રિયલ લાઈફમાં કંઈક આવી છે ‘રાધા કૃષ્ણ’ ની રાધા, માંસાહારી માંથી શુદ્ધ શાકાહારી બની ગઈ અભિનેત્રી

મનોરંજન

ટીવી પર આજકાલ ‘રાધા કૃષ્ણ’ સિરિયલ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ત્રણ વર્ષથી આવી રહેલા આ શોના બધા પાત્રો દર્શકોના ફેવરિટ બની ચુક્યા છે. ખાસ કરીને સિરિયલમાં રાધા-કૃષ્ણની ભૂમિકા નિભાવી રહેલા મલ્લિકા સિંહ અને સુમેધ મુદગલકર દરેકના ફેવરિટ કલાકાર છે. સુમેધ તો ટીવીની દુનિયામાં જાણીતું નામ છે, પરંતુ મલ્લિકા માટે આ ડેબ્યુ સિરિયલ છે. આ સિરિયલથી તેની ફેન ફોલોઈંગમાં ઘણો વધારો થયો છે. ઓન-સ્ક્રીન મલ્લિકા સિંહ ખૂબ ભોળી લાગે છે, પરંતુ રિયલ લાઈફમાં તે કેવી છે તે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

મલ્લિકા સિંહનો જન્મ વર્ષ 2000 માં જમ્મુ -કાશ્મીરમાં થયો હતો. જ્યારે તે 4 વર્ષની હતી ત્યારે એક અકસ્માતમાં તેના પિતાનું નિધન થયું હતું. આવી સ્થિતિમાં તેનો ઉછેર તેની માતા રૂબી સિંહે એકલા જ કર્યો. રૂબી જમ્મુ -કાશ્મીરમાં સ્કૂલ ટીચર હતી. પુત્રીને એક્ટિંગમાં કારકિર્દી બનાવવી હતી, તેથી તે મુંબઈમાં તેના માતાપિતાના ઘરે શિફ્ટ થઈ ગઈ. મલ્લિકા સિંહની બે માસીઓ એક્ટિંગ અને મોડેલિંગ ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે. તેની એક માસી સોનિયા સિંહ તો ટીવી જગતમાં જાણીતો ચહેરો છે.

મલ્લિકા સિંહ એક વખત તેની નાનીના ઘરે આવી હતી. ત્યારે તેને જાણ થઈ કે ટીવી સિરિયલ ‘રાધા કૃષ્ણ’નું ઓડિશન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં તે ઓડિશન આપવા પહોંચી. સ્ટેજ ફિયરને કારણે તે ઓડિશન આપતી વખતે નર્વસ હતી. ઓડિશન સમયે તો રૂમમાં માત્ર બે જ લોકો હતા, પરંતુ જ્યારે તેને આખી યૂનિટ સામે શૂટ કરવું પડ્યું તો તે ગભરાઈ ગઈ. પછી તેમના કો-એક્ટર સુમેધ અને પ્રોડક્શન ટીમે તેની હિંમત વધારી.

રસપ્રદ વાત એ છે કે મલ્લિકા રાધા કૃષ્ણ પહેલા ટીવી સિરિયલ ‘અશોકા’ માટે ઓડિશન પણ આપી ચુકી છે. હવે સંયોગ જુવો કે તે સિરિયલમાં પણ તે સુમેધની વિરુદ્ધ પાત્ર માટે ઓડિશન આપી રહી હતી. જોકે ત્યારે તેનું સિલેક્શન થયું ન હતું. ત્યારે સુમેધ ‘અશોકા’માં સુશીમની ભૂમિકા નિભાવી રહ્યા હતા. પછી નસીબે એવો વળાંક લીધો કે મલ્લિકાને આ વખતે સુમેધ સાથે સિરિયલ કરવાની તક મળી ગઈ.

મલ્લિકા શોના રંગમાં એટલી રંગાઈ ગઈ કે સીરિયલાં કામ કરતી વખતે તેમણે નોન-વેઝ ખાવાનું પણ છોડી દીધું હતું. આ વિશે તે કહે છે કે ‘હું ભલે ટીવી સિરિયલમાં રાધાનું પાત્ર નિભાવી રહી છું, પરંતુ જ્યારે કોઈ ચાહક મને મળે છે, ત્યારે તે મને સાચી રાધા રાની સમજે છે. તેથી જ તેમની લાગણીઓને માન આપીને મેં આ નિર્ણય લીધો છે. જોકે ઘણા કલાકારો એવા પણ છે જે ભલે પૌરાણિક ભૂમિકાઓ નિભાવે છે, પરંતુ તે પોતાની પર્સનલ લાઇફમાં કોઈ ફેરફાર લાવતા નથી. જોકે મને આ કરવામાં કોઈ મુશ્કેલી ન આવી.’

તેની ભવિષ્યની યોજનાઓ વિશે મલ્લિકા કહે છે કે ‘ચાહકોએ તેને રાધાના પાત્રમાં એટલો પ્રેમ આપ્યો છે કે કદાચ હવે આગળ પણ લોકો તેને ધાર્મિક સીરિયલમાં જ જોવાનું પસંદ કરે. તેથી જો ભવિષ્યમાં મને કોઈ ધાર્મિક ટીવી સિરિયલો અથવા ઈતિહાસ સાથે જોડાયેલી સિરિયલમાં કામ કરવાની તક મળે છે, તો હું તે રોલ ખુશી ખુશીથી કરીશ.

એક શ્રેષ્ઠ કલાકાર હોવાની સાથે મલ્લિકા શ્રેષ્ઠ ડાંસર પણ છે. તેને આ ટેલેંટ તેની માતા પાસેથી વારસામાં મળ્યું છે. આ ઉપરાંત તે પેઇન્ટિંગ કરવામાં અને ગિટાર વગાડવામાં પણ નિષ્ણાંત છે. આટલું જ નહીં તે એક સારી જિમનાસ્ટ પણ છે.