રાહુલ વૈદ્યએ કરી લીધા ગર્લફ્રેંડ દિશા સાથે લગ્ન, તસવીર શેર કરીને લખ્યું આ સુંદર કેપ્શન અને ચાહકો આપી રહ્યા છે અભિનંદન

બોલિવુડ

ટીવીના પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસ 14 થી હેડલાઇન્સમાં આવેલા રાહુલ વૈદ્યના ચાહકો માટે એક નવા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી એક સમાચાર આવી રહ્યા હતા કે રાહુલ વૈદ્ય તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે, હવે લાગે છે કે, દિશા અને રાહુલ હંમેશા માટે એકબીજાના થઈ ગયા છે.

ખરેખર, સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં રાહુલ વૈદ્ય દુલ્હો અને દિશા પરમાર દુલ્હન બનેલી જોવા મળી રહી છે. આ તસવીરો વાયરલ થતાંની સાથે જ ચાહકોને એક ઈશારો મળી ગયો છે કે આ કપલે લગ્ન કરી લીધાં છે. આટલું જ નહિં રાહુલ વૈદ્યએ પણ સોશિયલ મીડિયા દ્વારા આ વાત તરફ ઈશારો કર્યો છે કે તે અને દિશા હવે એક થઈ ગયા છે.

જણાવી દઈએ કે, દિશા અને રાહુલનો સંબંધ બિગ બોસ 14 થી ચર્ચામાં છે. બંને અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. જ્યાં રાહુલ ગુડ લુકિંગ છે, તો દિશા પણ કોઈ બોલિવૂડ અભિનેત્રી જેવી લાગે છે. હાલમાં આ કપલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં બંને સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

જણાવી દઈએ કે, રાહુલ વૈદ્યએ પોતે જ પોતાના સિશિયલ મીડિયા એકાઉંટ પર પોતાની અને એક દિશાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં બંને એકબીજા તરફ જોઈ રહ્યાં છે. રાહુલ ક્રીમ કલરની શેરવાનીમાં જોવા મળી રહ્યો છે, તો દિશા પરમાર પિંક કલરના લહેંગામાં જોવા મળી રહી છે. બંને એક સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા રાહુલે લખ્યું છે કે, ‘ન્યુબેગિનિંગ્સ અને માધાન્ય.

સોશિયલ મીડિયા પર મળી રહ્યા છે અભિનંદન: સોશિયલ મીડિયા પર રાહુલ અને દિશાની તસવીર વાયરલ થઈ છે. આ તસવીરને 24 કલાકમાં 5 લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે. ચાહકો પણ કપલને અભિનંદન આપવા લાગ્યા છે. જોકે હજી પણ ઘણા લોકોને તેને લઈને સસ્પેન્સ છે કે બંનેએ લગ્ન કર્યા છે કે આ તસવીર બંનેના કોઈ નવા પ્રોજક્ટનો ભાગ છે. ઠીક છે આ વાત પરથી ટૂંક સમયમાં પડદો ઉઠી જશે. ઘણા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ તસવીર બંનેના એક ન્યૂ મ્યુઝિક વીડિયોનો ભાગ છે.

બિગ બોસના ઘરમાં કર્યો હતો પ્રપોઝ: નોંધપાત્ર વાત એ છે કે રાહુલ વૈદ્ય બિગ બોસ 14 ના વિજેતા બનવાની સાથે સાથે ઘરના સૌથી ચર્ચિત સભ્યોમાંથી પણ એક છે. પોતાના પ્રેમ વિશે રાહુલે આખી દુનિયાને બિગ બોસ 14 ના ઘરમાં જ જણાવ્યું હતું. રાહુલે આ દરમિયાન દિશા પરમાર ને બિગ બોસ 14 માં તેના જન્મદિવસ પર પ્રપોઝ કર્યો હતો. દિશા એ રાહુલના પ્રપોઝને સ્વીકારીને બિગ બોસના ઘરમાં જ લગ્ન માટે હા પાડી હતી.