એક સમયે બોલીવુડની સુંદર અભિનેત્રી હતી રાખી, હવે હાલત થઈ ગઈ છે એટલી ખરાબ કે ઓળખી પણ નહિં શકો, જુવો તેની હાલની તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમામાં મુખ્ય અભિનેત્રી થી લઈને સાઈડ રોલ સુધી દિગ્ગજ અભિનેત્રી રાખી ગુલઝારે ખૂબ નામ કમાવ્યું છે. રાખી પહેલાના જમાનાની ખૂબ જ પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી રહી છે. આ 15 મી ઓગસ્ટે રાખી 74 વર્ષની થઈ જશે. તેનો જન્મ 15 ઓગસ્ટ 1947 ના રોજ રાણાઘાટમાં થયો હતો. ચાલો આજે તમને આ સદાબહાર અભિનેત્રી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે જણાવીએ.

રાખી ગુલઝાર આજે એક ગુમનામી જીવન જીવી રહી છે. તેનો લૂક પણ હવે પહેલાની તુલનામાં સંપૂર્ણપણે બદલાઈ ચુક્યો છે. જો તમે તેમની તસવીરો જોશો, તો તેને પહેલી નજરમાં તમે ઓળખી પણ નહિં શકો.

એક સમયે ફિલ્મી દુનિયાની ખૂબ જ સુંદર અભિનેત્રી રહેલી રાખીની સુંદરતાનો રંગ ઉડી ચુક્યો છે. તેના લહેરાતા વાળ પણ હવે નાના-નાના થઈ ગયા છે અને લાગતું નથી કે આ તે જ રાખી છે જે એક સમયે ફિલ્મી પડદા પર ઉતરીને સીધી દર્શકોના દિલમાં ઉતરી જતી હતી.

રાખી ગુલઝાર તેની પ્રોફેશનલ લાઈફની સાથે જ તેની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં રહી છે. જણાવી દઈએ કે તેમણે બે લગ્ન કર્યા હતા, જોકે તેના બંને લગ્ન સફળ ન થઈ શક્યા.

માત્ર 16 વર્ષની ઉંમરમાં તેમના પહેલા લગ્ન થયા હતા. તેમણે બંગાળી ફિલ્મ નિર્દેશક અને પત્રકાર અજય બિસ્વાસ સાથે સાત ફેરા લીધા હતા. જોકે આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં. થોડા સમય પછી બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું ન હતું અને પછી છૂટાછેડાની વાત આવી ગઈ. રાખીએ અજય બિસ્વાસથી છૂટાછેડા લઈને અલગ થઈ ગઈ.

છૂટાછેડા પછી રાખી ગુલઝારની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ હતી. તેણે 20 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું. તેમની પહેલી ફિલ્મ ‘બધુ બરણ’ હતી. આ બંગાળી ફિલ્મ વર્ષ 1967 માં રિલીઝ થઈ હતી. ત્યાર પછી અભિનેત્રીએ વર્ષ 1970 માં હિન્દી સિનેમામાં પગ મૂક્યો હતો. તેમની પહેલી બોલીવુડ ફિલ્મ ‘જીવન મૃત્યુ’ હતી. રાખી ગુલઝારની સફળ ફિલ્મોમાં શર્મીલી, કસમે વાદે, ત્રિશુલ, મુકદ્દર કા સિકંદર, દૂસરા આદમી, જુર્માના, કરણ-અર્જુન, બાઝીગર વગેરે શામેલ છે. રાખીએ લગભગ 4 દાયકા સુધી ફિલ્મોમાં કામ કર્યું અને તે ખૂબ જ પ્રખ્યાત બની.

બોલિવૂડમાં એન્ટ્રી પછી રાખીની મુલાકાત ફિલ્મ લેખક ગુલઝાર સાથે થઈ. પછી અભિનેત્રીએ બીજા લગ્ન વર્ષ 1973 માં ગુલઝાર સાથે કર્યા. બંનેની એક પુત્રી છે જેનું નામ મેઘના છે અને તેઓ એક સફળ ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યૂસર છે. જોકે રાખીના બીજા લગ્ન પણ સફળ ન રહ્યા. રાખી અને ગુલઝારે છૂટાછેડા લીધા નથી પરંતુ બંને વર્ષોથી અલગ રહે છે.