શું ગીત પણ ગાઈ શકે છે પ્રિયંકા ચોપરા, લાઈવ શો દરમિયાન થયો સિંગિંગ ટેસ્ટ, જુવો આ વીડિયો

બોલિવુડ

પ્રિયંકા ચોપરા મલ્ટી-ટેલેંટેડ અભિનેત્રી છે. એક્ટિંગ ઉપરાંત તેણે સિંગિંગ અને પ્રોડક્શનમાં પણ હાથ અજમાવ્યો છે. સિંગિંગ દરમિયાન તેના 2 ગીત હિટ પણ થયા હતા. પરંતુ ચાહકોને વિશ્વાસ ન હતો કે આ ગીત પ્રિયંકાએ પોતે ગાયું છે. ત્યાર પછી સ્ટેઝ પર તેનો સિંગિંગ ટેસ્ટ થયો. આ ટેસ્ટમાં પ્રિયંકા ફેલ થઈ કે પાસ તમને આગળ જણાવીએ.

પ્રિયંકાએ 3 ગીત ગાયા છે: જ્યારે પ્રિયંકા ચોપરા હોલીવુડમાં પોતાની સફર શરૂ કરી રહી હતી ત્યારે તેણે પોતાના ગીત રેકોર્ડ કર્યા હતા. પ્રિયંકા ચોપરા એક મલ્ટી-ટેલેંટેડ કલાકાર છે. તે એક અદ્ભુત અભિનેત્રી છે, શ્રેષ્ઠ પ્રોડ્યૂસર છે અને સિંગર પણ છે. પ્રિયંકાએ વર્ષ 2013 માં બે અંગ્રેજી ગીતો ગાયા હતા – એક્ઝોટિક અને ઇન માય સિટી. આ ગીત રિલીઝ થતાની સાથે જ ધૂમ મચી ગઈ હતી અને લોકોને પ્રિયંકા ચોપરાના એક અન્ય ટેલેંટ વિશે જાણ થઈ હતી. એક્ઝોટિક અને ઈન માય સિટી ગીત રિલીઝ પછી લોકો એ જાણવા ઈચ્છતા હતા કે શું પ્રિયંકા ખરેખર ગીત ગાઈ શકે છે? અને આ સવાલનો જવાબ એક લાઈવ શોમાં મળ્યો હતો.

લાઈવ શોમાં થયો હતો ટેસ્ટ: પ્રિયંકા ચોપરાના બે ગીત રિલીઝ થયાના થોડા મહિના પછી અભિનેત્રી પોતાના ત્રીજા ગીત ‘આઈ કેન્ટ મેક યુ લવ મી’ના રિલીઝ માટે એક શો પર પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીને એક ચાહકે ગીત ગાવાનું કહ્યું હતું, આ ડિમાન્ડ સાંભળીને પ્રિયંકા પહેલા તો થોડી સ્તબ્ધ થઈ ગઈ પરંતુ પછી ગીત ગાવા માટે રાજી થઈ ગઈ. તેણે તે ચાહકને પણ સ્ટેઝ પર બોલાવ્યો, જેણે અભિનેત્રીને ગાવા માટે કહ્યું હતું.

ડિમાંડ પર સ્ટેઝ પર પ્રિયંકા ચોપરા એ ગાવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો પ્રિયંકા સારું ગાઈ રહી હતી, પરંતુ પછીથી તેનો સુર થોડો આમ-તેમ થઈ ગયો હતો. ત્યાર પછી અભિનેત્રી તેના સિંગિંગ માટે ટ્રોલ થવા લાગી. જોકે પ્રિયંકા ચોપરાએ અત્યાર સુધીમાં તે જ ત્રણ ગીતો ગાયા છે, જે તેણે વર્ષ 2013-14ની વચ્ચે ગાયા હતા. ત્યાર પછી પ્રિયંકાએ પોતાનું સંપૂર્ણ ધ્યાન એક્ટિંગ પર આપ્યું.

પુત્રીનું નામ રાખ્યું- માલતી મૈરી ચોપરા જોનાસ: તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ફેમિલી લાઈફ એન્જોય કરી રહી છે. તેણે વર્ષ 2018માં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા અને આ જ વર્ષે તે એક બાળકીની માતા બની છે. જેનું નામ તાજેતરમાં સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રિયંકા અને નિકની બેબી ગર્લનું નામ ‘માલતી મૈરી ચોપરા જોનાસ’ છે. આ નામ જાણ્યા પછી ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.