ફિલ્મ ‘બાહુબલી’ દ્વારા અપાર સફળતા મેળવનાર સાઉથ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડિરેક્ટર એસએસ રાજામૌલી દિગ્ગજ ડિરેક્ટરોની ગણતરીમાં આવે છે. જે રીતે એસએસ રાજામૌલી પોતાની ફિલ્મોની સ્ટોરી લોકો સુધી પહોંચાડે છે તે પ્રશંસનીય છે. સાથે જ બોક્સ ઓફિસ પર તેમની ફિલ્મો ધૂમ મચાવે છે. આટલું જ નહીં પરંતુ ચાહકોની વચ્ચે પણ રાજામૌલીની ફિલ્મોને લઈને ખૂબ ઉત્સાહ રહે છે. આ દિવસોમાં રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘RRR’ રીલિઝ થઈ ચુકી છે અને તેણે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે.
આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર, રામ ચરણ તેજા અને બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અજય દેવગણ જેવા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે રાજામૌલી એક એવા ડિરેક્ટર છે જે પોતાની ફિલ્મો માટે ખૂબ હેડલાઈન્સમાં રહે છે. પરંતુ તે ક્યારેય પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં નથી રહ્યા. આ દરમિયાન અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એસએસ રાજામૌલીની લવ સ્ટોરી વિશે, કેવી રીતે તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને કેવી રીતે તે પોતાનો પ્રેમ મેળવવામાં સફળ રહ્યા.
એસએસ રાજામૌલીનો પરિવાર: જણાવી દઈએ કે, કર્ણાટકના રાયપુર જિલ્લાના અમરેશ્વર કેમ્પમાં રાજામૌલીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ કેકે વિજય પ્રસાદ છે જ્યારે તેમની માતાનું નામ રાજનંદિની છે. સાથે જ રાજામૌલીનું પૂરું નામ કોડુરુ શ્રીશૈલા શ્રી રાજામૌલી છે. માત્ર રાજામૌલી જ નહીં પરંતુ તેમના કઝિન ભાઈ એમએમ કિરવાણી પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તે સંગીતકાર તરીકે કામ કરે છે. આ ઉપરાંત તેમના અન્ય કઝિન ભાઈ કલ્યાણ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, તે પણ એક મ્યૂઝિક કંપોઝર છે.
આવી રીતે શરૂ થઈ હતી રાજામૌલીની કારકિર્દી: જણાવી દઈએ કે, રાજામૌલીએ પોતાની કારકિર્દીની શરૂઆત નાના પડદાથી કરી હતી. તેમણે સૌથી પહેલા ETV પર રાઘવેન્દ્ર રાવ સાથે ટીવી શો ડાયરેક્ટ કર્યો હતો. ત્યાર પછી તેણે ટીવી સીરીઝ ‘સાંથી નિવાસમ’નું નિર્દેશન કર્યું. ત્યાર પછી તેણે વર્ષ 2001 માં ફિલ્મ ‘સ્ટુડન્ટ નંબર વન’ બનાવી, જેમાં પ્રખ્યાત અભિનેતા જુનિયર એનટીઆર એ મુખ્ય ભુમિકા નિભાવી હતી આ પછી રાજામૌલીએ પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મો કરી પરંતુ વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘સિરુથાઈ’થી તેમને ખૂબ લોકપ્રિયતા મળી.
આ જ ફિલ્મની એક બોલિવૂડ રિમેક પણ બની છે જેમાં પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમાર જોવા મળ્યા હતા અને આ ફિલ્મનું નામ ‘રાવડી રાઠોર’ હતું. ત્યાર પછી રાજામૌલીએ પોતાની કારકિર્દીમાં વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાહુબલી’નું નિર્દેશન કર્યું. આ ફિલ્મમાં તેની સાથે પ્રખ્યાત અભિનેતા પ્રભાસ જોવા મળ્યા હતા. માત્ર પ્રભાસને જ નહીં પરંતુ ફિલ્મના ડિરેક્ટર રાજામૌલીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટી સફળતા મળી.
પરિણીત મહિલાને દિલ આપી બેઠા હતા રાજામૌલી: જણાવી દઈએ કે રાજામૌલી પોતાના કઝિન ભાઈ એમએમ કિરવાનીની પત્ની શ્રીવલ્લીની નાની બહેનને દિલ આપી બેઠા હતા. તેમની પત્નીનું નામ રમા છે. ખરેખર રમા પહેલાથી જ પરિણીત હતી, પરંતુ વર્ષ 2000માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તે એક પુત્રની માતા પણ હતી અને તેને પોતાના પુત્રની કસ્ટડી મળી હતી. રમના આ કપરા સમયમાં રાજામૌલી હંમેશા તેમની સાથે રહ્યા હતા.
આવી સ્થિતિમાં ધીમે ધીમે આ બંને વચ્ચે પ્રેમ વધવા લાગ્યો અને તેમણે કોર્ટ મેરેજ કરી લીધા. રિપોર્ટનું માનીએ તો રમા રાજામૌલી માટે ડ્રેસ ડિઝાઇનરનું કામ કરે છે. એસએસ રાજામૌલીના પુત્ર કાર્તિકેય સિનેમાટોગ્રાફીના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. આ ઉપરાંત કપલે એક ગર્લ ચાઈલ્ડ મયુખાને પણ દત્તક લીધી છે.