અજય દેવગણ પાસે છે એકથી એક ચઢિયાતી લક્ઝરી ચીજો, 54 કરોડના બંગલાથી લઈને આ 5 ચીજો છે તેમાં શામેલ

બોલિવુડ

ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ થી વર્ષ 1991 માં બોલીવુડમાં એંટ્રી કરનાર અજય દેવગણ સંપત્તિ અને કમાણીની બાબતમાં પણ ‘સિંઘમ’છે. મોંઘી કારથી લઈને અજય પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે અજયની સંપત્તિ 298 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. ચાલો જાણીએ અજય દેવગણની 5 કિંમતી ચીજો વિશે.

માસેરાતી ક્વાટ્રોપોર્ટે: જણાવી દઈએ કે અજય બોલિવૂડના એ સ્ટાર્સમાંના એક છે જેમની પાસે માસેરાતી ક્વોટ્રોપોર્ટે છે. તેની કિંમત લગભગ 1.5 કરોડ છે. અજયે આ કાર વર્ષ 2008 માં ખરીદી હતી. આ કારમાં 4.7 લિટર વી 8 પેટ્રોલ એન્જિનથી સજ્જ છે જે 431 બીએચપી અને 490 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય અજય દેવગણ પાસે BMW Z4, રેન્જ રોવર વોગ, મર્સિડીઝ એસ ક્લાસ અને જીએલ ક્લાસ, ઓડી ક્યૂ 7 અને ઓડી એ 5 સ્પોર્ટબાઈક પણ છે જેને તેમણે પોતાના ગેરેજની અંદર રાખ્યું છે.

રોલ્સ રોયસ કલિનન: ખરેખર થોડા સમય પહેલા જ અજયે ભારતની સૌથી મોંઘી એસયુવી, રોલ્સ રોયસ કલિનન ખરીધી હતી. જેની કિંમત લગભગ 6.95 કરોડ રૂપિયા છે. આ લક્ઝરી કાર 6.8 લિટર વી 12 પેટ્રોલ એન્જિન સાથે આ કાર 560 બીએચપીની મહત્તમ ઉર્જા અને 850 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. 5 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલતી આ કારમાં ઓલ-વ્હીલ સ્ટીયરિંગ સિસ્ટમ, એર સસ્પેન્શન અને 360 ડિગ્રી કેમેરો છે જે ડ્રાઇવરને બર્ડ્સ-આઈ વ્યૂ આપે છે. સિંઘમ અજય દેવગણે તેને પોતાની સુંદર લક્ઝરી ગાડીઓમાં શામેલ કરી છે. અજય પાસે લગભગ 10 કિંમતી ગાડી છે.

25 કરોડનું ફાર્મ હાઉસ: અજય દેવગણનું પોતાનું એક ફાર્મહાઉસ છે જે 28 એકરમાં ફેલાયેલું છે. આ મુંબઇના કરજત શહેરમાં છે. આ ફાર્મ હાઉસની કિંમત હાલમાં 25 કરોડ છે, જેમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.

લંડનમાં 54 કરોડનો લક્ઝુરિયસ બંગલો: જોકે અજય દેવગણ તેની પત્ની કાજોલ અને બાળકો ન્યાસા અને યુગ સાથે જુહુમાં લક્ઝરી બંગલા શિવશક્તિમાં રહે છે પરંતુ, તેમનો પ્રોપર્ટી પોર્ટફોલિયો પણ લંડન સુધી ફેલાયેલો છે. એક રિપોર્ટ અનુસાર, અજય દેવગણ લંડનમાં 54 કરોડ રૂપિયાના લક્ઝુરિયસ બંગલાના માલિક છે. આ લંડનના પાર્ક લેનમાં બનેલો છે.

84 કરોડનું પ્રાઈવેટ જેટ: એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે અજય દેવગણ બોલીવુડના પહેલા એવા અભિનેતા રહ્યા છે, જે પ્રાઈવેટ જેટના માલિક છે. તેણે છ સીટર હોકર 800 વિમાન ખરીદ્યું છે, જેનો ઉપયોગ તે ઘણી વાર પ્રમોશન, શૂટિંગ અને પર્સનલ કામ માટે કરે છે. એક રિપોર્ટ અનુસાર વિમાનની કિંમત 84 કરોડ છે. આ સિવાય અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી કુંદ્રા, પ્રિયંકા ચોપરા જોનાસ અને અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓ પાસે પણ જેટ છે.

Leave a Reply

Your email address will not be published.