કંઈક આ રીતે શરૂ થઈ હતી શિલ્પા-રાજની લવ સ્ટોરી, લગ્ન કરવા માટે પહેલી પત્નીને આપ્યા હતા છુટાછેડા

બોલિવુડ

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલીસે ગઈકાલે રાત્રે ધરપકડ કરી હતી. રાજ કુંદ્રાની ધરપકડ પોનોગ્રાફી કેસમાં થઈ છે અને તેમને આજે કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે.

રાજ કુંદ્રા ખૂબ મોટો બિઝનેસમેન છે અને તેની કુલ સંપત્તિ 400 મિલિયન ડોલરથી વધુ એટલે કે 2700 કરોડથી પબ વધુ છે. તે શિલ્પા સાથે લગ્ન કરતા પહેલા તે લંડનમાં રહેતા હતા. લગ્ન કર્યા પછી તે લંડનથી મુંબઇ શિફ્ટ થઈ ગયા.

આ રીતે શરૂ થઈ લવ સ્ટોરી: લંડનમાં રાજની મુલાકાત શિલ્પા સાથે થઈ હતી. ત્યાર પછી બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. ઘણાં વર્ષો સુધી ડેટિંગ પછી રાજ અને શિલ્પાએ લગ્ન કર્યા હતા. ખરેખર વર્ષ 2007 માં શિલ્પાએ યુકે બેસ્ડ રિયાલિટી શો ‘બિગ બ્રધર’ ની સીઝન 5 માં ભાગ લીધો હતો અને આ શો જીત્યો પણ હતો. આ શો પછી લંડનમાં શિલ્પા શેટ્ટીની મુલાકાત પરણિત બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે થઈ હતી. જે શિલ્પા શેટ્ટીના નામથી બનેલા પરફ્યુમના પ્રમોશનમાં તેની મદદ કરી રહ્યા હતા. જોત જોતામાં બંનેની નિકટતા વધવા લાગી. એવું કહેવામાં આવે છે કે અફેરના દિવસોમાં રાજ કુંદ્રા શિલ્પા શેટ્ટીને એકથી એક મોંઘી ગિફ્ટ આપતા હતા.

પહેલી પત્નીને આપ્યા છૂટાછેડા: શિલ્પા સાથે લગ્ન કરવા માટે રાજે તેની પહેલી પત્ની કવિતા સાથે બધા સંબંધ તોડી નાખ્યા અને છૂટાછેડા લીધા હતા. કવિતા અને રાજને એક પુત્રી પણ છે. જે તેની માતા સાથે લંડનમાં રહે છે. તાજેતરમાં જ કવિતાએ મીડિયામાં એક નિવેદન પણ આપ્યું હતું. જેમાં તેણે પોતાના લગ્ન તૂટવા પર શિલ્પા શેટ્ટીને જવાબદાર જણાવી હતી. શિલ્પા પર આરોપ લગાવતા કવિતાએ કહ્યું હતું કે શિલ્પા સાથે નિકટતા વધ્યા પછી રાજ તેના પર છુટાછેડા માટે દબાણ કરવા લાગ્યા હતા. કવિતાએ શિલ્પાને હોમ બ્રેકર પણ જણાવી હતી.

જોકે કવિતાના આ નિવેદન પર રાજ કુંદ્રાએ પણ રિએક્શન આપ્યા હતા અને કવિતાના પાત્ર પર સવાલો ઉભા કર્યા હતા. રાજે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે શિલ્પા શેટ્ટીને કારણે કવિતાને છૂટાછેડા આપ્યા નથી. કવિતાનું તેના જિજુ સાથે અફેર હતું. જેના કારણે તે કવિતાથી અલગ થઈ ગયો અને કવિતા સાથે છૂટાછેડા લીધા.

2003 માં થયા હતા કવિતા અને રાજના લગ્ન: રાજ કુન્દ્રા અને કવિતાના લગ્ન વર્ષ 2003 માં થયા હતાં. લગ્ન પહેલા આ બંને એક લાંબા રિલેશનમાં હતા. કવિતા લંડનના બિઝનેસમેન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જો કે કવિતા અને રાજના લગ્ન લાંબા સમય સુધી ચલ્યા ન હતા અને 3 વર્ષ પછી બંને અલગ થઈ ગયા હતા. વર્ષ 2006 ડિસેમ્બર માં બંનેના છુટાછેડા થયા હતા.

છૂટાછેડાના ત્રણ વર્ષ પછી રાજે 2009 માં શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા. રાજ અને શિલ્પાના લગ્ન મુંબઈથી 100 કિલોમીટર દૂર આવેલા ખંડાલામાં થયા હતા. આ જગ્યા પર શિલ્પા શેટ્ટીના ખાસ મિત્રનું ફાર્મ હાઉસ હતું. જ્યાં તેણે લગ્ન કર્યાં હતા. લગ્ન પરંપરાગત ધાર્મિક વિધિઓ અને ખૂબ જ ધામધૂમ સાથે થયાં હતા.