આટલા અધધધ કરોડની સંપત્તિ અને લક્ઝરી ચીજોની માલિક છે અંબાણી ની નાની વહૂ ‘રાધિકા’, અહીં જાણો તેની કુલ સંપત્તિ વિશે

વિશેષ

બિઝનેસમેન મુકેશ અંબાણીના પરિવારમાં ટૂંક સમયમાં એક નવા સભ્યની એંટ્રી થવા જઈ રહી છે અને આ નવો સભ્ય કોઈ અન્ય નહીં પરંતુ તેની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ છે, જેની તાજેતરમાં જ અનંત અંબાણી સાથે સગાઈ થઈ છે. રાધિકા અને અનંતની સગાઈ અંબાણીના નિવાસસ્થાન ‘એન્ટીલિયા’માં 19 જાન્યુઆરી 2023ના રોજ થઈ હતી. ત્યારથી રાધિકા સતત લાઈમલાઈટમાં છે. દરેક વ્યક્તિ તેના વિશે દરે ચીજ જાણવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં, અહીં અમે તમને તેની નેટવર્થ અને કેટલીક મોંઘી ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ.

બિઝનેસ ટાયકૂન વિરેન મર્ચન્ટની પુત્રી છે રાધિકા મર્ચન્ટ: રાધિકા મર્ચન્ટ ‘એનકોર હેલ્થકેર’ના સીઈઓ અને બિઝનેસ ટાયકૂન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. ‘એનકોર હેલ્થકેર’ દેશની એક મોટી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે, જે વિરેનની માલિકી હેઠળ એક મોટી કંપની તરીકે ઉભરી છે.

રાધિકા મર્ચન્ટનો અભ્યાસ: ગુજરાતના કચ્છની રહેવાસી, રાધિકા મર્ચન્ટે પોતાનો સ્કૂલનો અભ્યાસ મુંબઈની બે અલગ-અલગ સ્કૂલ, ‘કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલ’ અને ‘ઈકોલે મોન્ડિઅલ વર્લ્ડ સ્કૂલ’માંથી કર્યો છે. ત્યાર પછી, તેમણે ‘ન્યૂયોર્ક યુનિવર્સિટી’માંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, રાધિકાએ 2017 માં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે લક્ઝરી હોલિડે હોમ ડેવલપર ‘ઈસ્પ્રવા ગ્રુપ’ માં શામેલ થઈ. ઈસ્પ્રાવાને નાદિર ગોદરેજ, આનંદ પીરામલ અને ‘ડાબર ઈન્ડિયા’ના બર્મન પરિવારનું સમર્થન મળેલું છે. આ પહેલા તેણે ‘ઈન્ડિયા ફર્સ્ટ ઓર્ગેનાઈઝેશન’માં પણ ઈન્ટર્નશિપ કરી હતી. હાલના સમયમાં, તે ‘એનકોર હેલ્થકેર’ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો એક ભાગ છે.

ગયા વર્ષે થયો હતો રાધિકાનો ‘અરંગેત્રમ’ કાર્યક્રમ: રાધિકા એક ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાંસર છે જેણે ગયા વર્ષે પોતાની ડાંસની ઔપચારિક તાલીમ પૂર્ણ કરી હતી. ગયા વર્ષે મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં રાધિકાની ‘અરંગેત્રમ’ સેરેમની આયોજિત કરવામાં આવી હતી. અરંગેત્રમ એક ડાંસર તરીકેની ઓફિશિયલ તાલીમ પૂર્ણ કર્યા પછી ડાંસરનું પહેલું સ્ટેજ પરફોર્મન્સ હોય છે.

રાધિકા મર્ચન્ટની કુલ નેટવર્થ: ‘DNA’ મુજબ, રાધિકા મર્ચન્ટની કુલ સંપત્તિ 8 કરોડ રૂપિયાથી 10 કરોડ રૂપિયાની વચ્ચે છે. તેમની મોટાભાગની આવક તેમના પારિવારિક વ્યવસાય ‘એનકોર હેલ્થકેર’માંથી મેળવવામાં આવે છે. સાથે જ તેના પિતા વિરેન મર્ચન્ટની કુલ સંપત્તિ 755 કરોડ રૂપિયા છે. ‘ટાઈમ્સ નાઉ’ મુજબ વિરેન માત્ર ‘એનકોર હેલ્થકેર’ના સીઈઓ નથી, પરંતુ તે ‘એનકોર નેચરલ પોલિમર્સ’, ‘એનકોર પોલીફ્રેક પ્રોડક્ટ્સ’, ‘એનકોર બિઝનેસ સેન્ટર’, ‘સાઈદર્શન બિઝનેસ સેન્ટર્સ’ અને ‘ઝેડવાયજી ફાર્મા’ના ડિરેક્ટર પણ છે.

રાધિકા મર્ચન્ટની મોંઘી ચીજો: રાધિકા મર્ચન્ટ દેશના સૌથી અમીર પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને ટૂંક સમયમાં તે એશિયાના સૌથી અમીર બિઝનેસમેનમાંથી એક મુકેશ અંબાણીની વહુ બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તેની પાસે મોંઘી અને લક્ઝરી ચીજો હોવી સામાન્ય છે. પોતાની રોકા સેરેમની માટે, રાધિકાએ ગોટા પેટી વર્કવાળો ગુલાબી સૂટ પહેર્યો હતો, જ્યારે મહેંદી માટે તેણે ફ્યૂશિયા પિંક લહેંગો પહેર્યો હતો, જેને ડિઝાઇનર જોડી અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો. તેની મોંઘી ચીજોમાં લક્ઝરી બેગ, શૂઝ અને કપડા શામેલ છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નમાં રાધિકા ‘જુડિથ લેબર’ ક્લચ સાથે જોવા મળી હતી, જેની કિંમત 4,195 અમેરિકન ડોલર એટલે કે લગભગ 3 લાખ રૂપિયા છે. આ ક્રિસ્ટલ કવર્ડ ક્લચમાં ચામડાની લાઈનવાળી ઈન્ટિરિયર છે અને તે ઈટાલીમાં બનાવવામાં આવ્યું છે.

રાધિકાનો 3 લાખનો લહેંગો: અરમાન જૈન અને અનીસા મલ્હોત્રાના લગ્નમાં તેણે જે ‘રાહુલ મિશ્રા’ દ્વારા ડિઝાઈન કરાયેલો લહેંગો પહેર્યો હતો, તેની કિંમત ‘SCMP’ મુજબ 4,194 યૂએસ ડોલર એટલે કે 3 લાખથી વધુ છે.

29 ડિસેમ્બર 2022ના રોજ રોકવામાં આવી હતી રાધિકા-અનંતની રોકા સેરેમની: માહિતી માટે તમને જણાવી દઈએ કે રાધિકા અને અનંતની રોકા સેરેમની 29 ડિસેમ્બર 2022ના રોજ રાજસ્થાનના નાથદ્વારામાં આવેલા શ્રીનાથજી મંદિરમાં યોજાઈ હતી, જેમાં સમગ્ર અંબાણી પરિવાર શામેલ થયો હતો. ત્યાર પછી, બંનેએ 19 જાન્યુઆરી 2023 ના રોજ મુંબઈના ‘એન્ટીલિયા’ માં સગાઈ કરી. હવે થોડા મહિના પછી બંને લગ્નના બંધનમાં બંધાશે.