આ દિવસથી શરૂ થઈ રહ્યો છે શ્રાવણ મહિનો, આ મહીનામાં ભૂલથી પણ ન કરો આ 7 કામ, આ વિધિથી કરો પૂજા

ધાર્મિક

25 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. શ્રાવણ હિન્દુ કેલેન્ડરનો પાંચમો મહિનો છે. તે 25 જુલાઇ રવિવારથી 22 ઓગસ્ટ રવિવાર સુધી ચાલશે. આ મહિનાના સ્વામી વૈકુંથનાથ છે. શ્રવણ નક્ષત્રમાં તેમની પૂનમ આવે છે, જેના કારણે તેને શ્રાવણ અથવા સાવન મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં પણ પૂજા માટે સોમવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ખરેખર શ્રવણ નક્ષત્રના સ્વામી ચંદ્રદેવ છે અને ચંદ્રને સોમ પણ કહેવામાં આવે છે. એટલે કે ચંદ્રવારનું એક નામ સોમવાર પણ છે.

શિવ ભક્તો માટે શ્રાવણ મહિનો ખૂબ જ વિશેષ હોય છે. આ મહિનામાં દરેક ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જે શિવજીને પ્રસન્ન કરવામાં સફળ થઈ જાય છે ભોલેનાથ તેની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. આટલું જ નહિં તમારા જીવનમાંથી દુઃખોને પણ સમાપ્ત કરે છે. શ્રાવણ મહિના સાથે જોડાયેલા કેટલાક નિયમો છે. ઉદાહરણ તરીકે આ મહિનામાં કેટલાક વિશેષ કાર્ય કરવાની મનાઈ છે.

શ્રાવણ મહિનામાં ન કરો આ કામ: શ્રાવણ મહિનામાં સવારે મોડે સુધી સૂવું ન જોઈએ. આ મહિનામાં જેટલું બની શકે તેટલા વહેલા ઉઠીને સ્નાન કરી લેવું જોઈએ. સવારે કરેલી પૂજાનું વધુ મહત્વ હોય છે. તેનાથી શિવજી પણ પ્રસન્ન થાય છે.

શ્રાવણ મહિનામાં જેટલું બની શકે તેટલું લીલા શાકભાજી ખાવાથી બચવું જોઈએ. ખરેખર આ વરસાદની ઋતુ પણ હોય છે. આ ઋતુમાં શાકભાજીમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ હોઈ શકે છે. તે તમને બીમાર કરી શકે છે. શ્રાવણ મહિનામાં મૂળા અને રિંગણ ખાવાની મનાઈ કરવામાં આવે છે. તેને આ મહિનામાં ખાવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. આ સાથે જ તેલમાં પકાવેલી ચીજોનું સેવન પણ ઓછું કરવું જોઈએ. શ્રાવણ મહિનામાં ભૂલથી પણ તામાસિક ખોરાક ન કરો. તામાસિક ખોરાકમાં ડુંગળી, લસણ, માંસ, માછલી જેવી ચીજો આવે છે.

શ્રાવણ મહિનામાં નશો કરવાનું પણ છોડી દેવું જોઈએ. જો તમે નશો કરો છો તો શિવજી નારાજ થઈ શકે છે. શ્રાવણ મહિનામાં જો ક્કોઈ તમારા દરવાજા પર કંઈ માંગવા આવે તો તેને ખાલી હાથ પરત ન કરો. તેને તમારી ક્ષમતા મુજબ કંઈક આપો. આ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ પૈસા અને અન્નની અછત આવશે નહીં. શ્રાવણ મહિનામાં શક્ય બને ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ મહિના દરમિયાન તમારા મનમાં ઉત્તેજક વિચાર લાવવાથી બચવું જોઈએ.

આ રીતે કરો શિવજીની પૂજા: શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવાથી દુઃખ દર્દ દૂર ભાગે છે અને ખુશીઓ આવે છે. આ મહિનામાં દરરોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. ત્યાર પછી પૂજાઘરમાં ઘીનો દીવો પ્રગટાવો. હવે બધા દેવતાઓનો ગંગાજળથી અભિષેક કરો. શિવલિંગ પર ગંગાજળની સાથે દૂધ પણ ચળાવો. ત્યાર પછી શિવજીને ફૂલ અને બિલિ પત્ર પણ ચળાવો. હવે ભગવાન શિવની પૂજા કરો અને તેમને ભોગ ચળાવો. છેલ્લે જેટલું બની શકે આંખ બંધ કરીને સાચા મનથી શિવજીનું ધ્યાન કરો. તમારી બધી સમસ્યા દૂર થઈ જશે. સાથે જ ઈચ્છા પણ પૂર્ણ થશે.

શિવપૂજાની સામગ્રી: ફૂલ, ફળ, શુદ્ધ દેશી ઘી, મધ, ગંગાજળ, પવિત્ર જળ, પંચ રસ, અત્તર, ગંધ રોલી, મોલી, જાનેઉ, પંચમીઠાઈ, બિલિપત્ર, ધતૂરો, ભાંગ, બોર, મંદાર ફૂલ, ગાયનું કાચું દૂધ , શેરડીનો રસ, કપૂર, ધૂપ, દીવો, કપાસ વગેરેનો ઉપયોગ શિવ પૂજામાં કરી શકાય છે.