રાહુલ-દિશાના ઘરે પહોંચેલા કિન્નરોએ કર્યો કપલ સાથે ડાંસ, પછી અભિનંદનના નામ પર કરી આ માંગ

બોલિવુડ

સિંગર રાહુલ વૈદ્ય અને ટીવી અભિનેત્રી દિશા પરમાર આ મહિને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. રાહુલ-દિશાના લગ્ન અને પ્રી-વેડિંગ સેરેમનીમાં જાણીતા લોકો શામેલ થયા હતા. જેમણે આ કપલને આશીર્વાદ આપ્યા હતા. હવે તેમના ઘરે કિન્નર સમાજના લોકોએ આવીને તેમને સારા જીવનના અભિનંદન આપ્યા છે અને સાથે જ મોટી રકમ અને ગિફ્ટની માંગ પણ કરી. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિન્નર તેમના ઘરમાં આવીને ડાંસ કરતા જોવા મળી રહ્યા છે અને તેમની પાસે પૈસાની માંગ કરી રહ્યા છે.

રાહુલ-દિશાની ઉતારી નજર: લગ્ન પછી રાહુલ-દિશાને આશીર્વાદ આપવા માટે તેમના ઘરે તાજેતરમાં જ કિન્નર પહોંચ્યા હતા. જેમણે આશીર્વાદ આપવાની સાથે-સાથે આ કપલ સાથે ખૂબ ડાંસ કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં દિશા અને રાહુલ કિન્નર સાથે ડાંસ કરતા જોવા મળ્યા હતા. કિન્નર જ્યારે સવારે તેના ઘરે પહોંચ્યા ત્યારે તે સૂઈને ઉઠ્યા હતા. આ દરમિયાન દિશા અને રાહુલ બંને નાઈટ સૂટમાં હતા.

દિશા અને રાહુલે સારી રીતે ઘરમાં તેમનું સ્વાગત કર્યું. કિન્નરોએ રાહુલ-દિશા સાથે વાત પણ કરી અને અમે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જઈએ છીએ અને નવી કપલની આરતી ઉતારીએ છીએ. ત્યાર પછી અભિનંદન આપીએ છીએ.

આટલા પૈસાની કરી માંગ: રાહુલ વૈદ્ય અને દિશા પરમારને બેસાડીને, તેમણે પહેલા તેમની આરતી કરી અને નજર ઉતારી. આ ઉપરાંત તેમણે ઘણા ગીતો પણ ગાયાં. ગીત ગાયા પછી તેમણે તેમની પાસે અભિનંદન માંગ્યા. અભિનંદન માંગતા તેમણે કહ્યું કે જેવી પુત્રવધુ આવી છે તેવા જ અભિનંદન પણ લેશે.

અભિનંદન રૂપે તેમણે રાહુલ અને દિશા પાસે સવા લાખ રૂપિયાની માંગ કરી. તેમણે કહ્યું કે અમે સવા લાખ રૂપિયા અને સોનાની ઘણી ચીજો અભિનંદન તરીકે લઈશું. અમે કપિલ શર્મા, અમિતાભ બચ્ચન દરેકના ઘરે જઈએ છીએ અને ત્યાંથી પણ અભિનંદન લીધા છે. ત્યાર પછી રાહુલ અને દિશાએ તેમને પૈસા આપ્યા. જોકે તેમણે કેટલા પૈસા આપ્યા તેની માહિતી સામે આવી નથી.

નોંધપાત્ર વાત એ છે કે રાહુલ વૈદ્ય અને દિશા પરમાર 16 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાયા હતા. 33 વર્ષના રાહુલ વૈદ્ય કલર્સના રિયાલિટી શો ‘બિગ બોસ’માં જોવા મળ્યા હતા. આ શો દરમિયાન જ રાહુલે દિશાને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. તો શોમાં આવીને દિશા એ રાહુલ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો. ‘બિગ બોસ’ સમાપ્ત થયા પછીથી જ તેમના લગ્નની અટકળો ચાલી રહી હતી. હવે તેમણે લગ્ન કરી લીધા છે.

કોણ છે દિશા: દિશા એક ટીવી અભિનેત્રી છે અને કેટલાક નાટકમાં જોવા મળી ચુકી છે. 26 વર્ષની દિશાએ રાહુલ સાથે એક મ્યુઝિક વીડિયો પણ કર્યો છે અને આ સમય દરમિયાન તેઓ મિત્ર બની ગયા હતા. હવે આ મિત્રતા પતિ-પત્નીના સંબંધોમાં બદલાઈ ચુકી છે.