પોલિસના ગણવેશમાં ખૂબ જ સુંદર લાગી રહી છે સલમાનની રઝ્ઝો, હવે દબંગઈ કરતા મળશે જોવા, જુવો તસવીરો

બોલિવુડ

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં સોનાક્ષીને પોલીસના ગણવેશમાં જોઈ શકાય છે. આ તસવીરમાં અભિનેત્રી ખૂબ જ કડક અને સુંદર લાગી રહી છે. તસવીરથી જ સોનાક્ષીનો દબંગ લુક જોઇ શકાય છે. થોડા દિવસો પહેલા સોનાક્ષીએ પોતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

હવે તાજા સમાચાર મુજબ સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રવેશ કરવા જઈ રહી છે. સોનાક્ષીએ પોતે જ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતની માહિતી પોતાના ચાહકો સાથે શેર કરી છે. જણાવી દઈએ કે અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટની તસવીરમાં સોનાક્ષી પોલીસના ગણવેશમાં રેલ્વે ટ્રેક પર ઉભેલી જોવા મળી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે સોનાક્ષી સિંહા પોતાનું ડિઝિટલ ડેબ્યૂ એમેઝોન પ્રાઈમ દ્વારા કરવા જઈ રહી છે. આ પોસ્ટની સાથે તેમણે એક સુંદર મેસેજ પણ લખ્યો છે, ‘મહિલાઓ શું કરી શકે તેની કોઈ મર્યાદા નથી. આ પર આપણો સામૂહિક વિશ્વાસ વારંવાર મજબૂત બન્યો છે. અને # વુમન્સડેની એક સાંજ પહેલા, અમે ચીજોને ઉપર લઈ જઈ રહ્યા છીએ! અત્યાર સુધી ફરીથી બધાને બતાવવા માટે રાહ જોઈ શકતી નથી કે છોકરીઓ આ બધું કેવી રીતે કરી શકે છે. ટૂંક સમયમાં આવી રહ્યું છે સેવા અને સુરક્ષા માટે. જણાવી દઈએ કે સોનાક્ષીના આ પ્રોઝેક્ટનું નામ હજી રીવીલ કરવામાં આવ્યું નથી.

જણાવી દઈએ કે સોનાક્ષીના આ નવા પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર ફરહાન અખ્તર, રિતેશ સિધવાની, રીમા કાગતી અને ઝોયા અખ્તર છે. તેને રુચિકા ઓબેરોય અને રીમા કાગતી ડાયરેક્ટ કરશે. આ સમાચારને લઈને ચાહકોમાં ખૂબ ઉત્તેજના બની રહી છે. આ પ્રોઝેક્ટ ઉપરાંત સોનાક્ષીએ પોતાની ફિલ્મ ‘બુલબુલ તરંગ’ ની પણ ઘોષણા કરી હતી. આ પ્રોજેક્ટ વિશે માહિતી પણ સોનાક્ષીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી.

આ ફિલ્મની સ્ટોરી વિશે વાત કરવામાં આવે તો તે એક રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત હશે. સાથે જ તે એક થ્રીલ ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા ઉપરાંત રાજ બબ્બર પણ છે. ફિલ્મનું શૂટિંગ માર્ચ-એપ્રિલમાં શરૂ થવાનું છે. સોનાક્ષી સિંહાના અન્ય પ્રોજેક્ટ્સ વિશે વાત કરવામાં આવે તો અભિનેત્રી ટૂંક સમયમાં જ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય પાત્રમાં છે. આ ફિલ્મને અભિષેક દૂધૈયા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે.

જણાવી દઈએ કે ફરહાનની એક પ્રોડક્શન ફિલ્મ ‘તૂફાન’ પણ સીધી ઓટીટી પર રિલીઝ થવાની વાતો ચાલી રહી છે. 33 વર્ષીય અભિનેત્રી સોનાક્ષી છેલ્લે ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ઘૂમકેતુ’ માં છેલ્લે જોવા મળી હતી. આ ફિલ્મનું શૂટિંગ પણ સોનાક્ષીએ ફિલ્મ ‘લુટેરા’ દરમિયાન કર્યું હતું. ત્યારથી તે આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.