પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દિલ પર રાજ કરી રહેલા પ્રખ્યાત અભિનેતા રાજકુમાર રાવે તાજેતરમાં મુંબઈમાં પોતાના માટે એક લક્ઝરી ફ્લેટ ખરીદ્યો છે. રિપોર્ટ મુજબ ફ્લેટની કિંમત 44 કરોડ છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજકુમાર રાવે આ ફ્લેટ પ્રખ્યાત અભિનેત્રી જાન્હવી કપૂર પાસેથી ખરીદ્યો છે. હા.. જાન્હવી કપૂર પાસેથી ખરીદેલો આ ફ્લેટ 3456 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. લગ્ન પછી હવે રાજકુમાર અને પત્રલેખા આ નવા ઘરમાં રહેશે.
વધુ કિંમતે જાન્હવીએ રાજકુમારને વેંચ્યું ઘર: જણાવી દઈએ કે જાન્હવી કપૂરે આ ફ્લેટ વર્ષ 2020માં ખરીદ્યો હતો, જેની કિંમત તેણે 39 કરોડ રૂપિયા ચૂકવી હતી. તેણે તેનાથી વધુ કિંમતમાં રાજકુમાર રાવ અને પત્રલેખાને આ ઘર વેંચ્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રાજકુમાર અને જાન્હવી કપૂર વચ્ચે આ ઘરની ડીલ 30 માર્ચે ફાઈનલ થઈ હતી અને 21 જુલાઈએ ઘરનું રજિસ્ટ્રેશન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે રાજકુમાર રાવે આ ઘર માટે 2.19 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે.
રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂર ફિલ્મ ‘રુહી’માં એકસાથે કામ કરી ચુક્યા છે જેમાં બંનેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સફળ સાબિત થઈ હતી. જણાવી દઈએ કે રાજકુમાર અને પત્રલેખાના લગ્ન નવેમ્બર 2021માં થયા હતા. આ કપલના લગ્ન ચંદીગઢના ઓબેરોય સુખવિલાસ સ્પા રિસોર્ટમાં થયા હતા. રાજકુમારના લગ્નમાં ફિલ્મ મેકર ફરાહ ખાન, અભિનેતા સાકિબ સલીમ ઉપરાંત તેના કેટલાક ખાસ મિત્રો શામેલ થયા હતા.
જણાવી દઈએ કે, રાજકુમાર રાવ અને પત્રલેખા 2010 થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જાહેરાતમાં એકસાથે જોવા મળ્યા પછી રાજકુમાર પત્રલેખાને પસંદ કરવા લાગ્યા. ત્યાર પછી આ કપલ એ પહેલી વખત ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા’માં કામ કર્યું હતું. ત્યારપછી વર્ષ 2014માં આ કપલ ફિલ્મ ‘સિટી લાઈટ્સ’માં આવી જેમાં આ બંનેનો પ્રેમ ખીલ્યો હતો.
રાજકુમાર પાસે છે ફિલ્મોની લાઈન: રાજકુમાર રાવની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ જાન્હવી કપૂર સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળશે. આ ઉપરાંત તે ‘સેકન્ડ ઇનિંગ’, ‘ગન્સ એન્ડ ગુલાબ’, ‘શ્રીકાંત ભોલાની બાયોપિક’, ‘સ્વાગત હૈ’ અને ‘ભીડ’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. છેલ્લી વખત તે ‘હમ દો હમારે દો’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે અભિનેત્રી કૃતિ સેનન મુખ્ય ભુમિકામાં જોવા મળી હતી. આ ઉપરાંત પરેશ રાવલ અને રત્ના પાઠક શાહ પણ મુખ્ય ભૂમિકામાં હતા.