પૃથ્વી અંબાણીના ફર્સ્ટ બર્થડે બેશની કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો આવી સામે, જુવો તેની આ વાયરલ સુંદર તસવીરો

વિશેષ

અંબાણી પરિવારના સૌથી નાના સભ્ય પૃથ્વી અંબાણીનો જન્મ 10 ડિસેમ્બર, 2020 ના રોજ થયો હતો અને તાજેતરમાં જ બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીએ પોતાના પૌત્ર પૃથ્વી અંબાણીનો પહેલો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો અને હવે પૃથ્વી અંબાણીના જન્મદિવસના સેલિબ્રેશનની કેટલીક ખાસ તસવીરો ઈંટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. જો કે અંબાણી પરિવારના દરેક સભ્ય મીડિયા અને લાઇમલાઇટથી ખૂબ દૂર રહે છે. પરંતુ છતાં પણ અંબાણી પરિવાર હંમેશા કોઈને કોઈ કારણથી હેડલાઇન્સમાં આવી જાય છે.

‘પ્રિન્સ ઓફ ઈન્ડિયા’ના નામથી સોશિયલ મીડિયા પર પ્રખ્યાત પૃથ્વી અંબાણીને અંબાણી પરિવાર ભલે લાઈમલાઈટથી દૂર રાખવાનો પૂરો પ્રયત્ન કરે છે, પરંતુ છતાં પણ પૃથ્વી અંબાણીની કોઈને કોઈ તસવીર દર બીજા દિવસે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. અને સાથે જ મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણી એક ઝલક મેળવવા માટે લોકો આતુરતાથી રાહ જુવે છે.

સાથે જ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે પૃથ્વી અંબાણીના ફર્સ્ટ બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો, કે જે દરેકનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં 10 ડિસેમ્બર, 2021ના રોજ આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના પુત્ર પૃથ્વી અંબાણીનો પહેલો જન્મદિવસ અંબાણી પરિવાર દ્વારા ગુજરાતમાં પોતાના પિતૃક ઘરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને મીડિયા રિપોર્ટ્સ મુજબ પૃથ્વી અંબાણીના જન્મદિવસના સેલિબ્રેશનમાં 120 થી પણ વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં બોલિવૂડ, રાજકારણ અને રમતગમતના ઘણા દિગ્ગજોએ હાજરી આપી હતી.

સાથે જ મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીના સારા સ્વાસ્થ્ય માટે 100 પંડિતોએ પૂજા-પાઠ કર્યા હતા અને આ ઉપરાંત અંબાણી પરિવારે લગભગ 5000 ગ્રામવાસીઓને ભોજન પણ કરાવ્યું હતું અને નજીકના તમામ અનાથાલયોમાં ગરીબ બાળકો માટે અંબાણી પરિવાર પાસે જરૂરિયાતની કેટલીક ચીજો પણ દાન કરવામાં આવી હતી.

પૃથ્વી અંબાણીના જન્મદિવસના સેલિબ્રેશનની ઘણી સુંદર ઝલક આપણને સોશિયલ મીડિયા પર જોવા મળી, જેમાં બર્થડે વેન્યૂથી લઈને ટેસ્ટી કેક સુધી દરેક ખૂબ જ સુંદર જોવા મળી રહ્યું હતું.

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પૃથ્વી અંબાણીના જન્મદિવસના સેલિબ્રેશનનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં તમે જોઈ શકો છો કે બર્થડે વેન્યુને કેટલી સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો. સાથે જ પૃથ્વી અંબાણીના બર્થડે સેલિબ્રેશનના બે મહિના પછી, પૃથ્વી અંબાણીના બર્થડે ની કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો સામે આવી છે, જે ખરેખર ખૂબ જ સુંદર છે.

સામે આવેલી તસવીરોમાં આકાશ અંબાણી શ્લોકા મેહતા અને પોતાના પુત્રના બર્થડે સેલિબ્રેશન દરમિયાન ખૂબ જ રોમેન્ટિક સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે અને જ્યાં શ્લોકા મહેતા એક તસવીરમાં હસતા જોવા મળી રહી છે, તો આકાશ અંબાણી તેને પાછળથી હગ કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીરને જોઈને આ વાતનો અંદાજ લગાવી શકાય છે કે આકાશ અંબાણી શ્લોકા મહેતાએ પોતાના પુત્રના બર્થડે સેલિબ્રેશનમાં ખૂબ જ મસ્તી કરી હતી.

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પૃથ્વી અંબાણીની એક અન્ય તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં પૃથ્વી અંબાણી પોતાના પિતા આકાશ અંબાણી સાથે રમતા જોવા મળી રહ્યા છે અને તે પોતાના પિતાના ચશ્મા કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ તસવીરમાં પૃથ્વી અંબાણી બ્લૂ કલરના ટી-શર્ટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. તમને જણાવી દઈએ કે પૃથ્વી અંબાણીના બર્થ ડે સેલિબ્રેશનની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર આકાશ અંબાણી નામના ઈન્સ્ટા પેજ પર શેર કરવામાં આવી છે.

આ તમામ તસવીરોમાં મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીએ પોતાની નિર્દોષતાથી દરેકનું દિલ જીતી લીધું છે અને પ્રિન્સ અંબાણીની આ તસવીરો આ દિવસોમાં ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.