ક્યારેક પિતાના ખભા પર તો ક્યારેક માતાના ખોળામાં જોવા મળ્યો મુકેશ અંબાણીનો પૌત્ર, જુવો તેની ક્યૂટનેસ ભરેલી સુંદર તસવીરો

મનોરંજન

દુનિયાના સૌથી અમીર બિઝનેસમેનના લિસ્ટમાં શામેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પરિવારની ખુશી તે દિવસથી વધુ વધી ચુકી છે જ્યારે તેમના પૌત્ર પૃથ્વી અંબાણીનો જન્મ થયો હતો. જણાવી દઈએ કે, પૃથ્વીનો જન્મ 10 ડિસેમ્બર 2020ના રોજ થયો હતો. હવે તે આ વર્ષે ડિસેમ્બરમાં 2 વર્ષનો થવા જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પૃથ્વીની ઘણી ક્યૂટ તસવીરો વાયરલ થઈ ચુકી છે. તાજેતરમાં જ તે તેના દાદા મુકેશ અંબાણી સાથે પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન તેની ક્યૂટનેસએ દરેકનું દિલ જીતી લીધું હતું. ચાલો જોઈએ પૃથ્વીની આવી જ કેટલીક પ્રેમાળ તસવીરો.

જણાવી દઈએ કે, મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને શ્લોકા મેહતાના લગ્ન વર્ષ 2019માં થયા હતા. લગ્નના દોઢ વર્ષ પછી તેમના પુત્ર પૃથ્વી અંબાણીનો જન્મ થયો. તેમણે 10 ડિસેમ્બર, 2021ના રોજ પૃથ્વીનો પહેલો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો, જેના માટે તેણે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.

આટલું જ નહીં પરંતુ આ પાર્ટીમાં લગભગ 100 પંડિતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ અંબાણી પરિવારે 50,000 ગ્રામવાસીઓને ભોજન કરાવ્યું. આ ઉપરાંત આ પાર્ટીમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સ પણ શામેલ થયા હતા. જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ પોતાના પૌત્ર માટે નેધરલેન્ડથી રમકડાં મંગાવ્યા હતા.

સાથે જ પૃથ્વી અંબાણીની કેટલીક તસવીરો પોતાની માતા શ્લોકા મેહતા સાથે પણ વાયરલ થઈ હતી. વાયરલ થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, શ્લોકા મેહતા તેના પુત્રને પ્રેમથી જોતા જોવા મળી રહી છે, જ્યારે તેનો પુત્ર પૃથ્વી અન્ય જગ્યાએ જોવામાં વ્યસ્ત છે.

આ ઉપરાંત પહેલા જન્મદિવસ દરમિયાન શ્લોકાએ પોતાના પુત્ર પૃથ્વી સાથે ઘણી સુંદર તસવીરો ક્લિક કરી હતી, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ પણ કરવામાં આવી હતી.

અન્ય એક તસવીરમાં જોઈ શકાય છે કે શ્લોકા પોતાના પુત્ર પૃથ્વીને પકડીને એક મોટી કેક સાથે ઉભી છે. સાથે જ બીજી તસવીરમાં પૃથ્વી બ્લુ એનિમલ પ્રિન્ટ જમ્પર સૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે.

આ તસવીરમાં તેની માતા એટલે કે શ્લોકા એ તેને ખોળામાં ઉઠાવ્યો છે. સોશિયલ મીડિયા પર પૃથ્વીના પહેલા જન્મદિવસની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી.

વાત કરીએ શ્લોકા મહેતાની તો તે પ્રખ્યાત ડાયમંડ કંપની રોઝી બ્લુના માલિક રસેલ મહેતાની પુત્રી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તે તેના પિતાની કંપનીની ડાયરેક્ટર છે અને તેમનો બિઝનેસ પણ ખૂબ સારી રીતે સંભાળે છે.

આ ઉપરાંત તે ‘મેહતા કનેક્ટ ફોર’ નામની કંપનીની ફાઉંડર પણ છે જેના દ્વારા તે NGO ની મદદ કરે છે.

વાત કરીએ શ્લોકાના શિક્ષણ વિશે તો, તેમણે વર્ષ 2009માં નીતા અંબાણીની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો હતો. આ દરમિયાન તેની મુલાકાત આકાશ અંબાણી સાથે થઈ, ત્યાર પછી બંને વચ્ચે પ્રેમ થયો અને પછી પરિવારની સહમતિ સાથે લગ્ન કરી લીધા.

જ્યારથી શ્લોકા મેહતા અંબાણી પરિવારની વહુ બની છે ત્યારથી તે ખૂબ ચર્ચામાં રહે છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.