જ્યારે શાહરૂખને પૂછવામાં આવ્યું કે, એવી કઈ ચીજ છે જે તમારી પાસે છે જે અમિતાભ પાસે નથી? તો મળ્યો આવો જવાબ

બોલિવુડ

‘સદીના મેગાસ્ટાર’ અમિતાભ બચ્ચને પોતાની 5 દાયકાની લાંબી કારકિર્દીમાં ખૂબ પૈસા કમાવવાની સાથે જ ખૂબ ખ્યાતિ પણ મેળવી છે. અમિતાભ બચ્ચન કોઈ ઓળખના મોહતાજ નથી. તે હિન્દી સિનેમાના સૌથી શ્રેષ્ઠ, દિગ્ગઝ, ચર્ચિત, લોકપ્રિય અને ફેવરિટ કલાકાર તરીકે જોવામાં આવે છે.

અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાનું એક એવું નામ છે જેને ક્યારેય ભૂલી નહિં શકાય. જ્યારે પણ હિન્દી સિનેમાની વાત થાય છે અને જ્યારે પણ થશે ત્યારે અમિતાભ બચ્ચનનું નામ જરૂર લેવામાં આવશે. બિગ બી, બોલિવૂડના શહેનશાહ, એંગ્રીયંગ મેન, ‘સદીના મહાનાયક’ જેવા નામોથી ખાસ ઓળખ ધરાવતા અમિતાભ બચ્ચનના ચાહકો દુનિયાભરમાં છે.

અમિતાભ બચ્ચને હિન્દી સિનેમામાં કામ કરીને જે સ્થાન મેળવ્યું છે તે કોઈ અન્ય કલાકાર મેળવી શક્યા નથી. પરંતુ અમિતાભ પાસે બધું હોવા છતાં એક એવી ચીજ નથી જે શાહરૂખ ખાન પાસે છે. આ વાતનો ખુલાસો ખુદ શાહરૂખ ખાને અમિતાભ બચ્ચન સામે કર્યો હતો. ચાલો આજે તમને આ કિસ્સો જણાવીએ.

આ વાત તે સમયની છે જ્યારે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન એકસાથે બોલીવુડના પ્રખ્યાત ફિલ્મ મેકર અને નિર્દેશક કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણની સીઝન 1માં આવ્યા હતા. બંને કલાકારો પોતપોતાની ફિલ્મોના પ્રમોશન માટે આવ્યા હતા.

ત્યારે બિગ બીએ પોતાની ફિલ્મ ‘બ્લેક’નું પ્રમોશન કર્યું હતું, તો શાહરૂખ પોતાની ફિલ્મ ‘મેં હૂં ના’ના પ્રમોશન માટે આવ્યો હતો. બંને કલાકારો કરણના શોમાં એકસાથે પહોંચ્યા હતા. ત્યારે બંનેએ કરણના શો પર ઘણી વાતચીત કરી હતી. બોલિવૂડના બંને દિગ્ગજ કલાકારોને કરણે પણ ઘણા સવાલ પૂછ્યા હતા.

જણાવી દઈએ કે કરણ પોતાના શો પર આવતા મહેમાનોને રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન પણ ખૂબ જ રમુજી સવાલ પૂછે છે. રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કરણે અમિતાભ બચ્ચનને સવાલ કર્યો હતો કે, ‘કોઈ એવી ચીજ જણાવો જે તેની પાસે તો છે પરંતુ શાહરૂખ ખાન પાસે નથી’. તેના જવાબમાં બિગ બીએ પોતાના ઊંચા કદનો ઉલ્લેખ કરતા કહ્યું હતું, ‘લંબાઈ’.

હવે વારો આવ્યો શાહરુખનો. કરણ જોહરે શાહરૂખ ખાનને પૂછ્યું હતું કે, ‘કોઈ એવી ચીજ જણાવો જે તમારી પાસે તો છે પરંતુ અમિતાભ બચ્ચન પાસે નથી? શાહરૂખે તેનો ખૂબ જ ફની જવાબ આપ્યો હતો. જવાબ આપતાં તેણે મજાકમાં કહ્યું હતું ‘એક લાંબી પત્ની’.

આ જવાબ ઉપરાંત શાહરૂખ ખાનએ કરણ દ્વારા પૂછવામાં આવેલા સવાલનો એક અન્ય જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘કૌન બનેગા કરોડપતિ’ એક એવી ચીજ છે, જે અમિતાભ બચ્ચન પાસે છે પણ મારી પાસે નથી.

નોંધપાત્ર છે કે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન બંને હિન્દી સિનેમાના મોટા અભિનેતા છે. જ્યારે શાહરૂખે બોલિવૂડમાં 30 વર્ષ પૂરા કર્યા છે, તો બિગ બી 53 વર્ષથી હિન્દી સિનેમામાં કામ કરી રહ્યા છે. શાહરૂખ અને બિગ બી વચ્ચે મજબૂત સંબંધ છે. શાહરૂખ બિગ બીનું ખૂબ સમ્માન કરે છે. હંમેશા તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે, જ્યારે અમિતાભ પણ તેમને ખૂબ પ્રેમ આપે છે.