પંચતત્વમાં વિલીન થયા રાજૂ, પુત્ર એ આપી મુખાગ્નિ, પત્ની ની રડી-રડીને ખરાબ હાલત, તમને રડાવી દેશે તેમની આ તસવીરો

બોલિવુડ

ગુરુવારે બપોરે પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ દિલ્હીમાં પંચ તત્વમાં વિલીન થઈ ગયા. વિધિપૂર્વક તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમને તેમના પુત્ર આયુષ્માન શ્રીવાસ્તવે મુખાગ્નિ આપી. પિતાને ગુમાવવાનું દુ:ખ પુત્ર આયુષ્માનના ચેહરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

સાથે જ પુત્રી અંતરાએ પિતાના અવસાન પછી સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ કરી. તેણે પિતાના અવસાન પર તેમને શ્રદ્ધાંજલિ આપનારા લોકોનો આભાર માન્યો. જ્યારે રાજુની પત્ની શિખા શ્રીવાસ્તવની હાલત પણ ખરાબ છે. પતિ સાથે તે હંમેશા પડછાયાની જેમ ઉભી રહી પરંતુ હવે તે એકલી પડી ગઈ છે.

રાજુને ગુમાવવાને કારણે તે ઊંડા આઘાતમાં છે. રડતી વિખરતી શિખાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો શિખાની તસવીરો જોઈને ભાવુક થઈ રહ્યા છે. કારની અંદર બેઠેલી શિખા રડતા જોવા મળી રહી છે. તે રૂમાલની મદદથી પોતાના આંસુ લૂછી રહી છે.

રાજુને જણાવ્યા સાચા ફાઇટર: બુધવારે સવારે રાજુના અવસાનના દુઃખદ સમાચાર આવ્યા. દેશભરમાં આ સમાચારે કરોડો દિલોને ઝટકો આપ્યો. પતિના અવસાન પછી શિખાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “હું અત્યારે વાત કરવાની સ્થિતિમાં નથી. હું હવે શું કહી શકું? તેમણે ખૂબ સંઘર્ષ કર્યો. હું પ્રાર્થના કરી રહી હતી અને મને આશા હતી કે તે તેમાંથી બહાર આવશે. પરંતુ આવું બની શક્યું નહીં. હું બસ એટલું જ કહી શકું છું કે તે એક સાચા ફાઇટર હતા.”

12 વર્ષની રાહ જોયા પછી રાજુએ શિખા સાથે લગ્ન કર્યા: જણાવી દઈએ કે રાજુએ શિખાને પહેલીવાર તેના ભાઈના લગ્નમાં જોઈ હતી. શિખા રાજુની ભાભીની કઝીન છે. શિખાને પહેલી વખત જોતા જ રાજૂને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. રાજુએ મન બનાવી લીધું હતું કે તે શિખા સાથે જ લગ્ન કરશે. બરાબર એવું જ બન્યું. પરંતુ 12 વર્ષ સુધી લાંબી રાહ જોવી પડી.

એક દાયકાથી પણ વધુ લાંબી રાહ જોયા પછી છેવટે તે ક્ષણ આવી જ્યારે રાજુ અને શિખા એકબીજાના બની ગયા. બંનેએ 1993માં 17મી મેના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંને બે બાળકોના માતા-પિતા બન્યા હતા.

42 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા રાજુ: નોંધપાત્ર છે કે, રાજુને દિલ્હીમાં જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તરત જ દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે 42 દિવસ સુધી જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરતા રહ્યા. જો કે બુધવારે સવારે લગભગ 10 વાગ્યે તેમનું નિધન થઈ ગયું. 58 વર્ષની ઉંમરમાં તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.