રાધિકા મર્ચંટના હાથમાં લાગી અનંત અંબાણીના નામની મહેંદી, મહેંદી ફંક્શનમાં રાધિકા એ દિલ ખોલીને કર્યો ડાન્સ, જુવો તેનો આ ડાન્સ વીડિયો

વિશેષ

જેમ આપણે બધા જાણીએ છીએ, લગ્નની સિઝન શરૂ થઈ ચુકી છે અને આપણે બધા આ વર્ષની કેટલીક ભવ્ય ઉજવણીની રાહ જોઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અંબાણી પરિવારમાં એક પછી એક સેલિબ્રેશન જોવા મળી રહ્યા છે. હા, દેશના સૌથી અમીર અંબાણી પરિવારમાં આ દિવસોમાં સેલિબ્રેશનનું વાતાવરણ છે. ખરેખર, બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે અને આ બંનેના લગ્નની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. આ કપલ ટૂંક સમયમાં જ ગ્રેંડ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાશે.

તમને જણાવી દઈએ કે અનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્ચન્ટ એનકોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. 29 ડિસેમ્બર 2022 ના રોજ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં રોકા સેરેમની કરી હતી. ત્યાર પછી અંબાણી પરિવારે મુંબઈમાં એંગેજમેંટ પાર્ટી પણ હોસ્ટ કરી હતી. હવે બંને પરિવારોમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચુકી છે. લગ્નની વિધિની સાથે બંનેના ઘરમાં ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. બંનેની મહેંદી સેરેમની પણ પૂર્ણ થઈ ગઈ છે. મહેંદી સેરેમનીમાં પરિવારના સભ્યો અને ઈન્ડસ્ટ્રીથી તેમના નજીકના મિત્રોએ હાજરી આપી હતી. સેરેમનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.

મહેંદી સેરેમનીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી રાધિકા મર્ચન્ટ: સોશિયલ મીડિયા પર જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં અનંત અંબાણીની ભાવિ દુલ્હન રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. રાધિકા મર્ચન્ટે પોતાના મહેંદી ફંક્શન માટે ફ્યુશિયા પિંક કલરનો ફ્લોરલ સિલ્ક એમ્બ્રોઇડરીવાળો લહેંગા પહેર્યો હતો. રાધિકા મર્ચન્ટે પોલ્કી ચોકર નેકલેસ, મેચિંગ એરિંગ્સ, માંગ-ટીકા અને મોતા નેકલેસ સાથે પોતાના મહેંદી લુકને કમ્પ્લીટ કર્યો હતો. સાથે જ તેણે પોતાના વાળને આર્ટિફિશિયલ ફૂલોથી એક ફિશટેલ બ્રેડમાં સ્ટાઇલ કર્યા હતા.

રાધિકા મર્ચન્ટે ઓછા ફેસ મેકઅપ સાથે પોતાના હાથ પર અનંત અંબાણીના નામની મહેંદી લગાવી હતી અને મહેંદી લાગેલા હાથને પણ ફ્લોન્ટ કર્યા. આ દરમિયાન રાધિકા મર્ચન્ટના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી હતી. સાથે જ રાધિકા મર્ચન્ટનો મહેંદી સેરેમનીમાં ડાન્સ કરતો વીડિયો પણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Akash Ambani (@akashambani_fc)

રાધિકાએ પોતાની મહેંદી સેરેમનીમાં કર્યો ડાન્સ: તમને જણાવી દઈએ કે ફંક્શનના વાયરલ થયેલા એક વીડિયોમાં રાધિકા મર્ચન્ટ ફિલ્મ ‘કલંક’ના આલિયા ભટ્ટના ગીત ‘ઘર મોરે પરદેશિયા’ પર દિલથી ડાન્સ કરતા પણ જોઈ શકાય છે. રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. અંબાણી પરિવારની ટૂંક સમયમાં જ બનનાર પુત્રવધૂ, રાધિકાએ મહેંદી નાઇટ પર તેના આકર્ષક ડાન્સ મૂવ્સ અને લુકથી દરેકના દિલ જીતી લીધા. વીડિયોમાં જોઈ શકાય છે કે તે ડાન્સ કરતા જોવા મળી રહી છે. રાધિકાનો ડાન્સ જોઈને આસપાસ બેઠેલા બધા તાળીઓ પાડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાધિકા એક સારી ડાન્સર પણ છે. તેણે 8 વર્ષ સુધી ભરતનાટ્યમ શીખ્યું છે.