પ્રિયંકાની બહેન પરિણીતિને લગ્નમાં જીજુની મોજડી પરત કરવા પર મળ્યા હતા આટલા અધધ રૂપિયા કે જાણીને ઉડી જશે તમારા હોંશ

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના લગ્નના સમાચારોએ મીડિયામાં ખૂબ હેડલાઈન્સ બનાવી હતી અને તેના લગ્નની તમામ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી. આ કપલે વર્ષ 2018 માં હિંદુ અને ક્રિશ્ચિયન બંને રિવાજો સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નના સૌથી મહત્વના સમાચાર એ હતા કે પ્રિયંકા ચોપડાની કઝીન સિસ્ટર અભિનેત્રી પરિણીતી ચોપડાને તેના જીજુ પાસેથી તેમની મોજડી તેમને પરત કરવા પર કેટલા રૂપિયા મળ્યા હતા. ભારતીય લગ્નમાં વિદેશી મહેમાનોએ ખૂબ આનંદ કર્યો અને આ લગ્નને ખાસ બનાવવા માટે પરિણીતીએ ઘણું કામ કર્યું. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે મોજડી લીધા પછી પરિણીતિ એ નિક સામે કરોડોની માંગ કરી હતી. તો ચાલો જાણીએ કે પરિણીતિ ને નિક પાસેથી કેટલા રૂપિયા મળ્યા હતા.

પ્રિયંકાની બહેન પરિણીતીને જીજુ પાસેથી આટલા રૂપિયા મળ્યા હતા: કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરિણીતિ એ નિક પાસે કરોડો એઊપિયાની માંગ કરી હતી, પરંતુ એવું કઈ નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, પરિણીતીએ નિક પાસે મોજડી માટે 5 લાખ રૂપિયા માંગ્યા હતા અને તેને તે પમળી પણ ગયા હતા. આ લગ્ન ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયા હતા અને સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રિયંકા અને નિકની વરમાળા દરમિયાન બિલકુલ શાંત વાતાવરણ હતું જે સામાન્ય લોકોના લ્ગ્નમાં હોય છે. દુલ્હા અને દુલ્હનને તેમના મિત્રોએ તેમને હવામાં ઉઠાવ્યા અને વરમાળા ન થવા દીધી, પછી અચાનક બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી દીધી.

એક રિપોર્ટ અનુસાર લગ્ન પછી નિકે પ્રિયંકા માટે પ્રેમાળ સ્પીચ પણ આપી હતી અને તેને સાંભળ્યા પછી પ્રિયંકાની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ પછી, નિકે વચન આપ્યું હતું કે તે પ્રિયંકાનું જીવનભર ધ્યાન રાખશે અને તેનો સાથ ક્યારેય નહિં છોડે. રણવીર સિંહની જેમ નિકે પણ તેના હાથમાં મહેંદી લગાવી હતી અને પ્રિયંકાની મહેંદીમાં ગિટાર બનાવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે નિકનું ફેવરિટ ઈંસ્ટૃમેંટ ગિટાર છે અને પ્રિયંકા પોતે રોકસ્ટાર છે. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર જોનાસ પરિવારે તેમની પુત્રવધૂ પ્રિયંકાને એક ખાસ એરિંગ ગિફ્ટ કરી હતી અને તેની કિંમત9,500 ડોલર જણાવવામાં આવી રહી છે કે ભારતીય ચલણ મુજબ લગભગ 55.46 લાખ રૂપિયા છે.

દિલ્હીમાં આપ્યું હતું પહેલું રિસેપ્શન: પ્રિયંકા અને નિકે દિલ્હીમાં તેમના લગ્નનું પહેલું રિસેપ્શન આપ્યું હતું. તેમાં પીએમ નરેન્દ્ર મોદી પણ જોડાયા હતા અને નવા પરિણીત કપલને અભિનંદન આપ્યા હતા. આ રિસેપ્શનમાં અન્ય ઘણા રાજકારણીઓ પહોંચ્યા અને કેટલાક બિઝનેસમેન પણ આવ્યા. આ રિસેપ્શનમાં પ્રિયંકા અને નિકના પરિવાર ઉપરાંત ઘણા લોકો હાજર રહ્યા હતા. તેમનું આ રિસેપ્શન દિલ્હીના તાજ પેલેસમાં આપવામાં આવ્યું હતું. આ પછી આ કપલે એન રિસેપ્શન પાર્ટી પણ આપી હતી જેમાં બધા બોલીવુડ સ્ટાર પણ શામેલ થયા હતા.