પ્રિયંકા ચોપરા એ વેચી દીધી પોતાની ફેવરિટ આ સૌથી મોંઘી કાર, જાણો શા માટે પ્રિયંકા એ વેચી પોતાની આ કાર

બોલિવુડ

તાજેતરમાં જ માતા બનેલી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. બોલીવુડ અને હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને હોલીવુડ સ્ટાર નિક જોનાસ જાન્યુઆરીમાં માતા-પિતા બન્યા હતા. જોકે, અત્યાર સુધી સ્ટાર્સે પોતાની પુત્રીની તસવીરો અથવા તેના નામ વિશે કોઈ વાત કરી નથી. તમને જણાવી દઈએ કે અભિનેત્રી પ્રિયંકા સરોગેસી દ્વારા એક પુત્રીની માતા બની છે. પ્રિયંકાની પુત્રીનો જન્મ ડિલિવરી ડેટ થી 12 અઠવાડિયા પહેલા જ થઈ ગયો હતો. ત્યાર પછી ડોકટર્સે નવજાતને સ્વસ્થ થવા સુધી ઓબજર્વેશનમાં રાખ્યું છે.

માતા બન્યા પછીથી જ પ્રિયંકા ચોપરા પોતાના મધરહુડને ખૂબ એન્જોય કરી રહી છે. આવી સ્થિતિમાં એક એવા સમાચાર સામે આવ્યા છે, જે જાણીને હવે ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ખરેખર સમાચાર આવી રહ્યા છે કે પ્રિયંકા ચોપરાએ પોતાની સૌથી મોંઘી કાર વેચી દીધી છે. આ કારની કિંમત કરોડોમાં જણાવવામાં આવી રહી છે. કાર વેચવાના સમાચાર સામે આવતાની સાથે જ ચાહકો પ્રિયંકા માટે ખૂબ પરેશાન થઈ રહ્યા છે.

કરોડોની રોયલ કાર વેચી: તેઓ જાણવા ઈચ્છે છે કે પ્રિયંકાએ પોતાની કરોડોની કાર શા માટે વેચી. શું પ્રિયંકા અને નિક કોઈ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે? છેવટે પ્રિયંકાએ આવું શા માટે કર્યું? તમને પ્રિયંકાની રોયલ કારમાં શામેલ રોલ્સ રોયસ ઘોસ્ટ તો યાદ જ હશે. પ્રિયંકા આ કારમાં ખૂબ ગર્વથી ફરતી હતી.

આ કાર સાથે પ્રિયંકાને પણ ખૂબ જ લગાવ હતો. તેથી જ તેણે આ કારને વધુ સુંદર બનાવી હતી. પ્રિયંકાએ પોતાની આ રોયલ કાર માટે લક્ઝુરિયસ ઈન્ટીરીયર કરાવ્યું હતું. અને તેમાં ઘણા ફેન્સી ગેજેટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં પોતાની ફેવરિટ કાર પ્રિયંકા એ શા માટે વેચી છે આ સવાલ ઉઠવો તો વ્યાજબી જ છે.

આ માટે વેચી કાર: તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ આ કાર વર્ષ 2013માં ખરીદી હતી. પરંતુ હવે તેણે આ કારને બેંગ્લોરમાં રહેતા એક બિઝનેસમેનને વેચી દીધી છે. જો કે પ્રિયંકાએ હજુ સુધી આ કારના વેચાણ અંગે કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. ન તો તેણે તેની કિંમત કે તેને વેચવાનું કારણ જણાવ્યું છે. પરંતુ એક મીડિયા રિપોર્ટનું માનીએ તો પ્રિયંકાએ આ કાર એટલા માટે વેચી દીધી છે કારણ કે તે લાંબા સમયથી તેના ગેરેજમાં પડી હતી.

લગ્ન પછી પ્રિયંકા અમેરિકામાં શિફ્ટ થઈ ગઈ છે. ત્યાર પછી તેની આ કારને ગેરેજમાં રાખવામાં આવી છે. આ દિવસોમાં પ્રિયંકા પોતાની પુત્રીનું ખાસ ધ્યાન રાખવામાં વ્યસ્ત છે. ભલે પ્રિયંકાએ હજી સુધી તેની પુત્રીની તસવીર કે તેનું નામ જણાવ્યું નથી, પરંતુ તેણે પોતાની પુત્રી માટે પોતાના નવા ઘરમાં રિનોવેશન કરીને તેનો રૂમ ખૂબ સારી રીતે સજાવ્યો છે. જેની તસવીર તેમણે પોતાના સોશોયલ મીડિયા એકાઉંટ પર પણ શેર કરી હતી.