બાળપણમાં ખૂબ જ ક્યૂટ હતી રાધિકા મર્ચંટ, જુવો અંબાણી પરિવારની નાની વહુની કેટલીક સુંદર તસવીરો

વિશેષ

અંબાણી પરિવારમાં નાની વહુનું આગમન થવા જઈ રહ્યું છે. તાજેતરમાં જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઈ સેરેમની યોજાઈ હતી. તે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. તેની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં રાધિકા કોઈ પરીથી ઓછી નથી લાગી રહી. પરંતુ શું તમે જાણો છો કે મેકઅપ વગર રાધિકા મર્ચંટ કેવી દેખાય છે? તો ચાલો આજે અમે તમને બતાવીએ તેની જૂની તસવીરો.

રાધિકા મર્ચન્ટનો જન્મ 18 ડિસેમ્બર 1994ના રોજ થયો હતો. રાધિકા મર્ચન્ટ અનંત અંબાણીની બાળપણની મિત્ર પણ છે. તે દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની એન્કોર હેલ્થકેરના સીઈઓ અને અબજોપતિ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની લાડલી પુત્રી છે. તેની માતાનું નામ શૈલા મર્ચન્ટ છે.

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી બાળપણના મિત્રો છે. ત્યાર પછી ધીમે-ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને હવે બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ એક પ્રોફેશનલ ભરતનાટ્યમ ડાન્સર પણ છે. તેણે 8 વર્ષની ઉંમરથી મુંબઈમાં શ્રીનિભા આર્ટસમાંથી ભારતીય ક્લાસિકલ ડાંસ શીખ્યું છે.

રાધિકા મર્ચંટનો અભ્યાસ: ગુજરાતના કચ્છની રહેવાસી, રાધિકા મર્ચન્ટે પોતાનો સ્કૂલનો અભ્યાસ મુંબઈની બે અલગ-અલગ સ્કૂલ, ‘કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલ’ અને ‘ઈકોલે મોન્ડિઅલ વર્લ્ડ સ્કૂલ’માંથી કર્યો છે. ત્યાર પછી, તેણે ‘ન્યૂયોર્ક યુનિવર્સિટી’માંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, રાધિકાએ 2017 માં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે એક લક્ઝરી હોલિડે હોમ ડેવલપર ‘ઈસ્પ્રવા ગ્રુપ’, સાથે જોડાઈ. ઈસ્પ્રાવાને નાદિર ગોદરેજ, આનંદ પીરામલ અને ‘ડાબર ઈન્ડિયા’ના બર્મન પરિવારનું સમર્થન છે. આ પહેલા તેણે ‘ઈન્ડિયા ફર્સ્ટ ઓર્ગેનાઈઝેશન’માં ઈન્ટર્નશિપ પણ કરી હતી. હાલમાં, તે ‘એનકોર હેલ્થકેર’ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો એક ભાગ છે.

રાધિકા મર્ચંટની કુલ સંપત્તિ: ‘DNA’ મુજબ, રાધિકા મર્ચન્ટની કુલ સંપત્તિ 8 કરોડ રૂપિયાથી 10 કરોડ રૂપિયાની વચ્ચે છે. તેની મોટાભાગની આવક તેમના પારિવારિક વ્યવસાય ‘એનકોર હેલ્થકેર’માંથી થાય છે. બીજી તરફ તેના પિતા વિરેન મર્ચન્ટની કુલ સંપત્તિ 755 કરોડ રૂપિયા છે. ‘ટાઈમ્સ નાઉ’ મુજબ, વિરેન માત્ર ‘એનકોર હેલ્થકેર’ના જ સીઈઓ નથી, પરંતુ ‘એનકોર નેચરલ પોલિમર્સ’, ‘એનકોર પોલીફ્રેક પ્રોડક્ટ્સ’, ‘એનકોર બિઝનેસ સેન્ટર’, ‘સાઈદર્શન બિઝનેસ સેન્ટર્સ’ અને ‘ઝેડવાયજી ફાર્મા’ના ડિરેક્ટર પણ છે.