આકાશ અંબાણીના પુત્ર પૃથ્વી અંબાણીના બીજા જન્મદિવસની કેકની ઝલક આવી સામે, ખૂબ જ યૂનિક હતી બર્થડે કેક, જુવો આ તસવીરો

વિશેષ

અંબાણી પરિવાર દરેક તહેવાર અને ફેમિલી ફંક્શનને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. થોડા દિવસો પહેલા, 10 ડિસેમ્બર, 2022 ના રોજ, અંબાણી પરિવારના સૌથી નાના સભ્ય અને આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના પુત્ર, પૃથ્વી આકાશ અંબાણીનો બીજો જન્મદિવસ ખૂબ ભ્વ્ય રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો. હવે તેના જન્મદિવસની કેકની સુંદર તસવીરો સામે આવી છે. ચાલો તમને બતાવીએ.

જો કે પૃથ્વી અંબાણીની ખૂબ ઓછી તસવીરો જોવા મળે છે, પરંતુ જ્યારે પણ તેની કોઈ તસવીર સામે આવે છે, ત્યારે તે ટૂંક સમયમાં વાયરલ થઈ જાય છે. તેનો પહેલો જન્મદિવસ અંબાણી પરિવારે પોતાના પિતૃક નિવાસ સ્થાન ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો, જેની તસવીરો આજ સુધી સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આ સેલિબ્રેશનમાં આખો અંબાણી પરિવાર એક સાથે જોવા મળ્યો હતો.

હવે પૃથ્વીના બીજા જન્મદિવસ પર પણ અંબાણી પરિવારે ભવ્ય સેલિબ્રેશન કર્યું છે. જો કે, તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને મુંબઈમાં ખૂબ જ પ્રાઈવેટ રીતે માત્ર ખાસ લોકોની હાજરીમાં જ સેલિબ્રેટ કરવામાં આવ્યો. હવે પૃથ્વીના બીજા જન્મદિવસની કેકની ઝલક સામે આવી છે. સામે આવેલી તસવીરમાં જોઈ શકાય છે કે ગોલ્ડન કલરના બેઝ પર પિંક કલરની કેક પર પ્રિન્સ પૃથ્વી લખેલું છે. કેક પર એક બેબી બોય બેઠેલો જોવા મળી રહ્યો છે.

આ પહેલા જૂન 2022 માં, અંબાણી પરિવારે અનંત અંબાણીની કથિત ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ માટે ક્લાસિકલ ડાન્સ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું, જેમાં આખો અંબાણી પરિવાર એક સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન, અંબાણી પરિવારનો સૌથી નાનો સભ્ય, પૃથ્વી અંબાણી ગુલાબી કુર્તામાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો હતો, જે તેના પપ્પા અને દાદા સાથે કેમેરા માટે પોઝ આપી રહ્યો હતો. જોકે તમને આ તસવીરો કેવી લાગી અમને કમેંટ કરીને જરૂર જણાવો.