રાજ બબ્બરની પુત્રી જૂહી છે ખૂબ જ સુંદર, તેની સુંદરતા આગળ ફિક્કી છે બોલીવુડની અભિનેત્રીઓ, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

અભિનેતા રાજ બબ્બરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક અલગ જ નામ બનાવ્યું છે. ભલે આજે તે ફિલ્મોમાં જોવા નથી મળતા, પરંતુ તે પોતાના સમયના દિગ્ગઝ અભિનેતા રહ્યા છે. હાલના સમયમાં પણ રાજ બબ્બર કોઈ ઓળખના મોહતાજ નથી. રાજ બબ્બર પોતાની સ્ટાઈલ અને એક્ટિંગ માટે પ્રખ્યાત છે. રાજ બબ્બરે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી એવી ફિલ્મો કરી છે, જેને લોકો આજે પણ જોવાનું પસંદ કરે છે.

રાજ બબ્બરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1977માં ફિલ્મ “કિસ્સા કુરસી કા” થી કરી હતી. ત્યાર પછી તેણે હિન્દી સિનેમામાં ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી. તેને હિન્દી સિનેમામાં સાચી ઓળખ ફિલ્મ ‘નિકાહ’થી મળી હતી. રાજ બબ્બરે ઈન્સાફ કા તરાજુ, પ્રેમ ગીત, નિકાહ, વારિસ, સંસાર, એતબાર, અગર તુમ ના હોતે જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. રાજ બબ્બર ઘણી ફિલ્મોમાં કામ કર્યા પછી રાજકારણ તરફ વળ્યા.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા રાજ બબ્બરે પોતાની એક્ટિંગથી ખૂબ ધૂમ મચાવી હતી. તમે બધા રાજ બબ્બરની પ્રોફેશનલ લાઈફ વિશે જાણતા હશો, પરંતુ આજે અમે તમને તેમની પુત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની સુંદરતા જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

હા, રાજ બબ્બરની પુત્રીનું નામ જુહી બબ્બર છે. રાજ બબ્બરની પુત્રી પણ કોઈ મોટા સ્ટારથી ઓછી નથી. જુહીની લેટેસ્ટ તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જુહીની તસવીરો જોયા પછી ચાહકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે.

રાજ બબ્બરની પુત્રી જુહી છે ખૂબ જ સુંદર: બોલિવૂડના ખતરનાક વિલન રાજ બબ્બરની પુત્રી જુહી બબ્બરની પર્સનલ લાઈફ પણ લાઈમલાઈટમાં રહી છે. જુહી બબ્બરની ગ્લેમરસ સ્ટાઇલ હેડલાઇન્સમાં રહે છે. જુહી બબ્બર લુકમાં ખૂબ જ સુંદર લાગે છે. તે પોતાની સુંદરતાથી કહેર ફેલાવે છે. જુહી બબ્બરની લેટેસ્ટ તસવીરો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, તેમાં જોઈ શકાય છે કે જુહી ખૂબ જ સ્ટાઇલિશ છે. તેની ફેશન સ્ટાઈલ અને લુક કોઈ સ્ટારથી ઓછી નથી.

તમને જણાવી દઈએ કે જુહી બબ્બરે ફિલ્મોની સાથે સાથે ટેલિવિઝન પર પણ કામ કર્યું છે. તેણે વર્ષ 2003માં આવેલી ફિલ્મ “કાશ આપ હમારે હોતે” દ્વારા બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ ફિલ્મી દુનિયામાં તે વધુ સફળતા મેળવી શકી નહિં. જુહી બબ્બર પંજાબી ફિલ્મ ‘યારા નાલ બહરૈલ’માં પણ જોવા મળી ચુકી છે. આટલું જ નહીં પરંતુ આ ફિલ્મ પછી તે ફ્લેક્શન્સ, ઉન્નસ લભ ફોરએવર અને આઈટી’સ માય લાઇફમાં જોવા મળી ચુકી છે.

જુહી બબ્બરે ફિલ્મો ઉપરાંત સિરિયલોમાં પણ કામ કર્યું છે. તે ‘ઘર કી બાત હૈ’ માં જોવા મળી ચુકી છે. ભલે જુહી બબ્બર ફિલ્મોમાં જોવા મળી હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાના ચાહકોની વચ્ચે પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે, જે ટૂંક સમયમાં જ વાયરલ થઈ જાય છે.

જુહી બબ્બર પોતાની જે તસવીરો શેર કરે છે તે તસવીરો જોઈને ચાહકો ખૂબ પોતાના રિએક્શન આપે છે. સાથે જ જૂહી બબ્બરની લેટેસ્ટ તસવીર જોઈને એક ચાહકે કમેન્ટ કરતા કહ્યું કે ‘શું વાત છે, તમે કેટલા સુંદર છો.’ સાથે જ એક બીજા ચાહકે કમેંટ કરતા લખ્યું કે ‘તમારી સુંદરતા જોઈને વિશ્વાસ આવી રહ્યો નથી.’