જાણો એક એવી જગ્યા વિશે જ્યાં ધરતીની સાથે સાથે આકાશમાંથી પણ વરસે છે આગ

Uncategorized

પૃથ્વી પર એવી ઘણી જગ્યા છે, જેની અંદર ઘણા રહસ્યો છે. આ જગ્યામાંથી એક જગ્યાનું નામ ડાનાકિલ ડિપ્રેસન છે. તે ઉત્તર આફ્રિકાના ઇથિયોપિયા નામના દેશમાં આવેલું છે. અહીં ઘરમ પાણીના ઘણા ઝરણા છે, જે સમયાંતરે જ્વાળામુખીની જેમ ફૂટે છે. આ કારણે અહીં હંમેશા જ્વાલામુખીની ક્રિયાઓ થતી રહે છે. ઝરણાં ફૂટવાનું કારણ અહીં થતો આગનો વરસાદ છે.

ડાનાકિલ ડિપ્રેસન મોટા પ્રમાણમાં પોટેશિયમ સોલ્ટ અને સલ્ફર ઉત્પન્ન કરે છે. આને કારણે તેની આસપાસની જમીન લાલ, પીળી, નારંગી અને સફેદ રંગની થઈ ગઈ છે. જણાવી દઈએ કે ડાનાકિલ ડિપ્રેસન સમુદ્ર સપાટીથી 125 મીટર નીચે આવેલું છે.

આ જગ્યા પર ત્રણ ટેક્ટોનિક પ્લેટો હાજર છે. આ પ્લેટો આ સ્થાનને ખાસ બનાવે છે. ટેક્ટોનિક મૂવમેંટને કારણે, આ પ્લેટો દર વર્ષે એકબીજાથી 1 અથવા 2 સેન્ટિમીટર દૂર ખસી રહી છે. આ પ્લેટો ખસવાથી અહીં તિરાડો આવી રહી છે. આ કારણે પૃથ્વીની અંદરથી ગરમ લાવા બહાર આવે છે અને જ્વાળામુખીની પ્રવૃત્તિમાં તેજી જોવા મળે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે થોડા સમય પછી અહીં એક ઉંડો ખાડો થઈ જશે, જેને દરિયાનું પાણી સંપૂર્ણ રીતે ભરી દેશે.

વૈજ્ઞાનિકોને અહીં સંશોધન કરતા લાખો વર્ષ પહેલા અવશેષો મળી આવ્યા છે. ડાનાકિલ ડિપ્રેસનનું સરેરાશ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહે છે. ઘણી વખત અહીંનું તાપમાન 55 ડિગ્રી સુધી પહોંચે છે. જ્યારે જ્વાળામુખીની ક્રિયાઓ તીવ્ર હોય છે. તે સમય દરમિયાન અહીંનું તાપમાન 125 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. આ કારણોસર આ જગ્યાને ગેટવે ઓફ હેલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અહીં હંમેશા ગરમ વાતાવરણ રહે છે. આ ગરમ વાતાવરણ વૈજ્ઞાનિકોને એ જાણવામાં મદદ કરી શકે છે કે બીજા ગ્રહ અને ચંદ્રમા પર જીવન કેવી રીતે શક્ય બની શકે છે? ડાનાકિલ ડિપ્રેશન ઈથિયોપિયા ના અફાર ટ્રાએંગલના ઉત્તર ભાગમાં આવેલું છે.