આ 7 પ્રખ્યાત હસ્તીઓ સાથે પોતાનો જન્મદિવસ શેર કરે છે રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

ડિમ્પલ કાપડિયાની ગણતરી હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રીઓમાં થાય છે. ડિમ્પલ કાપડિયાએ ખૂબ જ નાની ઉંમરમાં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે તે માત્ર 16 વર્ષની હતી, ત્યારે જ મુખ્ય અભિનેત્રી તરીકે તેની પહેલી ફિલ્મ ‘બોબી’ વર્ષ 1973માં રિલીઝ થઈ હતી, તે જ વર્ષે તેમણે પોતાની ઉંમરમાં 15 વર્ષ મોટા દિગ્ગઝ અભિનેતા રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતા. ડિમ્પલે હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા પછી થોડા વર્ષોનો બ્રેક લીધો હતો, જોકે તે પછી તેમણે હિન્દી સિનેમામાં કમબેક કર્યું હતું અને તેની ઘણી ફિલ્મો હિટ રહી હતી.

ડિમ્પલ અને રાજેશ ખન્ના બે પુત્રીઓના માતા-પિતા બન્યા હતા. મોટી પુત્રીનું નામ ટ્વિંકલ ખન્ના અને નાની પુત્રીનું નામ રિંકી ખન્ના છે. પોતાના માતા-પિતાની જેમ બંનેએ ફિલ્મોમાં કામ કર્યું હતું, જોકે બંનેને વધુ સફળતા ન મળી. ટ્વિંકલની તો કેટલીક ફિલ્મો પસંદ કરવામાં આવી પરંતુ રિંકીને દર્શકોએ રિજેક્ટ કરી હતી.

ડિમ્પલની વાત કરીએ તો તે અત્યારે પણ ફિલ્મોમાં કામ કરી રહી છે. 8 જૂને દર વર્ષે પોતાનો જન્મદિવસ ઉજવનાર ડિમ્પલ કાપડિયા 64 વર્ષની થઈ ચુકી છે. જો કે તમને જણાવી દઈએ કે 8 જૂનના રોજ અન્ય ઘણી પ્રખ્યાત હસ્તીઓનો પણ જન્મદિવસ આવે છે. તો ચાલો તમને જણાવીએ કે ડિમ્પલ કઇ હસ્તીઓ સાથે પોતાનો જન્મદિવસ શેર કરે છે.

શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટીની ગણતરી હિન્દી સિનેમાની સૌથી હિટ અભિનેત્રીઓમાંથી એક તરીકે થાય છે, સાથે જ તે ખૂબ જ ફિટ પણ છે. શિલ્પા શેટ્ટીએ પોતાની એક્ટિંગ અને સુંદરતાથી સારું નામ કમાવ્યું છે. 90ના દાયકામાં તેમણે ઘણી સુંદર ફિલ્મો આપી છે. ડિમ્પલ અને શિલ્પાનો જન્મ એક જ દિવસે થયો હતો. શિલ્પા શેટ્ટીનો જન્મ 8 જૂન 1975ના રોજ કર્ણાટકના મેંગલોરમાં થયો હતો.

રાજેન્દ્ર નાથ: રાજેન્દ્ર નાથ જૂના જમાનાના પ્રખ્યાત અભિનેતા હતા. રાજેન્દ્રનાથે હિન્દી સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે મુખ્ય રીતે હાસ્ય કલાકાર તરીકે જાણીતા હતા. તેમનો જન્મ 8 જૂન 1931ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો.

અતિશી માર્લેના: અતિશી માર્લેનાનો જન્મ 8 જૂન 1981ના રોજ થયો હતો. તમને માહિતી માટે જણાવી દઈએ કે અતિશી માર્લેના આમ આદમી પાર્ટીની જાણીતી નેત્રી છે.

રણદીપ રાય: રણદીપ રાય એક ટીવી અભિનેતા છે. ઘણી પ્રખ્યાત સિરિયલોનો ભાગ રહી ચૂકેલા રણદીપનો જન્મદિવસ પણ ડિમ્પલ કાપડિયાના જન્મદિવસ સાથે જ આવે છે. રણદીપનો જન્મ 8 જૂન 1993ના રોજ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં થયો હતો.

પલ્લવી: 56 વર્ષની થઈ ચુકેલી પલ્લવીનો જન્મ 8 જૂન 1965ના રોજ મુંબઈમાં થયો હતો. જણાવી દઈએ કે પલ્લવી એક તમિલ અભિનેત્રી છે, જોકે તેમણે અન્ય ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે.

જગજીત સંધુ: જગજીત સંધુ એક પંજાબી અભિનેતા છે. તે થિયેટર આર્ટિસ્ટ પણ છે. 30 વર્ષના થઈ ચુકેલા જગજીત સંધુનો જન્મ 8 જૂન 1991ના રોજ પંજાબના ફતેહગઢ સાહિબમાં થયો હતો.

રોહિત પુરોહિત: રોહિત પુરોહિત એક ટીવી અભિનેતા છે. તે 35 વર્ષના થઈ ચુક્યા છે. તેમનો જન્મ રાજસ્થાનની રાજધાની અને પિંક સિટી તરીકે પ્રખ્યાત જયપુરમાં 8 જૂન 1986ના રોજ થયો હતો.