ઘરમાં આ દિશામાં ઘડિયાળ લગાવવાથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન, ક્યારેય નથી થતી પૈસાની અછત

ધાર્મિક

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં લાગેલી દરેક ચીજને રાખવા અને લગાવવાના પોતાના કેટલાક નિયમ અને કાયદા હોય છે. જો આ વાતોને ધ્યાનમાં રાખીને ઘરમાં કોઈપણ ચીજનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી શુભ અને ફળદાયક લાભ મળે છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. તેવી જ રીતે ઘરની દીવાલો પર ઘડિયાળો લગાવવા વિશે પણ કેટલાક નિયમો આપવામાં આવ્યા છે.

આપણા બધાના ઘરમાં ઘડિયાળો લાગેલી હોય છે. ઘરોમાં અવારનવાર આપણે ઘડિયાળને એવી જગ્યાએ લગાવીએ છીએ જ્યાંથી આપણે તેને સરળતાથી જોઈ શકીએ છીએ. પરંતુ આ કરતી વખતે, આપણે ઘડિયાળની દિશા પર થોડું પણ ધ્યાન આપતા નથી. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ઘડિયાળ યોગ્ય દિશામાં હોવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ સ્વાસ્થ્ય બગાડવાની સાથે નકારાત્મક ઉર્જા પણ લાવે છે. તેની ઘરના લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

ઘરની દીવાલ પર લાગેલી ઘડિયાળ માત્ર સમય જણાવવાનું જ કામ નથી કરતી, પરંતુ તે ઘણા શુભ અને અશુભ સંકેતો પણ આપે છે. વાસ્તુ નિયમો મુજબ, જો ઘડિયાળનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે, તો તે નુકસાનનું કારણ પણ બને છે. જીવન પર પણ ઘડિયાળની અસર પડે છે. ઘરમાં અટકેલી ઘડિયાળ નકારાત્મકતા જ ફેલાવે છે. સાથે જ ઘર પણ ઘડિયાળની જેમ નિર્જીવ બની જાય છે.

આજે અમે તમને ઘરની દિવાલો પર ઘડિયાળ લગાવવાના વાસ્તુશાસ્ત્રના નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરમાં કઈ દિશામાં અને કઈ રીતે ઘડિયાળ લગાવવી જોઈએ જેથી ઘરમાં સકારાત્મકતા રહે અને સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે.

દિવાલો પર આ દિશામાં ઘડિયાળ લગાવો: જો તમે ઘરમાં સુખ-શાંતિ અને પ્રગતિ ઈચ્છો છો તો પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવો. આ દિશામાં લગાવેલી ઘડિયાળ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ ઘરમાં ઘડિયાળ દક્ષિણ દિશામાં રાખવી શુભ નથી. તેનાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. ક્યારેય ભૂલથી પણ ઘરમાં ઘડિયાળ દક્ષિણ દિશામાં ન લગાવો. આ દિશામાં લગાવેલી ઘડિયાળ સ્વાસ્થ્ય પર અસર કરે છે આટલું જ નહીં સાથે પૈસાની તંગી પણ લાવે છે.

વાસ્તુ મુજબ ઘરના મુખ્ય દરવાજા પર ઘડિયાળ ન લગાવવી જોઈએ. આ જગ્યા પર લગાવેલી ઘડિયાળ નકારાત્મક ઉર્જા લાવે છે, જેના કારણે ઘરમાં રહેતા લોકોની ખુશીઓ પર ખરાબ નજર લાગે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે લોલકવાળી ઘડિયાળનો ઉપયોગ ન કરો. આ સાથે જ આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારા ઘરની ઘડિયાળ બંધ ન થાય. આ ઉપરાંત ઘડિયાળ પર ધૂળ જામવા ન દો.

આ વાતનું જરૂર રાખો ધ્યાન: ઘરમાં બંધ ઘડિયાળ ન રાખો. વાસ્તુ મુજબ ઘડિયાળ બંધ થવા પર તમે પાછળ રહી જાઓ છો અને સમય આગળ નીકળી જાય છે. ઘરમાં લીલા અને કેસરી કલરની ઘડિયાળ રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. લિવિંગ રૂમમાં ચોરસ આકારની ઘડિયાળ લગાવો. જેના કારણે ઘરના લોકોમાં શાંતિ અને પ્રેમ જળવાઈ રહે છે.