ભારતીય ક્રિકેટર રાહુલ ચાહર એ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેંડ ઈશાની સાથે ગોવામાં કર્યા ડેસ્ટિનેશન વેડિંગ, જુવો તેમના લગ્નની વાયરલ તસવીરો

રમત-જગત

લગ્નની આ સિઝનમાં, ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી અને પંજાબ કિંગ્સના સ્પિનર ​​રાહુલ ચાહર પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ ઈશાની સાથે 9 માર્ચ, 2022ના રોજ ગોવામાં ખૂબ જ ધામધૂમથી ડેસ્ટિનેશન વેડિંગ કર્યા છે.

આ દરમિયાન રાહુલ ચાહરની હલ્દી અને સગાઈની તસવીરો સામે આવી છે, જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ભારતીય ક્રિકેટર રાહુલ ચાહર પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ ઈશાની સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, જે એક ફેશન ડિઝાઈનર છે.

ક્રિકેટર રાહુલ ચહર ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓમાંથી એક છે અને તે IPL ટીમ પંજાબ કિંગના ખિલાડી પણ છે. રાહુલે વર્ષ 2019માં ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાનું શરૂ કર્યું હતું. આ દિવસોમાં રાહુલ અને ઈશાનીની પ્રી-વેડિંગ સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

22 વર્ષીય રાહુલ ચાહરે 12 ડિસેમ્બર, 2019 ના રોજ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી હતી, અને સાથે જ સગાઈના બે વર્ષ પછી, રાહુલ ચહરે 12 ડિસેમ્બર, 2021 ના ​​રોજ પોતાની એંગેજમેંટ એનિવર્સરી પર પોતાની સગાઈની એક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી જેમાં રાહુલ ચાહર પોતાની મંગેતર ઈશાનીના પ્રેમમાં ડૂબેલો જોવા મળી રહ્યો હતો. હવે સગાઈ પછી ઈશાની અને રાહુલ ચાહર 9 માર્ચ 2022ના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

નોંધપાત્ર છે કે 8 માર્ચ, 2022ના રોજ રાહુલ ચહર અને ઈશાનીની મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કપલની મહેંદી સેરેમની ગોવામાં ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી હતી અને રાહુલે પોતાની મહેંદી અને હલ્દી સેરેમનીની ઘણી તસવીરો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે જેમાં રાહુલ પોતાની મંગેતર ઈશાની સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. પોતાની પ્રી વેડિંગ સેરેમનીની તસવીરો શેર કરતા રાહુલે કેપ્શન લખ્યું છે કે, “ટૂંક સમયમાં જ અમારી, હંમેશા માટે શરૂઆત થશે! પહેલો દિવસ મહેંદીના રંગોથી ભરેલો, પ્રેમ ખીલી રહ્યો છે!!”

સામે આવેલી તસવીરોમાં ક્રિકેટર રાહુલ ચાહર ઓરેંજ કલરના શર્ટ સાથે મેચિંગ કોર્ટ અને બેજ કલરના ચૂડીદાર પેન્ટ પહેરેલા જોવા મળી રહ્યા છે અને તેની મંગેતર ઈશાની સફેદ ફ્લોરલ કલરના લહેંગામાં સુંદર લાગી રહી છે. ચાહકોને આ બંનેની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે.

તમને જણાવી દઈએ કે 9 માર્ચ, 2022ના રોજ ઈશાની અને રાહુલ ચાહરની હલ્દી સેરેમની પૂર્ણ થઈ છે, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી ચુકી છે. સાથે જ હલ્દી સેરેમની દરમિયાન, રાહુલ અને ઈશાની વ્હાઈટ અને યલો કલરના આઉટફિટમાં ટ્વિનિંગ કરતા ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં રાહુલ ચાહરની પ્રી વેડિંગ સેરેમનીની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

રાહુલ અને ઈશાની આજે 9 માર્ચ 2022ના રોજ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહ્યા છે અને આ લગ્નમાં રાહુલ અને ઈશાનીના પરિવારના સભ્યો અને કેટલાક ભારતીય ક્રિકેટરો પણ શામેલ થશે. અહેવાલો મુજબ રાહુલ ચાહર અને ઈશાનીના પરિવારના સભ્યો પશ્ચિમ ગોવાની ડબલ્યુ હોટેલ પહોંચી ગયા છે. 9 માર્ચ, 2022ના રોજ બપોરે, કપલની હલ્દી સેરેમની પૂર્ણ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 9 માર્ચ, 2022 ના રોજ લગ્ન કર્યા પછી, રાહુલ ચાહર અને ઈશાની 12 માર્ચ, 2022 ના રોજ આગ્રામાં એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે, જેમાં રમતગમત અને બોલિવૂડના તમામ સ્ટાર્સ પણ સામેલ થશે.