ત્રણ પુત્રીઓના પિતા છે રાજપાય યાદવ, કનાડાની 9 વર્ષ નાની છોકરી સાથે કર્યા છે લગ્ન, કંઈક આવી છે તેની લાઈફસ્ટાઈલ

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા રાજપાલ યાદવે દર્શકોને પોતાની કોમેડીથી ખૂબ હસાવ્યા છે. નાના કદના આ અભિનેતાએ ફિલ્મી દુનિયામાં એક મોટું નામ કમાવ્યું છે. રાજપાલ યાદવ બે દાયકાથી બોલિવૂડમાં કામ કરી રહ્યો છે અને સારી સફલતા ફિલ્મી દુનિયામાં મેળવી છે.

બોલિવૂડમાં એક સમય એવો પણ હતો જ્યારે રાજકુમારના નામે ફિલ્મો હિટ બનતી હતી. ફિલ્મી કારકિર્દીની શરૂઆત નાના રોલથી કરનાર રાજપાલ યાદવે ઘણી ફિલ્મોમાં ભુમિકા નિભાવીને ખૂબ હેડલાઈન્સ બનાવી હતી. રાજપાલ છેલ્લે હિટ ફિલ્મ જુડવા 2 માં જોવા મળ્યો હતો, તેના પછી પણ તેની ઘણી ફિલ્મો આવે જો કે તે ફ્લોપ સાબિત થઈ.

પોતાની સુંદર કોમેડી અને એક્ટિંગની સાથે જ રાજપાલ યાદવ તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે રાજપાલ યાદવે કુલ બે લગ્ન કર્યા છે અને તેમને 3 પુત્રી છે. ચાલો આજે તમને રાજપાલ યાદવની પર્સનલ લાઈફ વિશે જણાવીએ.

રાજપાલ યાદવે પહેલા લગ્ન કરુણા નામની મહિલા સાથે કર્યા હતા. બંનેને એક પુત્રી જ્યોતિ હતી. જોકે ટૂંક સમયમાં જ રાજપાલ યાદવની પહેલી પત્નીએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. પુત્રી જ્યોતિને જન્મ આપ્યા પછી, કરુણા આ દુનિયામાંથી ચાલી ગઈ. પછી તેણે બીજા લગ્ન કર્યા. રાજપાલ યાદવની બીજી પત્નીનું નામ છે રાધા યાદવ. ચાલો આજે તમને રાધા અને રાજપાલની લવ સ્ટોરીથી પરિચિત કરીએ.

કહેવામાં આવે છે કે તેની પહેલી પત્ની કરુણાના અવસાન પછી રાજપાલ યાદવ બીજી વખત સાત ફેરા લેવા તૈયાર ન હતા, પરંતુ તેના નસીબમાં રાધાનો સાથે લખેલો હતો. પોતાના એક ઇન્ટરવ્યુમાં રાજપાલ યાદવે કહ્યું હતું કે, મારી પત્ની રાધા મારા કરતા 9 વર્ષ નાની છે. અમારા લવ મેરેજ થયા હતા. રાજપાલ મુજબ જ્યારે તે તેની ફિલ્મ ‘ધ હીરો’ ના શૂટિંગ માટે કેનેડા ગયો હતો, ત્યારે તેની મુલાકાત રાધા સાથે થઈ હતી.

મળતી માહિતી મુજબ રાજપાલ અને રાધાની મુલાકાત એક કોમન ફ્રેંડ દ્વારા થઈ હતી. પહેલી વખતમા6 કોઈ વચ્ચે વાત થઈ ન હતી, પરંતુ જ્યારે મુલાકાત વધવા લાગી, ત્યારે બંને એકબીજાને દિલ આપી બેઠા. બંનેએ આગળ જઈને સાથે 10 દિવસ સુધી સમય પસાર કર્યો. રાજપાલ ફિલ્મનું શૂટીંગ પૂર્ણ કરીને ભારત પરત ફર્યા. જોકે બંને એકબીજાના સંપર્કમાં હતા.

રાજપાલ યાદવની પત્ની એ પહેલી મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, હું જ્યારે પહેલી વખત મુંબઈ પહોંચી, ત્યારે રાજપાલ મને પોતાના ઘરે લઈ ગયો હતો. તેણે મને સરપ્રાઈઝ આપવા માટે ઘરનું ઈંટીરિયર તે હોટલ જેવું જ કરાવ્યું હતું, જેવું કનાડા હોટલમાં હતું, જ્યાં અમે પહેલી વાર મળ્યા હતા. જણાવી દઇએ કે રાધા અને રાજપાલે 10 મે 2003 ના રોજ સાત ફેરા લીધા હતા. રાજપાલને પહેલી પત્નીથી એક પુત્રી જ્યોતિ છે, તો રાધા અને રાજપાલને પણ 2 પુત્રી છે. જણાવી કે, રાજપાલની મોટી પુત્રી જ્યોતિના લગ્ન થઈ ચુક્યા છે.