પૃથ્વી આકાશ અંબાણી એ માતા શ્લોકા, ફઈ ઈશા અને ‘ભાવી ચાચી’ રાધિકા મર્ચંટ સાથે કરી મસ્તી, જુવો પૃથ્વીની આ તસવીરો

વિશેષ

બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેનો પરિવાર ભલે મીડિયાથી દૂર રહે, પરંતુ તે કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. હવે અંબાણી પરિવાર પોતાના પૌત્રને કારણે ચર્ચામાં છે. આ સમયે પૃથ્વી આકાશ અંબાણીની એક ક્યૂટ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાલો તમને બતાવીએ.

સૌથી પહેલા એ જાણી લો કે આકાશ અને શ્લોકા અંબાણીએ 9 માર્ચ 2019ના રોજ ભવ્ય સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. 10 ડિસેમ્બર 2020ના રોજ કપલ એ પોતાના પુત્ર પૃથ્વી આકાશ અંબાણીનું સ્વાગત કર્યું હતું. જન્મ પછીથી જ તે સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગયો હતો. ચાહકો તેની એક ઝલક માટે આતુર રહે છે.

હવે અમને સોશિયલ મીડિયા પર આકાશ અંબાણીના પુત્ર પૃથ્વીની એક તસવીર મળી છે, જે તેના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી છે. તસવીરમાં, પૃથ્વી પોતાની માતા શ્લોકા મહેતા, ફઈ ઈશા અંબાણી પીરામલ અને ભાવિ કાકી રાધિકા મર્ચન્ટ સાથે ક્વોલિટી ટાઈમ એન્જોય કરતા જોવા મળી રહ્યો છે. અંબાણી પરિવારની મહિલાઓ સાથે પૃથ્વીની આ પ્લે ડેટ ખૂબ જ મજેદાર લાગી રહી છે. આ તસવીરમાં દરેક ખુબ ખુશ જોવા મળી રહ્યા છે.

આ પહેલા પૃથ્વીની એક અન્ય તસવીર સામે આવી હતી, જેમાં તે પોતાના દાદા અને બિઝનેસમેન મુકેશ અંબાણી સાથે જોવા મળી રહ્યો હતો. આ તસવીર પણ એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી હતી, જેમાં મુકેશ પોતાના પૌત્ર પૃથ્વીને ખોળામાં લઈને તેના ગાલ પર કિસ કરતા જોવા મળી રહ્યા હતા. આ દરમિયાન પૃથ્વી પણ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો હતો.

થોડા સમય પહેલા, પૃથ્વી આકાશ અંબાણી આખા ઈન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો કારણ કે લોકોએ તેને પહેલીવાર જોયો હતો. ખરેખર, 15 માર્ચ 2022ના રોજ, પૃથ્વીએ નર્સરી સ્કૂલમાં તેનો પહેલો દિવસ પસાર કર્યો હતો. આ દરમિયાન તેની કેટલીક તસવીરો સામે આવી હતી. આટલું જ નહીં, તે પોતાની સ્કૂલની બહાર તેની માતા શ્લોકા સાથે પણ જોવા મળ્યો હતો. તસવીરમાં, શ્લોકાએ પોતાના લાડલા પુત્ર પૃથ્વીને પોતાના ખોળામાં પકડ્યો છે.

અત્યારે, આ વાત સ્પષ્ટ છે કે, આખો અંબાણી પરિવાર પોતાના નાના રાજકુમાર પૃથ્વી અંબાણીને ખૂબ પ્રેમ કરે છે. જોકે તમને તેની આ લેટેસ્ટ તસવીર કેવી લાગી તે અમને કમેંટ કરીને જરૂર જણાવો.