હનીમૂન પર નહિં જાય ન્યૂલી વેડ કપલ આથિયા શેટ્ટી- કેએલ રાહુલ, જાણો શું છે તેનું કારણ

બોલિવુડ

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી 23 જાન્યુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. અથિયાના પિતા અને બોલિવૂડના દિગ્ગજ કલાકાર સુનીલ શેટ્ટીએ પોતે જણાવ્યું છે કે લગ્ન પછી એક મોટું રિસેપ્શન પણ યોજાશે. પરંતુ આ રિસેપ્શન આઈપીએલ પછી થશે. આ સાથે રાહુલ અને આથિયાએ હનીમૂન પર જવાનું પણ હાલ પૂરતું કેન્સલ કરી દીધું છે.

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્ન અથિયાના પિતા અને અભિનેતા સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં થયા હતા, જેમાં લગભગ 100 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન પછી માત્ર રિસેપ્શન જ નહીં પરંતુ હનીમૂન પણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાહુલ અને અથિયાએ પોતાના કમિટમેંટ્સ અને વ્યસ્ત શેડ્યૂલને કારણે અત્યારે હનીમૂન પર જવાનું કેન્સલ કેન્સલ કરી દીધું છે. તેઓ હનીમૂન મે મહિનામાં પ્લાન કરી શકે છે. તેનું કારણ એ છે કે કેએલ રાહુલનું શેડ્યૂલ ખૂબ જ પેક છે.

જણાવી દઈએ કે કેએલ રાહુલને ફેબ્રુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હોમ ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ સીરીઝ માટે BCCIએ ટીમની ઘોષણા કરી દીધી છે, જેમાં રાહુલને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. સીરીઝની પહેલી ટેસ્ટ મેચ 9 થી 13 ફેબ્રુઆરી દરમિયાન નાગપુરમાં રમાશે.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝ પછી કેએલ રાહુલને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પણ રમવાનું છે. IPLમાં રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમના કેપ્ટન છે. આ IPL માર્ચના અંતથી મે મહિનાની શરૂઆત સુધી ચાલી શકે છે. આ જ કારણ છે કે રાહુલ આગામી ત્રણ મહિના ખૂબ જ વ્યસ્ત રહેવાના છે.

બીજી તરફ આથિયા શેટ્ટીએ તાજેતરમાં જ પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી છે. આવી સ્થિતિમાં તે પણ તેમાં વ્યસ્ત છે. રિપોર્ટ્સનું માનીએ તો રાહુલ અને આથિયા હનીમૂન માટે યુરોપ જશે. સાથે જ અથિયાના પિતા અને બોલિવૂડના દિગ્ગજ કલાકાર સુનીલ શેટ્ટીએ પોતે જણાવ્યું છે કે લગ્ન પછી એક મોટું રિસેપ્શન પણ યોજવામાં આવશે. પરંતુ આ રિસેપ્શન આઈપીએલ પછી થશે.

સુનીલ શેટ્ટીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પુત્ર અહાન સાથે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન સુનીલ શેટ્ટીએ ઘણી વાતો કહી. તેમણે કહ્યું કે હું સસરા બનવા ઈચ્છતો નથી, પિતા જ રહેવા દો. બસ ફરક એટલો જ છે કે મારો એક બીજો પુત્ર આવી ગયો છે.

આ દરમિયાન, પત્રકારોએ પૂછ્યું કે લગ્નનું રિસેપ્શન ક્યારે થશે? તેના જવાબમાં સુનીલ શેટ્ટીએ કહ્યું કે, IPL પછી થશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ અને અથિયાના લગ્ન માટે બંનેના પરિવાર અલગ-અલગ બે મોટા રિસેપ્શન આપશે. આ રિસેપ્શન મુંબઈ અને બેંગ્લોરમાં યોજાશે.