હતું કે, રાજુ અમિતાભ બચ્ચનની ફિલ્મો માટે સ્કૂલ પણ છોડી દેતો હતો. દીપુએ કહ્યું કે, “અમારી માતા ઘણી વખત તેના માટે તેમની પિટાઈ કરી ચુકી હતી. સ્કુલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે તે તેમની (બચ્ચન) મિમિક્રી કરતા હતા. કાનપુરમાં જ્યારે પણ કોઈ જાનમાં અમિતાભ બચ્ચનના ગીતો વાગતા હતા ત્યારે તેઓ ડાન્સ કરવા લાગતા હતા.”

દીપુએ એ પણ જણાવ્યું કે, “કોઈપણ શોમાં જતા પહેલા રાજુ ભાઈ તેમના (અમિતાભ બચ્ચન)ના આશીર્વાદ લેતા હતા”. તેમણે એમ પણ જણાવ્યું કે આજે પણ રાજુના ઘરમાં એક નિશ્ચિત જગ્યાએ અમિતાભ બચ્ચનના હસ્તાક્ષર સાચવીને રાખવામાં આવેલા છે.