હાથમાં આફ્રિકન હાથીના વાળનું કડું પહેરતા હતા રાજેશ ખન્ના, જાણો અન્ય ક્યા ક્યા શોખ હતા ‘કાકા’ ને

બોલિવુડ

જો કે બોલિવૂડની દુનિયામાં ઘણી દિગ્ગજ હસ્તીઓએ પગ મૂક્યો છે, પરંતુ લોકોના દિલમાં પોતાની અલગ ઓળખ બનાવવી માત્ર થોડા અભિનેતા ને જ આવડ્યું છે. આજે અમે તમને એવા જ એક અભિનેતાનો પરિચય કરાવી રહ્યા છીએ જેમણે એક સમયે પોતાની દમદાર એક્ટિંગ અને ડાયલોગ્સથી લગભગ દરેકના દિલ જીતી લીધા હતા. હા તે કોઈ અન્ય નહિં પરંતુ બોલિવૂડના કાકા તરીકે ઓળખાતા અભિનેતા રાજેશ ખન્નાજી છે, જેનું નામ આજે કોઈ ઓળખ માટે મોહતાજ નથી. ભલે હવે રાજેશ ખન્ના આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે, પરંતુ આજે પણ તેમની ફિલ્મો અને તેમની એક્ટિંગ દરેકના મનમાં વસેલી છે. તેમણે પોતાના જીવનમાં જે સ્ટારડમ મેળવ્યું છે તે દરેકના બસની વાત નથી. રાજેશ ખન્નાએ ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા, ત્યાર પછી તેમને બે પુત્રીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના થઈ. સાથે જ ટ્વિંકલ ખન્નાના પતિ અક્ષય કુમાર રાજેશ ખન્નાના જમાઈ છે. રાજેશ ખન્નાને લોકો માત્ર તેમની એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેમની અલગ સ્ટાઈલ અને શોખ માટે પણ ઓળખે છે.

તમારામાંથી ખૂબ ઓછા લોકો જાણતા હશે કે જ્યારે રાજેશ ખન્ના પાસે કાર હતી ત્યારે મોટી-મોટી હસ્તીઓ પાસે પણ પોતાની કાર ન હતી. આ ઉપરાંત તેમને નોકરોને પણ અવારનવાર મોંઘી ગિફ્ટ આપવાનું પસંદ હતું.

સલમાન ખાનના પિતા સલીમ ખાનના કહ્યા મુજબ રાજેશ ખન્નાનું દિલ ખૂબ મોટું હતું તે ઘણીવખત ખુશ થઈને સ્ટાફના લોકોને મકાન પણ બનાવી આપતા હતા. આ ઉપરાંત તેમણે ઘણા લોકોને કાર પણ ગિફ્ટ કરી છે. તેમણે એક સમયે પોતાના પ્રિય મિત્ર નરેન્દ્ર બેદીને પણ કાર ગિફ્ટ કરી હતી.

આ ઉપરાંત રાજેશ ખન્નાને પાર્ટી કરવી પણ ખૂબ પસંદ હતું. સાંજના સમયે તેમના ઘરે અવારનવાર મહેફિલ થતી હતી. આટલું જ નહીં પરંતુ તેમની પાર્ટીમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ અને તમામ પ્રખ્યાત ચેહરાઓ શામેલ થતા હતા.

વિલાસ ઘાટેને રાજેશ ખન્નાના સૌથી મોટા ફેન માનવામાં આવે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન વિલાસ ઘાટેએ જણાવ્યું હતું કે રાજેશ ખન્ના આફ્રિકન હાથીના વાળમાંથી બનેલું કડું પહેરતા હતા. તેમણે જણાવ્યું કે જ્યારે રાજેશ ખન્ના પોતાના હાથમાં આ કડું પહેરતા હતા તે દિવસોમાં આવી ચીજો પર કોઈ પ્રતિબંધ ન હતો.

નોંધપાત્ર છે કે અંજુ મહેન્દ્ર રાજેશ ખન્નાની પહેલી ગર્લફ્રેન્ડ રહી ચુકી છે, જેને તે ફ્લેટ પણ ગિફ્ટ કરી ચુક્યા છે. આ ઉપરાંત રાજેશ ખન્નાનો બંગલો આશીર્વાદ પણ એક સમયે ખૂબ જ લોકપ્રિય રહ્યો છે. આ બંગલો તેમણે ત્યારના સુપરસ્ટાર રાજેન્દ્ર કુમાર પાસેથી ખરીદ્યો હતો. તમને જણાવી દઈએ કે આશીર્વાદ ખૂબ જ લક્ઝરી બંગલો છે, પરંતુ રાજેશ ખન્નાના મૃત્યુ પછી હવે તેમનો બંગલો વેચાઈ ચુક્યો છે.