પત્ની આથિયા શેટ્ટી સાથે કેએલ રાહુલ એ કર્યા મહાકાલના દર્શન, ગર્ભગૃહમાં પૂજા કરીને લીધા બાબાના આશીર્વાદ

બોલિવુડ

મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન શહેરમાં આવેલા મહાકાલેશ્વર મંદિર વિશે દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે. આ મંદિરને ભારતના 12 જ્યોતિર્લિંગોમાંથી એક માનવામાં આવે છે. મહાકાલેશ્વર મંદિરમાં VIP લોકોની ભીડ રહે છે. રાજકારણીઓ હોય, ફિલ્મ અભિનેતા હોય, ઉદ્યોગપતિ હોય કે ટીવી કલાકારો હોય, બધા ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા ઉજ્જૈન આવે છે. આ મંદિરમાં હંમેશા ભક્તોની મોટી ભીડ રહે છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ તેમની પત્ની અને અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે રવિવારે મહાકાલના દરબારમાં પહોંચ્યા હતા. બંનેએ ભસ્મ આરતીમાં શામેલ થઈને ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા હતા.

તમને જણાવી દઈએ કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીની લાડલી પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટ ખેલાડી કેએલ રાહુલ તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. લગ્નના એક મહિના પછી બંને બાબા મહાકાલના આશીર્વાદ લેવા તેમના શરણમાં પહોંચ્યા. બંનેએ ગર્ભગૃહમાં બાબા મહાકાલને જળ અર્પણ કર્યું. મંદિરના આશિષ પૂજારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફિલ્મ સ્ટાર સુનીલ શેટ્ટીની પુત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી કેએલ રાહુલ લગ્ન પછી પહેલી વખત બાબા મહાકાલના દરબારમાં પહોંચ્યા છે.

મંદિરના આશિષ પૂજારી અને સંજય પૂજારીએ પૂજા કરાવી હતી. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલને મંદિર અને ઉજ્જૈનના મહત્વ વિશે મહાકાલ મંદિરના આશિષ પૂજારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. મહાકાલના દર્શન દરમિયાન કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી પરંપરાગત ડ્રેસમાં મંદિરમાં આવ્યા હતા. આશિષ પૂજારીના જણાવ્યા મુજબ, તેમણે વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરી હતી અને સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટીમ બને તે માટે પણ બાબા મહાકાલ પાસે પ્રાર્થના કરી હતી. સાથે જ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ મહાકાલ મંદિરની મુલાકાત વખતે મીડિયાથી અંતર રાખ્યું હતું.

તમને જણાવી દઈએ કે વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલનું ધામ લાખો ભક્તોની આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. સામાન્ય હોય કે ખાસ, દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી બાબાના ધામમાં દર્શન કરવા આવે છે. મહાકાલના દરબારમાં દરરોજ VIP અને VVIP લોકો દર્શન માટે આવતા-જતા રહે છે. આ દરમિયાન આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ પણ લગ્નના 1 મહિના પછી દર્શનનો લાભ લેવા પહોંચ્યા હતા. કેએલ રાહુલ મંદિરમાં ધોતી સોલા અને આથિયા શેટ્ટી પીળી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

23 જાન્યુઆરીએ થયા હતા લગ્ન: તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લગભગ 4 વર્ષથી રિલેશનશિપમાં હતા. આ બંનેની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. વાતચીત શરૂ થઈ અને બંને મિત્રો બની ગયા. સાથે સમય પસાર કરતા બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને બંને સિક્રેટ રિલેશનશિપમાં આવી ગયા. આ બંને હંમેશા લાઈમલાઈટમાં રહ્યા પરંતુ તેમને પોતાના સંબંધને સીક્રેટ રાખવાના તમામ પ્રયત્ન કર્યા. ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને ફિલ્મ અભિનેત્રી આથિયા શેટ્ટી છેવટે 23 જાન્યુઆરીએ અભિનેતા સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્નના બંધનમાં બંધાયા હતા.