અલ્લૂ અર્જુન નહિં પરંતુ આ સુપરસ્ટાર હતા ‘પુષ્પા’ ની પહેલી પસંદ, પરંતુ તેમણે રિજેક્ટ કરી હતી ફિલ્મની ઓફર

બોલિવુડ

સાઉથ ઈન્ડસ્ટ્રીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા ધ રાઈઝ’એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મમાં જોવા મળેલા સ્ટાર્સને પણ મોટી સફળતા મળી છે. જ્યારે પુષ્પાના પાત્રમાં સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુને ધૂમ મચાવી દીધી તો, સાથે જ શ્રીવલ્લીના પાત્રમાં રશ્મિકા મંદાનાએ દરેકના દિલ પર રાજ કર્યું. આ ઉપરાંત ‘ઉ અંટાવા’ જેવું આઈટમ સોંગ આપીને સામંથા રૂથ પ્રભુએ પણ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મના પહેલા ભાગને ખૂબ પ્રેમ મળ્યો હતો.

સાથે જ ચાહકો હવે તેના બીજા ભાગને લઈને ઉત્સાહિત છે. પરંતુ તમને જણાવી દઈએ કે પુષ્પા માટે પહેલી પસંદ અલ્લુ અર્જુન નહીં પરંતુ કોઈ અન્ય સુપરસ્ટાર હતા. આ ઉપરાંત પણ ઘણા એવા કલાકારો છે જેમણે આ ફિલ્મને રિજેક્ટ કરી હતી. ચાલો જાણીએ તે સ્ટાર્સના નામ?

મહેશ બાબુ: સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ માટે પ્રખ્યાત છે. તેણે પોતાની કારકિર્દીમાં સાઉથને એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મો આપી છે. રિપોર્ટનું માનીએ તો ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ અલ્લુ અર્જુન પહેલા મહેશ બાબુને ઓફર કરવામાં આવી હતી. પરંતુ કહેવાય છે કે મહેશ બાબુને આ ફિલ્મમાં ગ્રે શેડ્સવાળો રોલ પસંદ આવ્યો ન હતો. આવી સ્થિતિમાં, તેમણે આ ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી, ત્યાર પછી અલ્લુ અર્જુનને આ રોલ ઓફર કરવામાં આવ્યો.

સામંથા રૂથ પ્રભુ: નોંધપાત્ર છે કે સામંથા રૂથ પ્રભુએ આ ફિલ્મમાં ‘ઉ અંટાવા’ જેવું આઈટમ સોંગ કર્યું છે અને આ સોંગને કારણે તેને ખૂબ લોકપ્રિયતા પણ મળી છે. પરંતુ કહેવાય છે કે સામંથા રૂથ પ્રભુને પહેલા આ ફિલ્મમાં મુખ્ય પાત્ર એટલે કે શ્રીવલ્લીની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી. પરંતુ સામંથાએ તે કરવાની મનાઈ કરી હતી. ત્યાર પછી રશ્મિકાને આ પાત્ર મળ્યું.

નોરા ફતેહી: પોતાના અદ્ભુત ડાન્સ માટે પ્રખ્યાત નોરા ફતેહી પણ આઈટમ સોંગ માટે પ્રખ્યાત છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ‘ઉ અંટાવા’ માટે સામંથા રૂથ પ્રભુ પહેલા નોરા ફતેહીનું નામ સામે આવ્યું હતું. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ ગીત માટે નોરા ફતેહીએ વધુ પૈસાની માંગ કરી હતી, ત્યાર પછી નોરાને ફિલ્મથી દૂર કરવામાં આવી હતી અને અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને આ ગીત ઓફર કરવામાં આવ્યું હતું અને અંતે આ ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.

દિશા પાટની: પોતાની ફિટનેસ માટે પ્રખ્યાત અભિનેત્રી દિશા પાટનીને પણ ‘ઉ અંટાવા’ ગીતની ઓફર કરવામાં આવી હતી. કહેવાય છે કે સામંથા રૂથ પ્રભુ અને નોરા પહેલા દિશા પાટનીને આ ગીતની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે કોઈ કારણસર આ ગીત કરવાની મનાઈ કરી હતી. ત્યાર પછી આ ગીત સામંથા રૂથ પ્રભુએ કર્યું. એવું પણ કહેવાય છે કે સામંથા રૂથ પ્રભુ પણ આ ગીત કરવા તૈયાર ન હતી. પરંતુ જ્યારે ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુને તેને આ ગીતમાં એક્ટિંગ કરવા કહ્યું ત્યારે તે રાજી થઈ ગઈ.