‘પુષ્પા’ ફિલ્મ માટે અલ્લૂ અર્જુનને મળ્યા 50 કરોડ, તો રશ્મિકાને મળી આટલી અધધ ફી, જાણો ‘પુષ્પા’ ના કલાકારોની ફી વિશે

બોલિવુડ

સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. થોડા દિવસો પહેલા જ 300 કરોડના ક્લબમાં પહોંચી ચુકેલી આ ફિલ્મ ઝડપથી 400 કરોડના ક્લબમાં સામેલ થવા તરફ આગળ વધી રહી છે. સાઉથની આ ફિલ્મ દેશભરમાં સુપરહિટ છે અને આ ફિલ્મના હીરો અલ્લુ અર્જુન દેશન સુપરસ્ટાર બની ચુક્યા છે.

સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો ‘પુષ્પા… ફૂલ નહીં, ફાયર હૂં મેં, ઝુકૂંગા નહીં’.. ડાયલોગ દરેક બાજુએ છવાયેલો છે. ફિલ્મના ચાહકો ‘સામી સામી’, ‘ઓ અંટાવા’ અને ‘શ્રીવલ્લી’ જેવા ગીતો પર ઝૂમી રહ્યા છે. ‘પુષ્પા’ની સ્ટોરી હોય કે ગીતો, બધું જ હિટ સાબિત થયું છે. 400 કરોડની કમાણી તરફ આગળ વધી રહેલી આ ફિલ્મને આ તબક્કા સુધી પહોંચાડવા માટે કલાકારો અને અન્ય સભ્યોએ આ ફિલ્મ માટે કેટલા પૈસા ચાર્જ કર્યા છે તે જાણીને તમે ચોંકી જશો. આજે અમે તમને ફિલ્મના હીરો અલ્લુ અર્જુન, હીરોઈન રશ્મિકા મંદાના, વિલન ફહાદ ફાસિલ, સમંથા અને ડાયરેક્ટર સુકુમારથી લઈને ફિલ્મના સંગીતકારના દરેક મહત્વપૂર્ણ સભ્યની ફી વિશે જણાવીશું.

અલ્લૂ અર્જુન: ‘પુષ્પા’ માટે અભિનેતા અલ્લુ અર્જુનની ખૂબ પ્રશંસા થઈ છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર સુપર-ડુપર હિટ બનાવવામાં તેમની સૌથી મોટી ભૂમિકા રહી છે. તેથી જ તેમની કમાણી પણ સૌથી વધુ છે. તેમની દમદાર એક્ટિંગ, ડાયલોગ ડિલિવરી, ડાન્સ અને એક્શનની ખૂબ પ્રસંશા થઈ છે. ‘બોલિવૂડ લાઈફ’ના એક રિપોર્ટનું માનીએ તો ફિલ્મ ‘પુષ્પા’ માટે અલ્લૂ અર્જુને લગભગ 50 કરોડ રૂપિયાની મોટી ફી લીધી છે. આ રકમે બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા છે.

રશ્મિકા મંદાના: ‘પુષ્પા’ના ‘સામી સામી’ ગીતનો હૂક સ્ટેપ ખૂબ જ લોકપ્રિય થયો છે. જેમાં નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ પોતાનું પૂરું જોર લગાવ્યું હતું. આ ફિલ્મ સુપરહિટ બનવામાં રશ્મિકાની પણ મોટી ભૂમિકા હતી. ‘બોલિવૂડ લાઈફ’ના રિપોર્ટ મુજબ રશ્મિકાએ ‘પુષ્પા’ માટે 8 થી 10 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

ફહાદ ફાસિલ: ફિલ્મ ‘પુષ્પા’માં ઈન્સ્પેક્ટર ‘ભંવર સિંહ’ની ભૂમિકા મલયાલમ અભિનેતા ફહાદ ફાસીલે નિભાવી છે. ફહાદની એન્ટ્રી ફિલ્મના અંતમાં થાય છે પરંતુ તેની ભયાનક સ્ટાઈલ એ દર્શકોને ખૂબ જ પ્રભાવિત કર્યા. આ પાત્ર એ ‘પુષ્પા પાર્ટ ટુ’ ને લઈને ઉત્સુકતા ઉત્પન્ન કરી છે. ‘ભંવર સિંહ’ના પાત્ર માટે ફહાદે લગભગ 3.5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

સુકુમાર: ‘પુષ્પા’નું નિર્દેશન સુકુમારે કર્યું છે. તે આ પહેલા સાઉથની ઘણી હિટ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચુક્યા છે. અલ્લુ અર્જુનને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ ‘આર્યા’ ફિલ્મથી મળી હતી, જેનું ડાયરેક્શન પણ સુકુમાર એ જ કર્યું હતું. આ ઉપરાંત તે ‘મહેશ બાબુ ઇન નંબર 1’ અને ‘જગદમ’ જેવી ઘણી ફિલ્મોનું ડાયરેક્શન કરી ચુક્યા છે. આ મીડિયા રિપોર્ટ મુજબ ‘પુષ્પા’ માટે સુકુમારને 25 કરોડ રૂપિયાની ફી મળી છે.

દેવી શ્રી પ્રસાદ: ‘પુષ્પા’ ગીતોની લોકપ્રિયતા પાછળ સંગીતકાર દેવી શ્રી પ્રસાદનો જ હાથ છે. તેણે આ ફિલ્મના હિન્દી વર્ઝનના ગીતોને ભૂષણ કુમારની ટી-સિરીઝ સાથે પ્રેઝેંટ કર્યા છે. સંગીતકાર દેવી શ્રી પ્રસાદે ‘પુષ્પા’ માટે 3.5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

સામંથા રૂથ પ્રભુ: ‘પુષ્પા’ ફિલ્મમાં સામંથા રૂથ પ્રભુનું ‘ઓ અંટાવા’ આઈટમ નંબર હતું. આ ગીતે એ ઈંટરનેટ અને યુટ્યુબ પર ખૂબ ધૂમ મચાવી હતી. આ એક ગીત માટે સામંથા રૂથ પ્રભુએ 1.5 કરોડ રૂપિયા લીધા છે.

અનસૂયા ભારદ્વાજ: અનસૂયા ભારદ્વાજે ‘પુષ્પા’માં મહિલા વિલનની ભૂમિકા નિભાવી છે. જેમણે દમદાર એક્ટિંગનું ફરી એક વાર ઉદાહરણ આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે દોઢથી બે કરોડ રૂપિયા ફી લીધી છે.