અક્ષય-સલમાનથી પણ વધુ છે રાજ કુંદ્રાની સંપત્તિ, જાણો કુલ કેટલા કરોડની સંપત્તિના માલિક છે રાજ કુંદ્રા

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને વિદેશમાં ઓળખ ધરાવતા પ્રખ્યાત બિઝનેસમેન રાજ કુંદ્રા મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. જેના કારણે તેને જેલની હવા પણ ખાવી પડી શકે છે. ખરેખર રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ મુંબઇ પોલીસે ધરપકડ કરી છે. રાજ કુંદ્રાની ધરપકડ સોમવારે રાત્રે તેમના ઘરેથી થઈ છે.

જણાવી દઈએ કે રાજને તાજેતરમાં 23 જુલાઇએ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. ત્યાર પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોતાના પતિને બચાવવા માટે શિલ્પા શેટ્ટી તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે. મળતી માહિતી મુજબ તે પતિ માટે દેશના સૌથી મોટા વકીલોના સંપર્કમાં છે.

જણાવી દઈએ કે રાજ કુંદ્રા ખૂબ મોટા અને પ્રખ્યાત બિઝનેસમેન છે, તેમની પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે. જો કે અહીં સુધી પહોંચવા માટે તેમણે ખૂબ જ સંઘર્ષ અને સખત મહેનત કરી છે. શરૂઆતમાં, તે શાલ વેચવાનું કામ કરતા હતા અને પછી ધીરે ધીરે અમીરોના લિસ્ટમાં શામેલ થતા ગયા.

આજે તેની પાસે પુષ્કળ સંપત્તિ છે. જે હિન્દી સિનેમાના મોટા સુપરસ્ટાર્સ પાસે નથી. ચાલો આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે શાલ વેચનાર રાજ કુંદ્રા અબજો રૂપિયાના માલિક બની ગયા.

રાજ કુંદ્રા નો જન્મ 9 સપ્ટેમ્બર 1975 ના રોજ લંડન (યુનાઇટેડ કિંગડમ) માં થયો હતો. તેના પિતા લુધિયાણાના હતા. પછી તે લંડન શિફ્ટ થઈ ગયા હતા. લંડનમાં જન્મેલા રાજ કુંદ્રાનો જન્મ પણ લંડનમાં થયો હતો. મળતી માહિતી મુજબ લંડનમાં રાજના પિતા એક બસ કંડક્ટર હતા. જ્યારે તેની માતા ચશ્માની દુકાનમાં ચશ્મા વેચવાનું કામ કરતી હતી. સમયની સાથે રાજના પિતાએ એક નાના બિઝનેસની શરૂઆત કરી.

રાજ કુંદ્રાએ 18 વર્ષની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કર્યું. તે દુબઇ ગયા અને ત્યાર પછી ત્યાંથી નેપાળ જવા રવાના થયા. અહીંથી તેણે પશ્મિની શાલ ખરીદી અને પછી તેને બ્રિટનના મોટા ફેશન હાઉસમાં વેચવાનું શરૂ કર્યું. તેનાથી તેમને ઘણો ફાયદો થયો. ત્યાર પછી તેણે દુબઈમાં એસેન્શિયલ જનરલ ટ્રેડિંગ કંપની શરૂ કરી. અહીં પણ તેને સફળતા મળવા લાગી અને પછી તેણે બોલિવૂડમાં રોકાણ કર્યું. રાજ કુંદ્રાએ બોલિવૂડ ફિલ્મોના પ્રોડક્શનમાં પૈસા લગાવવાનું શરૂ કર્યું.

રાજ કુંદ્રા ધીમે ધીમે કરોડો અને ત્યાર પછી અબજો રૂપિયાની સંપત્તિના માલિક બની ગયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજ કુંદ્રા આજે 2800 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. જણાવી દઈએ કે અક્ષય કુમાર, સલમાન ખાન, આમિર ખાન જેવા બોલિવૂડના સુપરસ્ટાર્સ પાસે પણ આટલી સંપત્તિ નથી. રાજ કુન્દ્રા વર્ષ 2004 માં બ્રિટનના 198 માં સૌથી અમીર વ્યક્તિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

રાજ કુંદ્રાની પર્સનલ લાઈઅની વાત કરીએ તો 45 વર્ષીય રાજ કુંદ્રાએ વર્ષ 2003 માં લગ્ન કર્યા હતા. બંનેની એક પુત્રી હતી જેનું નામ ડેલીના છે. જોકે રાજ અને કવિતા વચ્ચેના સંબંધ લાંબા સમય સુધી ચાલી શક્યા નહીં. વર્ષ 2005 માં બંનેના છૂટાછેડા થયા હતા. ત્યાર પછી, વર્ષ 2009 માં રાજે હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા. રાજ અને શિલ્પાને એક પુત્ર અને એક પુત્રી છે.