આટલા અધધ કરોડની સંપત્તિ ના માલિક છે સુપરસ્ટાર નાગાર્જુન, જીવે છે કંઈક આવી લાઈફસ્ટાઈલ, જુવો તસવીરો

બોલિવુડ

દક્ષિણ ભારતીય ફિલ્મ સુપરસ્ટાર નાગાર્જુને તાજેતરમાં જ પોતાનો 62 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. 29 ઓગસ્ટ 1959 ના રોજ ચેન્નઈમાં જન્મેલા નાગાર્જુનનું પૂરું નામ અક્કીનેની નાગાર્જુન છે. દક્ષિણ ભારતીય સિનેમામાં તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે. આ સાથે જ તેમણે લગભગ અડધો ડઝન હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નાગાર્જુનની માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ફેન ફોલોઇંગ છે.

ફિલ્મો સાથે નાગાર્જુન માત્ર બાળ કલાકાર તરીકે જોડાયેલા છે. તેમણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું અને મોટા થયા પછી પણ, ઈન્ડસ્ટ્રીમાં કામ કરીને તેમણે સુપરસ્ટાર બનવા સુધીની સુંદર સફર કરી. જણાવી દઈએ કે તેમની પહેલી ફિલ્મ વર્ષ 1967 માં આવી હતી. ત્યાર પછી મુખ્ય અભિનેતા તરીકે તે દક્ષિણના સિનેમામાં જોવા મળ્યા. સાથે જ વર્ષ 1992 માં તેમણે હિન્દી સિનેમામાં પગ મૂક્યો. નાગાર્જુને પોતાની પહેલી જ હિન્દી ફિલ્મમાં હિન્દી સિનેમાના બે મોટા કલાકારો અમિતાભ બચ્ચન અને દિવંગત અને હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર રહેલી શ્રીદેવી સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ હતી ‘ખુદા ગવાહ’.

નાગાર્જુન આજે પણ ફિલ્મોમાં એક્ટિવ છે અને 62 વર્ષની ઉંમરમાં પણ તે સતત કામ કરી રહ્યા છે. પોતાની ફિલ્મી કારકિર્દીમાં નાગાર્જુને ખૂબ ખ્યાતિ મેળવવા ઉપરાંત ખૂબ સંપત્તિ પણ મેળવી છે. તે લક્ઝરી જીવન જીવે છે. તે અબજો રૂપિયાની સંપત્તિના માલિક છે. તેની પાસે એક મોંઘુ ઘર અને લક્ઝરી કાર છે. તો ચાલો આજે તમને આ દિગ્ગઝ અભિનેતાની કુલ નેટવર્થ એટલે કે સંપત્તિ વિશે જણાવીએ.

નાગાર્જુને એકથી એક ચઢિયાતીહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની લાંબી ફિલ્મી કારકિર્દીમાં વિક્રમ, સિવા, મંજુ, જખ્મ, ક્રિમિનલ, માસ, મનમ, શિરડી સાંઈ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો શમેલ છે. તેની નેટવર્થની વાત કરીએ તો નાગાર્જુનની કુલ સંપત્તિ લગભગ 800 કરોડ રૂપિયા છે. સાથે જ તે એક વર્ષમાં લગભગ 48 કરોડ રૂપિયા અને દર મહિને 4 કરોડ રૂપિયાની કમાણી કરે છે. ફિલ્મોની સાથે સાથે તે જાહેરાતોમાંથી પણ મોટી કમાણી કરે છે.

નાગાર્જુને પોતાનો સ્ટુડિયો પણ ખોલ્યો છે જે લગભગ 7 એકરમાં ફેલાયેલો છે. તેનું નામ અન્નપૂર્ણા સ્ટુડિયો છે. તેની હેઠળ તે ફિલ્મ પ્રોડકશન ની સાથે સાથે ડિસ્ટ્રિબ્યુશન નું કામ પણ કરે છે. સાથે જ આ દિવસોમાં નાગાર્જુન હૈદરાબાદની અન્નપૂર્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ ફિલ્મ એન્ડ મીડિયાના પ્રમુખ તરીકે પણ કામ કરી રહ્યા છે.

નાગાર્જુનનો બંગલો પણ ખૂબ જ લક્ઝરી અને ખર્ચાળ છે. તે લગભગ 42 કરોડ રૂપિયાની કિંમતના બંગલામાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમનો બંગલો દેખાવમાં ખૂબ જ સુંદર અને લક્ઝરી છે.

800 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક અને 42 કરોડ રૂપિયાના ઘરમાં રહેતા નાગાર્જુન પાસે ઘણી લક્ઝરી અને મોંઘી કાર પણ છે. તેમની પાસે એક 65 લાખ રૂપિયાની કિંમતતની રેન્જ રોવર કાર છે. સાથે જ તે 1.5 કરોડથી લઈને 3 કરોડ રૂપિયા સુધીની કિંમત વાળી ઓડી A7, BMW 7, મર્સિડીઝ S-Class કારના પણ માલિક છે.

નાગાર્જુન ફિલ્મો અને જાહેરાતો ઉપરાંત ધંધાના ક્ષેત્રમાંથી પણ ઘણી કમાણી કરે છે. તેઓ મા ટીવીમાં મોટા શેરહોલ્ડર છે. તેઓ અન્નપૂર્ણા સ્ટુડિયો, એન-કન્વેન્શન સેન્ટર, મુંબઈ માસ્ટર્સ ઓફ ઇન્ડિયન બેડમિન્ટન લીગના સહ-માલિક અને ટીવી પ્રોડ્યુસર પણ છે.

બે વખત ફોર્બ્સના લિસ્ટમાં મળી ચૂક્યું છે સ્થાન: નાગાર્જુનને ફોર્બ્સના લિસ્ટમાં ભારતના ટોપ -100 લોકોમાં સ્થાન મળી ચૂક્યું છે. તે આ લિસ્ટમાં 56 અને 61 માં નંબર પર છે. તેણે આ કારનામું વર્ષ 2012 અને વર્ષ 2013 માં કર્યું હતું.

નાગાર્જુનની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે કુલ બે લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન વર્ષ 1984 માં લક્ષ્મી દગ્ગુબાતી સાથે થયા હતા, પરંતુ વર્ષ 1990 માં તેમનો સંબંધ સમાપ્ત થયો હતો. બંનેએ છૂટાછેડા લીધા હતા. બંનેને એક પુત્ર હતો જેનું નામ નાગા ચૈતન્ય છે. નાગા પણ તેમના પિતાની જેમ દક્ષિણ ભારતીય ફિલ્મોનું એક મોટું નામ છે. વર્ષ 1990 માં લક્ષ્મી દગ્ગુબાતી સાથે છૂટાછેડા પછી વર્ષ 1992 માં નાગાર્જુને બીજા લગ્ન કર્યા. તેણે અભિનેત્રી આમલા સાથે સાત ફેરા લીધા. બંનેનો એક પુત્ર છે જેનું નામ અખિલ અક્કીનેની છે. અખિલ પણ એક અભિનેતા છે.

નાગાર્જુન તેમના પરિવારની ખૂબ નજીક છે. આ તસવીરમાં તે પુત્ર નાગા ચૈતન્ય, પુત્રવધૂ સામંથા અક્કીનેની, પત્ની અમાલા અક્કીનેની અને નાના પુત્ર અખિલ અક્કીનેની સાથે જોવા મળી રહ્યો છે.