કરોડોની હોટલ અને અબજોની સંપત્તિના માલિક છે મિથુન ચક્રવર્તી રહે છે આ લક્ઝુરિયસ ઘરમાં, જુવો તસવીરો

બોલિવુડ

આપણા બોલીવુડના દિગ્ગજ કલાકાર મિથુન ચક્રવર્તી બોલિવૂડના ઘણા મોટા સુપરસ્ટાર રહી ચૂક્યા છે અને તેણે તેમની કારકિર્દીમાં ઘણી એક્શન સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને મિથુન ચક્રવર્તીને તેમની એક્ટિંગની સાથે સાથે તેના સુંદર ડાંસ માટે ઓળખવામાં આવે છે. અને મિથુન દાએ તેની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સુંદર એક્ટિંગથી એક અલગ ઓળખ બનાવી છે અને ખૂબ નામ અને ખ્યાતિ મેળવી છે.

આજના સમયમાં, મિથુન ચક્રવર્તી એક સુપરસ્ટાર હોવાની સાથે સાથે પ્રોડ્યૂસર, લેખક, સામાજિક કાર્યકર અને ભૂતપૂર્વ સાંસદ પણ રહી ચુક્યા છે અને મિથુનાદાને આજે પણ લોકો ડાન્સિંગ હીરો અને તેની દેશી સ્ટાઈલ માટે ઓળખે છે . જણાવી દઈએ કે મિથુન દાનું ગીત ડિસ્કો ડાન્સર ખૂબ જ લોકપ્રિય ગીત હતું અને ગીતમાં મિથુન દાની ડાંસિંગ સ્ટાઈલ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. તેમનું આ ગીત દેશમાં જ નહિં પરંતુ વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત થયું હતું અને ચાહકો તેમના ડાંસના દિવાના છે.

સાથે જ મિથુન ફિલ્મો ઉપરાંત ટીવી જગતમાં પણ ખૂબ જ એક્ટિવ છે અને તેણે ઘણા ડાન્સ રિયાલિટી શોને જજ કર્યા છે અને ઘણી લોકપ્રિયતા મેળવી છે. જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તીનો જન્મ 16 જૂન 1950 માં કોલકાતામાં થયો હતો અને મિથુને તેની એક્ટિંગ કારકિર્દીમાં કુલ 350 થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને હિન્દી ફિલ્મોની સાથે મિથુન દાએ બંગલા, ઉડિયા અને ભોજપુરી ફિલ્મોમાં પણ પોતાની સુંદર એક્ટિંગથી દરેકને પોતાના દિવાના બનાવ્યા છે.

જણાવી દઈએ કે મિથુને તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘મૃગ્યા’ થી કરી હતી જે વર્ષ 1976 માં આવી હતી. અને આ ફિલ્મ માટે મિથુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો અને મિથુન બોલીવુડમાં તેની પહેલી ફિલ્મથી જ પ્રખ્યાત બની ગયા હતા.

મિથુને જ્યારે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારે તે બે પાળીમાં કામ કરતા હતા અને પોતાની સખત મહેનત અને સમર્પણથી ઈંડસ્ટ્રીમાં ખૂબ નામ કમાવ્યું અને મિથુન દા જેવો અભિનેતા ઈંડસ્ટ્રીમાં આજ સુધી આવ્યો નથી અને આવશે પણ નહિં.

જણાવી દઈએ કે મિથુન દા આજના સમયમાં કરોડોની સંપત્તિના માલિક છે અને તે તમિલનાડુના ઉંટી, મસિનાગુડી અને કર્ણાટકમા મૈસુરમાં ઘણી લક્ઝુરિયસ હોટલ ચલાવે છે અને આ હોટલ ખૂબ જ સુંદર પણ છે. જેમાં લગભગ 59 રૂમ, 4 લક્ઝુરિયસ સૂટ્સ, હેલ્થ ફિટનેસ સેન્ટર, સ્વિમિંગ પૂલ, લેઝર ડિસ્ક થિએટર, સાથે કિડ્સ કોર્નર જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સિવાય મિથુનની એક લક્ઝરી હોટલ ઉંટીમાં પણ છે અને આ હોટલમાં પણ બધી સુવિધાઓ ઉપલબ્ધ છે.

જણાવી દઈએ કે મિથુન મોનાર્ક ગ્રૂપના પણ માલિક છે, જે હોસ્પિટાલિટીમાં કામ કરે છે. વાત કરીએ મિથુન ચક્રવર્તીના ઘરની તો, તેમનું મુંબઈમાં એક ખૂબ જ લક્ઝુરિયસ મહેલ જેવું ઘર છે અને આ ઘરમાં સુખ સુવિધાઓની બધી ચીજો ઉપલબ્ધ છે.

અને આ સાથે મિથુનનું કોલકાતામાં પણ લક્ઝુરિયસ ઘર છે અને તેની પાસે ઘણા ફાર્મ હાઉસ છે જ્યાં તે પોતાનો ફ્રી ટાઇમ પસાર કરે છે અને આજના સમયમાં મિથુન ચક્રવર્તી તેના પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.