પહેલી મુલાકાતથી લઈને લગ્નના બંધનમાં બંધાવા સુધી, જાણો કેવી રહી છે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની લવ સ્ટોરી

બોલિવુડ

ક્રિકેટની દુનિયા અને બોલિવૂડ વચ્ચેનો સંબંધો ખૂબ જ ગાઢ રહ્યો છે.અત્યાર સુધીમાં ઘણા એવા ક્રિકેટરો અને અભિનેત્રીઓના ડેટિંગ અને લગ્નના સમાચારોએ ખૂબ હેડલાઈન્સ બનાવી છે.

આ લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીનું નામ પણ જોડાઈ ગયું છે. આ બંને આજે મુંબઈના ખંડાલામાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ બંને કપલના લગ્નની સેરેમનીની શરૂઆત 21 જાન્યુઆરીના રોજ થઈ ગઈ હતી અને આજે આ લગ્ન સેરેમનીનો ત્રીજો દિવસ છે. જોકે, આ લગ્નમાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના ખૂબ જ નજીકના સંબંધીઓ અને મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત લગ્નને મીડિયા અને સામાન્ય લોકોથી સીક્રેટ રાખવામાં આવ્યા છે.

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા વાળા બંગલામાં આયોજિત કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાહકો આ બંનેની લવ સ્ટોરી વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે. તો ચાલો આ આર્ટીકલ દ્વારા જાણીએ કે કેવી રીતે બંનેની મુલાકાત થઈ અને ધીરે ધીરે મિત્રતામાંથી સંબંધ પ્રેમ સુધી પહોંચી ગયો.

ખરેખર, એક રિપોર્ટ મુજબ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની લવ સ્ટોરી વર્ષ 2019માં શરૂ થઈ હતી. તે સમયે આથિયા અને રાહુલની મુલાકાત તેમના એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. બંનેને પહેલી નજરમાં જ એકબીજાનો સાથ પસંદ આવી ગયો, ત્યારપછી વાતચીત અને મીટિંગનો દોર શરૂ થઈ ગયો. બંને વચ્ચે સારી અને ઊંડી મિત્રતા હતી અને ધીરે ધીરે આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તેનો અંદાજ બંનેને લાગી શક્યો નહિં.

પરંતુ સોશિયલ મીડિયા પર ક્રિકેટર અને અભિનેત્રી વચ્ચેના પ્રેમની અફવાને ફેલાવવામાં કેટલો સમય લાગે છે. તેમના સંબંધની અફવા ત્યારે તેજ બની ગઈ જ્યારે રાહુલ અને આથિયા એ ઇંસ્ટાગ્રામ દ્વારા એકબીજાને બર્થડે વિશ કર્યું. વર્ષ 2021માં જ્યારે રાહુલ ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ રમવા ગયો હતો ત્યારે તેની સાથે આથિયા પણ ત્યાં પહોંચી હતી.

વર્ષ 2021 માં જ આથિયા શેટ્ટીના જન્મદિવસ પર કેએલ રાહુલે એક રોમેન્ટિક પોસ્ટ શેર કરી હતી, ત્યાર પછી આ બંનેની જોડી હંમેશા હેડલાઇન્સમાં રહી હતી. અથિયાના ભાઈ અહાન શેટ્ટીની ફિલ્મ તડપની સ્ક્રીનિંગ દરમિયાન રાહુલ સેટ પર પહોંચ્યો હતો, જ્યાં રાહુલ અને અથિયાએ કપલ તરીકે પોઝ પણ આપ્યા હતા.