રાજમહેલમાં રાજાઓની જેમ રહે છે રજનીકાંતના જમાઈ, જુવો લક્ઝુરિયસ ઘરની સુંદર તસવીરો

Uncategorized

દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી પ્રખ્યાત સ્ટાર્સમાં અભિનેતા ધનુષનું નામ પણ શામેલ છે. ધનુષે ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ કમાવ્યું છે. સાઉથમાં તેના ચહકોની સંખ્યા લાખો-કરોડોમાં છે. આ બહુ ઓછા લોકો જાણે છે કે ધનુષનું પૂરું નામ વેંકટેશ પ્રભુ કસ્તુરી રાજા છે. ઉપરાંત જણાવી દઈએ કે ધનુષ દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટાર ગણાતા રજનીકાંતના જમાઈ પણ છે.

ધનુષે અત્યાર સુધીમાં તેની ફિલ્મી કારકિર્દીમાં ઘણી સુંદર ફિલ્મો આપી છે, જ્યારે બોલીવુડમાં પણ તે ટૂંક સમયમાં પગ મુકવા જઈ રહ્યો છે. ધનુષ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને હિટ છે. તે અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે, જોકે ઘણીવાર તેમણે તસવીરોમાં પોતાના ઘરની ઝલક પણ બતાવી છે. તો ચાલો આજે ધનુષના સુંદર ઘરની તસવીરો જોઈએ.

ધનુષે પોતાનું ઘર ખુબ જ સુંદર રીતે સજાવ્યું છે. ઘરને જોતા જ સુંદરતા સ્પષ્ટ જોવા મળે છે. અભિનેતાએ તેના ઘરના કેટલાક ભાગોમાં વુડનથી ફ્લોરિંગ કરાવ્યું છે. તસવીરોમાં પાછળ વુડનની દિવાલ અને સોફા સેટ જોવા મળી રહ્યા છે.

ધનુષના ઘરના ડ્રોઈંગરૂમ પર નજર કરીએ તો તે પણ ખૂબ જ સુંદર છે. ધનુષના ઘરમાં બ્રાઉન કલરના કવર સાથે સોફા સેટ રાખવામાં આવ્યા છે. જ્યારે ઘરની કેટલીક દિવાલો પર સુંદર પેઇન્ટિંગ્સ લગાવવામાં આવેલી છે.

તસવીરો જોઈને એ સ્પષ્ટ થાય છે કે ધનુષ અને તેની પત્ની એશ્વર્યાને પુસ્તક વાંચવાનો ખૂબ શોખ છે. તેના ઘરે ઘણા પુસ્તકો રાખવામાં આવ્યા છે ઘણીવાર બંને પુસ્તકો વાંચતા જોવા મળે છે. એશ્વર્યા તેના પુત્ર સાથે સોફા પર બેઠેલી છે અને તેમની પાછળ પુસ્તકોનો ડેસ્ક તમને જોવા મળી રહ્યો છે.

ધનુષના ઘરની બાલકનીમાં સૂર્યપ્રકાશ આવે છે. બાલકની ખૂબ જ સુંદર છે અને તેમાં અભિનેતાએ હરિયાળીને પણ જગ્યા આપી છે. સાથે જ બાલ્કનીમાં ગ્લાસની રેલિંગ છે અને અહીં ખુરશી પણ રાખવામાં આવી છે.

ઘરના લોન એરિયા વિશે વાત કરવામાં આવે તો તે પણ જોવામાં આંખને હળવાશ આપે છે. ઘરના લોન એરિયારમાં એશ્વર્યા યોગ કરતા જોવા મળી રહી છે. લોનમાં ઘણા ફાયદાકારક ફૂલ-છોડ પણ લગાવવામાં આવ્યા છે.

ધનુષ અને એશ્વર્યાએ પોતાના ઘરમાં મનને મોહી લે તેવું મંદિર પણ બનાવ્યું છે. ઘરના મંદિરને જોઈને તેના પરથી નજર હટાવવી કોઈ પણ વ્યક્તિ માટે મુશ્કેલ બની જશે.

બહારથી જોવામાં આવે તો ધનુષનું ઘર ફાઇવ સ્ટાર હોટલ જેવું લાગે છે. સફેદ રંગમાં રંગાયેલું આ ઘર ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. ધનુષ અને એશ્વર્યાનું ઘર અંદર અને બહાર બંને બાજુથી ખૂબ સુંદર લાગે છે.

28 જુલાઈ 1983 ના રોજ જન્મેલા 37 વર્ષના ધનુષે 20 વર્ષની ઉંમરે સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી એશ્વર્યા સાથે 18 નવેમ્બર 2004 ના રોજ સાત ફેરા લીધા હતા. આ લગ્ન ખૂબ જ ખાસ અને સુરક્ષા હેઠળ તમિલ રિવાજ અનુસાર થયા હતા. આજે બંનેનાં ચાર બાળકો છે, યાત્રા રાજા, લિંગા રાજા, યાત્રા અને લિંગા ધનુષ છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ધનુષની આગામી ફિલ્મ કરનાન છે. આ ફિલ્મ 9 એપ્રિલ 2021 ના રોજ રીલિઝ થવાની છે. આ સાથે જ ટૂંક સમયમાં તે હિન્દી સિનેમામાં પણ એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ તેણે બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને અભિનેત્રી સારા અલી ખાન સાથે ફિલ્મ ‘અતરંગી રે’ નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં ત્રણેય કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ પહેલા 14 ફેબ્રુઆરી 2021 ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે તેની રિલીઝની તારીખ આગળ વધારવામાં આવી છે.

2 thoughts on “રાજમહેલમાં રાજાઓની જેમ રહે છે રજનીકાંતના જમાઈ, જુવો લક્ઝુરિયસ ઘરની સુંદર તસવીરો

Leave a Reply

Your email address will not be published.