રાહુલ વૌદ્યએ સૌથી છૂપાઈને પોતાની ગર્લફ્રેંડ દિશા પરમાર સાથે કર્યા લગ્ન, જુવો તેની તસવીરો

બોલિવુડ

ટીવીનો સૌથી વિવાદિત રિયાલિટી શો બિગ બોસ માંથી નિકળ્યા પછી પણ તેમાં સામેલ થયેલા સ્પર્ધકોની લાઈફ ચર્ચામાં રહે છે. કેટલાક મહિના પહેલા, બિગ બોસ 14 સીઝન સમાપ્ત થઈ. આ સીઝનને રુબીના દિલાઈકે પોતાના નામે કરી હતી. આ સાથે આ સિઝનમાં જો કોઈનું નામ થયું તો તે છે સિંગર રાહુક વૈદ્ય. રાહુલે જબરદસ્ત રમત રમી હતી. આ કારણે, તે આ સિઝનનો પહેલો રનર-અપ બન્યો હતો.

બિગ બોસ 14 સમાપ્ત થયા પછી પણ રાહુલ ચર્ચામાં રહે છે. કેટલીકવાર સલમાન ખાન દ્વારા આપેલી સાયકલ ચલાવવાને કારણે. તો કેટલીકવાર પોતાની ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે હેલિકોપ્ટરમાં ફરવા જવાને કારણે. તેની ગર્લફ્રેન્ડ સૌથી પહેલા બિગ બોસમાં જોવા મળી હતી. આ દિવસોમાં રાહુલ વૈદ્ય અને દિશા પરમાર ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચિત કપલ છે.

બિગ બોસ 14 માં રાહુલ વૈદ્યે જાહેરમાં અભિનેત્રી દિશા પરમારને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. જેનો જવાબ દિશાએ હા માં આપ્યો હતો. ત્યારથી દરેક તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવા જઇ રહ્યા છે. આ સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર લગ્નના સમાચારો અને તે બંનેની તસવીર વાયરલ થઈ રહી છે. ત્યાર પછી સમાચાર આવી રહ્યા છે કે આ બંનેએ લગ્ન કરી લીધા છે.

રાહુલ વૈદ્ય અને દિશા પરમારની આ વાયરલ તસવીરો જોયા પછી, બધાના મનમાં એક જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું આ કપલે લગ્ન કરી લીધા છે. કારણ કે આ તસવીરો કંઈક આવ જ ઇશારો કરી રહી છે. સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાતી, આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે રાહુલ અને દિશા લગ્નના ડ્રેસમાં છે અને બંને દુલ્હા-દુલ્હન બનીને મંડપમાં જોવા મળી રહ્યા છે. આ તસવીર જોયા પછી લોકો પૂછી રહ્યા છે કે શું આ કપલ ગુપ્ત રીતે લગ્ન કરી રહી છે. કોઈને કહ્યા વગર અને કોઈને બોલાવ્યા વગર.

આ છે આ બાબતનું સંપૂર્ણ સત્ય: ખરેખર આ કપલ હાલમાં લગ્ન કરી રહી નથી. વાત એ છે કે સિંગર રાહુલ વૈદ્ય અને દિશા પરમાર એક મ્યુઝિક વીડિયોમાં એક સાથે જોવા મળશે. આ વીડિયો માટે ઉત્તર ભારતમાં શૂટિંગ થઈ રહ્યું છે. આ તસવીરોમાં અભિનેત્રી દિશા પરમાર પિંક કલરના વેડિંગ લહેંગામાં ખૂબ જ સુંદર દુલ્હન લાગી રહી છે. દિશાનો લુક ખૂબ જ એલિગેંટ હતો. તેણે ભારે જ્વેલરી અને ન્યુડ મેકઅપ કેરી કર્યો છે. રાહુલ પણ ક્રીમ કલરની શેરવાની ઉપર ગુલાબી પાઘડી પહેરેલો જોવા મળ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ જૂનમાં રાહુલ અને દિશા લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જેની તૈયારીઓ પણ બંનેએ શરૂ કરી દીધી છે, બંને એકબીજા સાથે એન્જોય કરતા ખૂબ જ ખુશ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.