બુધવારના દિવસે ઘરે ખરીદીને લાવો આ 5 ચીજો, ચમકી જશે નસીબ, દૂર થશે દરેક સમસ્યાઓ

ધાર્મિક

ચીજો ખરીદવાનો શોખ દરેક વ્યક્તિને હોય છે. ખાસ કરીને મહિલાઓમાં ખરીદીનો ખૂબ ક્રેઝ જોવા મળે છે. આપણે બધા જીવનમાં અલગ-અલગ ચીજો ખરીદીએ છીએ. પરંતુ કેટલીક વિશેષ ચીજોને એક ખાસ દિવસે ખરીદવામાં જ ફાયદો હોય છે. અઠવાડિયામાં સાત દિવસ હોય છે. દરેક દિવસ કોઈ વિશેષ દેવી-દેવતાને સમર્પિત છે. બુધવાર ગણેશજીનો દિવસ છે. આવી સ્થિતિમાં જો તમે નીચે દર્શાવેલ 5 ચીજો બુધવારે ખરીદીને ઘરે લાવશો તો તમને ઘણા ફાયદાઓ જોવા મળી શકે છે. તેનાથી તમારું નસીબ ચમકશે અને પરિવારની સમસ્યાઓ પણ દૂર થશે.

ગણેશજીઃ જો તમે ઘરમાં ગણેશજીની મૂર્તિ અથવા ફોટો લાવવાનું વિચારી રહ્યા છો તો તેને બુધવારે જ ખરીદો. હિન્દુ માન્યતાઓ મુજબ બુધવાર ગણેશજીનો દિવસ હોય છે. એવું કહેવાય છે કે આ દિવસે ગણેશજીને ઘરે લાવવાથી સૌભાગ્ય પણ સાથે આવે છે. રસપ્રદ વાત એ છે કે આ ગણેશજીને તમે કોઈપણ સ્વરૂપમાં ખરીદી શકો છો. એટલે કે ગણેશજી વાળી ડેકોરેશનની ચીજો કે ઘડિયાળો વગેરે પણ લઈ શકાય છે. બસ એક વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે તેને પહેલીવાર ઘરે લાવો ત્યારે તેની પૂજા જરૂર કરો.

ગુલાબનું ફૂલઃ બુધવારના દિવસે ગુલાબના ફૂલ અથવા તેનાથી બનેલો ગુલદસ્તો ખરીદવો શુભ હોય છે. તમે આ ગુલાબના ફૂલ ભગવાનને પણ ચળાવી કરી શકો છો અથવા તમે કોઈને ગિફ્ટ તરીકે પણ આપી શકો છો. તમે તેને તમારી સાથે પણ રાખી શકો છો. તે એક રીતે ખુશીઓ લાવે છે. આ દિવસે ગુલાબ ઘરે લાવવાથી અથવા કોઈને ગિફ્ટમાં આપવાથી તમને આનંદ મળે છે.

સોનું અને ચાંદીઃ બુધવારે સોના અથવા ચાંદીની બનેલી ચીજો લાવવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને જ્યારે પણ તમે લાવો તો પહેલા તેને ગણેશજીના ચરણ પાસે રાખો અને પછી તેની પૂજા કરો. તેનાથી તમારા ઘરમાં બરકત રહેશે અને પૈસાની અછત ક્યારેય નહીં આવે.

મોરપીંછ: બુધવારે ઘરમાં મોરપીંછ લગાવવું શુભ માનવામાં આવે છે. આ મોરપીંછ તમને ખરાબ અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. સાથે જ તેમાં રહેલી ઉર્જા તમારા ઘરમાં એક સકારાત્મક વાતાવરણ બનાવે છે. તેથી જો તમે ઘરમાં મોરપીંછ લગાવવા ઈચ્છો છો તો બુધવારનો દિવસ જ પસંદ કરો.

પીળા વસ્ત્રો: બુધવારે પીળા વસ્ત્રો ખરીદવા લકી છે. આ વસ્ત્રો લાવ્યા પછી, જ્યારે પણ તેને પહેલી વખત પહેરો ત્યારે સૌથી પહેલા ભાગ્યવિધાતા એટલે કે ગણેશજીની પૂજા કરી લો. ત્યાર પછી તમે આ વસ્ત્રો પહેરીને જે પણ કામ કરશો તે પૂર્ણ થવાની સંભાવના પણ વધી જશે.

કાચબોઃ વાસ્તુશાસ્ત્રમાં કાચબાનું મહત્વ પણ જોવા મળે છે. તમે સાચો કાચબો અથવા ડેકોરેશન વાળો કાચબો માત્ર બુધવારે જ ખરીદીને ઘરે લાવો. તે તમારા ઘરના લોકોને સમસ્યાઓથી બચાવવાનું કામ કરશે. કાચબો પણ ભગવાન વિષ્ણુના અનેક સ્વરૂપમાંથી એક છે.