રાધિકા મર્ચન્ટે NMACC લૉન્ચમાં કોરેસ્ટ બ્લાઉઝ સાથે પહેરી બ્લેક સાડી, અનંત અંબાણીએ કર્યું ટ્વિનિંગ, જુવો તેની આ તસવીરો

વિશેષ

‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’નું ભવ્ય ઉદઘાટન ધીમે ધીમે હેડલાઇન્સ બનાવી રહ્યું છે કારણ કે તે એક સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ છે, જેમાં દેશ અને દુનિયાના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ ભાગ લઈ રહ્યા છે. જણાવી દઈએ કે ‘NMACC’ દેશની તમામ સાંસ્કૃતિક કળાઓને એક પ્લેટફોર્મ આપવા માટે અંબાણી પરિવાર દ્વારા સ્થાપિત કરવામાં આવનાર તેમના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંથી એક છે, જેનું ભવ્ય ઉદ્ઘાટન આજે એટલે કે 31 માર્ચ, 2023ના રોજ કરવામાં આવી રહ્યું છે.

રાધિકા મર્ચન્ટે ‘NMACC’ લોન્ચિંગ ઈવેન્ટમાં પહેરી બ્લેક સાડી: થોડા સમય પહેલા, અમને અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટની એક ઝલક મળી, જે ‘NMACC’ના ભવ્ય મ્યુઝિક લોન્ચ ઈવેન્ટમાં આવી હતી. રાધિકાએ ‘શહાબ-દુરાઝી’ લેબલમાંથી બ્લેક કલરની ઈન્ડો-વેસ્ટર્ન સ્ટાઈલ સાડી પસંદ કરી હતી. તેના આઉટફિટમાં સ્લીવ્ઝ પર ફ્રિન્જ ડિટેલિંગની સાથે-સાથે ચારે બાજુ વ્હાઈટ ફ્લોરલ એમ્બ્રોઇડરી હતી.

તેણે પોતાના લુકને પીન-સ્ટ્રેટ, સાઇડ-પાર્ટેડ હેર, બોલ્ડ રેડ લિપ્સ અને ગ્લેમ મેકઅપ સાથે કમ્પ્લીટ કર્યો હતો. તેના બારીક ડાયમંડ અને રૂબી પેન્ડન્ટ એ તેના લુકમાં ચાર-ચાંદ લગાવ્યા હતા. તેની સાડીને સેલિબ્રિટી ડ્રેપર ડોલી જૈન દ્વારા ડ્રેપ કરવામાં આવી હતી, જેમણે પલ્લુને કેરી-ઓન સ્ટેટમેન્ટ તરીકે સ્ટાઈલ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis) 

અનંત અંબાણી એ બ્લેક શેરવાનીમાં રાધિકા મર્ચન્ટ સાથે કર્યું ટ્વિનિંગ: અનંત અંબાણી તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળ્યા હતા. અનંત બ્લેક શેરવાનીમાં સેલ્ફ પ્રિન્ટેડ મોટિફ સાથે હેન્ડસમ લાગી રહ્યા હતા. જો કે, તે તેમનું ચમકદાર બ્રોચ હતું, જેણે લાઈમલાઈટ ચોરી લીધી હતી. વેન્યૂની બહાર શટરબગ્સ માટે પોઝ આપતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પાગલ જોવા મળી રહ્યા હતા.

‘NMACC’ લોન્ચિંગ ઈવેન્ટમાં આકાશ અંબાણી પ્રેગ્નેંટ પત્ની શ્લોકા મેહતા સાથે મળ્યા જોવા: ઈવેંટમાં આકાશ અંબાણી તેમની પ્રેગ્નેંટ પત્ની શ્લોકા મેહતા સાથે ‘NMACC’ લૉન્ચમાં પહોંચ્યા હતા. જ્યારે આકાશ ગ્રીન કલરના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં ડૅપર લાગી રહ્યા હતા, સાથે જ શ્લોકાએ પોતાના ગ્લેમરસ લુકથી અમારું ધ્યાન ખેંચ્યું હતું. તેણીએ એક બેઝ અને ગોલ્ડન કલરની હેયરલૂમ સાડી પસંદ કરી, જેને તેણીએ એક કોન્ટ્રાસ્ટિંગ સિલ્ક દુપટ્ટા સાથે સ્ટાઇલ કરી હતી.

જો કે, જે ચીજ એ અમારું ધ્યાન ખેંચ્યું, તે એ હતી કે શટરબગ્સ માટે પોઝ આપતી વખતે તેણીએ પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો. જણાવી દઈએ કે શ્લોકા ટૂંક સમયમાં જ તેના બીજા બાળકને જન્મ આપવા જઈ રહી છે.