અંબાની પરિવાર એ શ્લોકા મેહતમાં જોઈ હતી આ ખૂબિઓ, આ રીતે કરી હતી વહુની પસંદગી

વિશેષ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ 9 માર્ચ 2019ના રોજ શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા. શ્લોકા મહેતા અને આકાશ અંબાણી સ્કૂલના દિવસોથી જ એકબીજાના સારા મિત્રો છે. પરંતુ કદાચ તમે આ વાત નહીં જાણતા હોય કે અંબાણી પરિવાર તરત જ શ્લોકા સાથે લગ્ન કરવા માટે રાજી થયો ન હતો.

પોતાની સાદગી માટે પ્રખ્યા છે અંબાણી પરિવાર: ખરેખર આ વાતમાં કોઈ શંકા નથી કે અંબાણી પરિવાર પાસે આજે જે કંઈ પણ છે, તે તેમણે પોતાની મહેનતથી જ કમાવ્યું છે. આ પરિવાર હંમેશા પોતાની સાદગી માટે પણ ચર્ચામાં રહે છે. મુકેશ અને નીતા અંબાણી જે રીતે દરેક વ્યક્તિનો આદર અને સમ્માન કરે છે, તે જ સંસ્કાર તેમણે પોતાના બાળકોને પણ આપ્યા છે.

આ કારણે અંબાણી પરિવારે શ્લોકાને પસંદ કરી પોતાના ઘરની વહૂ તરીકે: મુકેશ અને નીતાની જેમ આકાશ, ઈશા અને અનંત પણ દરેક સાથે હળી-મળીને રહે છે. આ જ એક કારણ છે કે જ્યારે તેમના પુત્ર આકાશ અંબાણીના લગ્નની વાત આવી ત્યારે તેમણે એક એવી છોકરીની પસંદગી કરી હતી જે માત્ર તેમના પરિવારને જ સારી રીતે ન ઓળખે પરંતુ પરિવારની રીતમાં સારી રીતે ફિટ થઈ જાય. સાથે જ તે છોકરીએ પણ અંબાણી પરિવારની જેમ દરેકને માન-સમ્માન આપે અને દરેક સાથે હળી-મળીને રહે.

પોતાના દાદાની કંપની સંભાળે છે શ્લોકા: અંબાણી પરિવારની વહુ અને આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા હીરાના વેપારી રસેલ મેહતાની સૌથી નાની પુત્રી છે. શ્લોકા અને ઈશા અંબાણી ખૂબ સારા સારા મિત્રો પણ છે. શ્લોકા મેહતા ખૂબ જ શાંત સ્વભાવની છે. તે મીડિયાથી પણ ખૂબ અંતર બનાવી રાખે છે. શ્લોકા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નથી રહેતી. અમેરિકાથી અભ્યાસ પૂર્ણ કરીને ભારત પરત ફર્યા પછી શ્લોકા મેહતાએ વર્ષ 2014માં પોતાના દાદાના બિઝનેસ ‘રોઝી બ્લુ ડાયમન્ડ્સ’નો હવાલો સંભાળ્યો અને કંપનીમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત થઈ.

સાસુ નીતા અંબાણી અને શ્લોકા વચ્ચે છે ખૂબ જ ખાસ સંબંધ: માહિતી મુજબ, શ્લોકા મહેતા અને તેની સાસુ નીતા અંબાણી વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ છે. એક મીડિયા સંસ્થાને ઈન્ટરવ્યુ આપતાં નીતા અંબાણીએ કહ્યું હતું કે ‘આકાશ માટે શ્લોકાથી સારી છોકરી કોઈ ન હોઈ શકે. હું શ્લોકાને ત્યારથી ઓળખું છું જ્યારે તે 4 વર્ષની હતી. ત્યારથી લઈને આજ સુધી શ્લોકામાં ઘણું પરિવર્તન આવ્યું છે. પરંતુ તેના ચહેરાની નિર્દોષતા આજે પણ તેવી જ છે. હું ખૂબ જ ખુશ છું કે હું જે છોકરીને ખૂબ પસંદ કરું છું. તે મારા ઘરની વહુ બની ગઈ છે. અમે બધા ઘણા વર્ષોથી શ્લોકાના સ્વાગતની રાહ જોઈ રહ્યા હતા.