અંદરથી આટલું સુંદર દેખાય છે પુનીત રાજકુમારનું ઘર, કંઈક આવી લક્ઝરી લાઈફ જીવતા હતા અભિનેતા

બોલિવુડ

પોતાના ચાહકોની વચ્ચે ‘અપ્પૂ’ ના નામથી લોકપ્રિય રહેલા કન્નડ સિનેમાના ખૂબ જ પ્રખ્યાત સ્ટાર રાજકુમાર તાજેતરમાં જ પોતાના લાખો ચાહકોની આંખો ભીની કરીને આ દુનિયાને અલવિદા કહી ગયા. માત્ર 46 વર્ષની ઉંમરમાં પુનીત રાજકુમારનું ચાલ્યા જવું ચાહકોને ઝટકો આપી ગયું. લોકો આજે પણ તેમના નિધનના શોકમાંથી બહાર આવી શક્યા નથી.

જણાવી દઈએ કે પુનીત રાજકુમારે કન્નડ સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને તે કન્નડ સિનેમાના સુપરસ્ટાર હતા. 29 ઓક્ટોબરે પુનીતનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. કહેવાય છે કે વર્કઆઉટ કરતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને પછી તેમને બચાવી શક્યા નહિં.

પુનીત રાજકુમારના નિધન પર ચાહકોએ સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ તેમના અંતિમ સંસ્કારમાં પણ હજારોની સંખ્યામાં ચાહકો શામેલ થયા હતા. પુનીત કુમારના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. નોંધપાત્ર છે કે પુનીત એક લક્ઝરી લાઈફ જીવતા હતા. તે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક હતા અને તેમની પાસે મોંઘી અને લક્ઝરી કાર પણ હતી. સાથે જ તે બેંગલુરુમાં એક લક્ઝરી ઘરમાં રહેતા હતા. ચાલો આજે અમે તમને આ સુંદર ઘરની તસવીરો બતાવીએ.

પુનીત બેંગ્લોરના સદાશિવનગર પોશ વિસ્તારમાં રહેતા હતા. પુનીતે પોતાના ઘરના બહારના ભાગને સફેદ રંગથી સજાવ્યો હતો. પુનીત પોતાના આ ઘરમાં પત્ની અને પુત્રીઓ સાથે વર્ષ 2017 થી રહેતા હતા.

પુનીતે માત્ર ઘરના બહારના ભાગને જ સફેદ રંગથી સજાવ્યો નથી પરંતુ તેમણે ઘરના અંદરના ભાગમાં પણ સફેદ રંગને જગ્યા આપી હતી. અંદર અને બહાર બંને તરફથી દિવંગત અભિનેતાનું ઘર ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે.

આ પુનીતના ઘરના લિવિંગ રૂમનો નજારો છે જેમાં તે તેની પત્ની સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. લિવિંગ રૂમમાં ખૂબ જ લક્ઝરી ફર્નિચરને જગ્યા આપવામાં આવી છે. જ્યારે લિવિંગ રૂમમાં સોબર કલર્સ કરવામાં આવ્યા છે.

આ છે પુનીતનો બેડરૂમ જેની સુંદરતા જોતા જ બને છે. તેમણે રૂમને ખૂબ જ સુંદર રીતે તૈયાર કરાવ્યો હતો. કહેવાય છે કે તેના બેડરૂમના દરેક ખૂણામાં શો પીસ લગાવવામાં આવ્યા છે.

આ છે ડાઇનિંગ એરિયાની તસવીર. ડાઇનિંગ ટેબલની સાથે ખુરશીઓનો રંગ પણ સફેદ છે, જે ખૂબ જ સુંદર લાગે છે. આ એક રેસ્ટો-થીમ ડાઇનિંગ ચેર છે.

હવે એક નજર કરીએ પુનીતના બાળકોના સ્પેશિયલ રૂમ પર. અભિનેતાએ તેના બાળકોના રૂમને પણ ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરાવ્યો હતો. દીવાલ હોય, પડદા હોય કે બેડ હોય, દરેક ચીજ જોવામાં આકર્ષક લાગે છે. જણાવી દઈએ કે દિવંગત અભિનેતાને બે પુત્રીઓ છે.

પોતાના મહેમાનો માટે પણ પુનીતે ઘરે ખાસ વ્યવસ્થા કરાવી હતી. તેમણે ગેસ્ટ રૂમ પણ ખૂબ જ સુંદર બનાવ્યો હતો. તેમાં મોર્ડન ફર્નિચર રાખવામાં આવ્યું છે, જે કોઈને પણ આકર્ષિત કરવા માટે પૂરતું છે. સાથે જ દિવાલોનો રંગ, બેડ વગેરેનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે.