ઘરમાં છે પૈસાની અછત અથવા કોઈ મોટી મુશ્કેલી તો ભગવાન સામે રાખી દો આ એક ચીજ અને પછી જુવો કમાલ

ધાર્મિક

હિન્દુ ધર્મને દુનિયાનો સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. આ ધર્મમાં માણસ અને પૃથ્વીના અસ્તિત્વનું લાખો વર્ષ જૂનું અસ્તિત્વ જોવા મળે છે. આ ધર્મના ગ્રંથ અને તેમાં લખાયેલી વાતોને સાયંસ પણ માને છે. એવી ઘણી ચીજો છે જ્યાં સાયંસ આજ સુધી નથી પહોંચ્યું, પરંતુ સનાતન ધર્મમાં તેનો ઉલ્લેખ છે. આ ધર્મમાં એવી ઘણી પરંપરાઓ અને માન્યતાઓ છે જે શ્રદ્ધાની સાથે સાયંસ સાથે પણ જોડાયેલી છે. જેના પર સાયંસ પણ ઘણી વખત અભ્યાસ કરી ચુક્યું છે. આજે અમે તમને આવી જ એક પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

હિન્દુ ધર્મમાં કોઈપણ પૂજા અથવા શુભ કાર્ય કરતા પહેલા દીવો જરૂર પ્રગટાવવામાં આવે છે. દરેકે પોતાના ઘરમાં પોતાની માતાને પૂજા કરતી વખતે દીવો પ્રગટાવતા જોઈ છે. ઘરના વડીલોના જણાવ્યા મુજબ દરરોજ દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા ઘરના મંદિરોમાં દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેના ફાયદા શું છે? આજે અમે તમને તેના વિશે જણાવીશું.

જણાવી દઈએ કે અગ્નિ દેવને સાક્ષી માનીને જે પણ કાર્ય કરવામાં આવે છે તે સફળ જ થાય છે. આપણા શરીરની રચનાના મદદરૂપ પાંચ તત્વોમાંથી અગ્નિ પણ એક મહત્વપુર્ણ અંગ છે. અગ્નિને ભગવાન સૂર્યનું બદલાયેલું સ્વરૂપ પણ માનવામાં આવે છે. દીવો જ્ઞાનનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે દેવી-દેવતાઓની સામે દીવો પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

તો એવું પણ માનવામાં આવે છે કે મંદિરમાં દીવો પ્રગટાવવાથી ભગવાન આપણા મનને પ્રકાશ તરફ લઈ જાય છે. આપણા શાસ્ત્રો મુજબ ઘરના સભ્યોને ડર અને દુશ્મનથી બચાવવા માટે દર સોમવાર અને શનિવારે દીવો પ્રગટાવવો જોઈએ. આ સાથે ભગવાન વિષ્ણુની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.

આટલા દોષ દૂર કરે છે દીવો: જો તમે તમારી કુંડળીમાંથી રાહુ-કેતુના દોષોને દૂર કરવા ઈચ્છો છો, તો ઘરના મંદિરમાં અળસીના તેલનો દીવો પ્રગટાવો. આ સાથે શનિવારે સરસવના તેલમાં દીવો પ્રગટાવવાથી શનિ ગ્રહથી પણ છુટકારો મળશે. આ ઉપરાંત જો તમે આર્થિક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો તો માતા લક્ષ્મીની સામે સાત વાટ વાળો દીવો પ્રગટાવો. તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર કરશે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ પૈસાની સમસ્યાને દૂર કરવા માટે આ સૌથી અસરકારક ઉપાય છે. તો માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે, બે વાટ વાળો દીવો પ્રગટાવો. આ સાથે જો તમારે તમારી આવક વધારવી છે તો બુધવારે ભગવાન ગણેશની સામે ત્રણ મુખ વાળો દેશી ઘીનો દીવો પ્રગટાવો અને તેમને દુર્વા ઘાસ ચળાવો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ પૈસા અને અન્નની અછત નહીં થાય.

નોંધપાત્ર વાત એ છે કે શાસ્ત્રોમાં દેવી-દેવતાઓની પૂજામાં દીવો પ્રગટાવવો જરૂરી જણાવવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરના મંદિરમાં દરરોજ દીવો પ્રગટાવવાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. એવી માન્યતા પણ છે કે ઘરમાં દીવો પ્રગટાવવાથી પરિવારના સભ્યોનું નસીબ બદલાય છે.