KBC 14માં પૂછવામાં આવ્યો રાજુ શ્રીવાસ્તવ વિશે આ સવાલ, ઈમોશનલ થઈ ગયો પરિવાર, અમિતાભનો માન્યો આભાર

બોલિવુડ

એક તરફ ‘સદીના મહાનાયક’ અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મ ‘ઊંચાઈ’થી દર્શકોના દિલ જીતી રહ્યા છે, તો બીજી તરફ તેઓ તેમના ટીવી શો કૌન બનેગા કરોડપતિ સીઝન 14 (KBC 14)થી પણ ચર્ચામાં રહે છે. બિગ બીના આ શોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળે છે.

બિગ બી પોતાના શો પર ઘણા સવાલ પૂછે છે અને તેમના દ્વારા પૂછવામાં આવેલા આવા ઘણા સવાલ ચર્ચામાં આવે છે. તાજેતરમાં જ તેમણે દિવંગત કોમેડિયન, અભિનેતા અને રાજનેતા રાજુ શ્રીવાસ્તવ વિશે એક સવાલ પૂછ્યો હતો. બિગ બીએ પૂછ્યું હતું કે, “કોમેડિયન સત્ય પ્રકાશ શ્રીવાસ્તવને આપણે ક્યા શ્રેષ્ઠ નામથી જાણીએ છીએ, જેનું સપ્ટેમ્બર 2022માં નિધન થયું છે?”. એ.)ભાનુ શ્રીવાસ્તવ, બી.)રાહુલ શ્રીવાસ્તવ, સી.)રાજુ શ્રીવાસ્તવ, ડી.)અતુલ

સોની ટીવીએ તાજેતરમાં જ એક પ્રોમો વીડિયો શેર કર્યો છે જેમાં અમિતાભ આ સવાલ પૂછતા જોવા મળી રહ્યા છે. હવે આ સવાલને લઈને રાજુના પરિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને અમિતાભ બચ્ચનનો આભાર માન્યો છે. આ સાથે જ તેના પરિવારે પણ સોની ટીવીનો આભાર માન્યો છે.

રાજુ શ્રીવાસ્તવના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી છે. તેમાં અમિતાભ જોવા મળી રહ્યા છે અને નીચે રાજુ વિશે પૂછવામાં આવેલો સવાલ અને વિકલ્પો પણ જોવા મળી રહ્યા છે. આ સાથે, પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “ગયા અઠવાડિયે તમારા પ્રખ્યાત શો KBC માં એક સવાલ દ્વારા પિતા #રાજુશ્રીવાસ્તવ માટે પોતાનો પ્રેમ અને આશીર્વાદ વ્યક્ત કરવા માટે અમે શ્રી @amitabhbachchan અંકલના આભારી છીએ. શોમાં અત્યાર સુધી ચોથી વખત તેના વિશેનો સવાલ પૂછવામાં આવ્યો છે. @sonytvofficial નો હાર્દિક આભાર”.

રાજુના મૃત્યુ પછી પુત્રીએ માન્યો હતો અમિતાભનો આભાર: રાજુના મૃત્યુ પછી, તેમની પુત્રી અંતરા શ્રીવાસ્તવે અમિતાભ બચ્ચનનો આભાર માન્યો હતો અને પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, “આ મુશ્કેલ સમયમાં દરરોજ અમારી સાથે રહેવા માટે હું શ્રી અમિતાભ બચ્ચન અંકલની ખૂબ આભારી છું. તમારી પ્રાર્થનાથી અમને ભરપૂર શક્તિ અને સાથ મળ્યો, જેને અમે હંમેશા યાદ રાખીશું. તમે મારા પિતાના આદર્શ છો, પ્રેરણા છો. પ્રેમ અને ગુરુ. જ્યારથી પપ્પાએ તમને પહેલી વખત મોટા પડદા પર જોયા છે, તમે તેની અંદર હંમેશા માટે રહી ગયા.”.

અમિતાભને ભગવાન માનતા હતા રાજુ: જણાવી દઈએ કે રાજુ અમિતાભને પોતાના ભગવાન માનતા હતા. તે બિગ બીની જેમ બોલતા હતા અને તેમની મિમિક્રી કરતા હતા. રાજુનું આ વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ દિલ્લીમાં હાર્ટ એટેક આવવાથી નિધન થયું હતું. રાજુને 10 ઓગસ્ટ 2022ના રોજ જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ 42 દિવસ સુધી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ રહ્યા અને પછી તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું.