જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ એક પાપી અને ક્રૂર ગ્રહ છે. તે જેની કુંડળીમાં ખરાબ સ્થિતિમાં હોય છે તેના પર કઠોર વાણી, ચામડીના રોગ, ગંભીર બીમારી વગેરેનો ભય રહે છે. પરંતુ શું તમે જાણો છો કે રાહુ ધાર્મિક મુસાફરીઓ અને રાજનીતિનો કારક પણ હોય છે. રાહુને લઈને ઘણી વાર લોકોના મનમાં શનિ જેવો ડર રહે છે. પરંતુ રાહુ હંમેશા અશુભ પરિણામ નથી આપતો.
રાહુ તમને શુભ પરિણામ પણ આપી શકે છે. ધીમી ગતિએ ચાલતો રાહુ 18 મહિના પછી 12મી જુલાઈ, 2022ના રોજ પોતાની રાશિ પરિવર્તન કરી રહ્યો છે. આવી સ્થિતિમાં રાહુનું આ પરિવર્તન 4 વિશેષ રાશિના લોકોને શુભ ફળ આપશે. તો ચાલો જોઈએ આ રાશિના લોકોને રાહુથી ક્યા ક્યા લાભ મળશે.
મિથુન રાશિ: મહેનત કરવાથી તેનું યોગ્ય ફળ મળશે. વહીવટી સેવાઓ સાથે જોડાયેલા લોકો મોટી સિદ્ધિઓ મેળવશે. જો તમે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો 12 જુલાઈ પછી સમય સારો રહેશે. બીજી તરફ, જે લોકો પહેલાથી જ કોઈ ધંધો કરે છે તો તેમને લાભ મળશે. તમે ધંધાનો વિસ્તાર પણ કરી શકો છો. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. અચાનક ધન લાભ મળવાના યોગ પણ બની રહ્યા છે.
કર્ક રાશિ: આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પૈસા કમાવવાના નવા માધ્યમો મળશે. પૈસા કમાવવાની કોઈ પણ તક હાથમાંથી જવા દો નહિં. તમારા કામની પ્રશંસા થશે. ધંધો સારો ચાલશે. જો તમે ક્યાંક પૈસાનું રોકાણ કરવા ઈચ્છો છો તો આ સારો સમય છે. અટકેલા કામ પૂર્ણ થશે. ઉધાર આપેલા પૈસા પણ મળી જશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. સંતાન સુખ મળશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે.
વૃશ્ચિક રાશિ: પૈસા કમાવવાની ઘણી તક મળશે. પૈસા કમાવવાની સાથે-સાથે તમે ઘણી બચત પણ કરશો. નવો ધંધો શરૂ કરવા અથવા હાલના ધંધાને વિસ્તૃત કરવા માટે સમય સારો છે. બેરોજગારોને નોકરી મળશે. જો તમે ક્યાંક પૈસાનું રોકાણ કર્યું છે તો સારો લાભ પણ મળશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. પ્રેમ સંબંધની બાબતમાં સફળતા મળશે. પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત ફાયદાકારક રહી શકે છે.
કુંભ રાશિ: આવકમાં વધારો થવાથી તમે ખુશ રહેશો. નસીબ તમારો સાથ આપશે. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે. ધંધો કરતા લોકોને સારા સમાચાર મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે. રોકાણ, શેરબજાર ફાયદાકારક રહેશે. પ્રિયજનો સાથે પ્રેમ વધશે. ધન લાભ મળવાના યોગ બની રહ્યા છે. પ્રિયજનો સાથે પ્રેમ વધશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. માતા-પિતા તરફથી ખુશીઓ મળશે.